પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની મોટી જાહેરાત મહેસાણા બેઠક પરથી તેઓ ચૂંટણી નહીં લડે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રકિયા તેજ બનાવી દીધી છે..એવા સમયે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે તેઓ મહેસાણા વિધાનસભા બેઠક પર થી ચૂંટણી નહીં લડે એ માટે તેઓએ પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલને પત્ર લખ્યો છે.જેમાં તેઓએ લખ્યું છે કે વર્ષ 2022માં યોજાનાર ચૂંટણી માં તેઓ લડવા માંગતા નથી..તેઓ વર્ષ 1977માં કડી નગરપાલિકા માં પ્રથમ વખત ચૂંટાયા હતા.તેઓની 32 વર્ષ ની રાજકીય કારકિર્દી દરમ્યાન પાર્ટી એ ઘણું આપ્યું છે હંમેશા માટે ભાજપનો આભારી રહીશ.