ગાંધીનગર
પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવી
પ્રદેશ ભાજપ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ ભાજપમાંથી પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું.
એ દરમ્યાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ,,રાષ્ટ્રીય ભાજપ ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ,પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર તેમજ પ્રદેશના મહામંત્રી રજની પટેલ સહીત પ્રદેશના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.જયારે બીજી તરફ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના ઉમેદવાર તરીકે શંકર ચૌધરીએ ગુજરાત વિધાનસભાના સચિવ ડી એમ પટેલની ઓફિસે જઈને અધ્યક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.એ સમયે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ,સંસદીય બાબતોના પ્રધાન ઋષિકેશ પટેલ સહીત પ્રદેશના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.