ગાંધીનગર
મોરબી ઘટના મામલે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા એ ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર
મોરબી ઘટના મામલે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા એ ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર
ગુજરાત ના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા એ 30 ઓક્ટોબરને રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટનાને લઇને ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટીશ ને પત્ર લખીને રજુઆત કરી છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોરબી દુર્ઘટના મામલે સુઓમોટો દાખલ કરવામાં આવે દુર્ઘટના મામલે ઓરેવા કંપનીનો પોલીસ દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ કરાયો નથી તેની પણ નોંધ લેવામાં આવી નથી.
તેમણે વધુમાં લખ્યું છે કે ઓરેવા ગ્રુપ દ્વારા પુલને 7 વર્ષ સુધી કંઈ ન થાય તેવું જણાવ્યું હતું. ઓરેવા ગ્રુપ દ્વારા 2 કરોડનો રિનોવેશનનું ખર્ચ કર્યો હોવા છતાં આ કંપની દ્વારા , કેટલ અને પીન તો બદલવામાં જ આવ્યા ન હતા. જ્યારે 15 રૂપિયાની ટિકિટની મંજૂરી હતી અને તે 17 રૂપિયા ટિકિટ લેતા હતા. આ સાથે જ ફિટનેસ સર્ટિફિકેટ પણ લેવામાં આવ્યું ન હતું. ફરિયાદમાં પણ ઓરેવા ગ્રુપ કે તેના માલિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેથી આમાં નિષ્પક્ષ તપાસ થઈ શકે એમ નથી. જેથી હાઈકોર્ટ આ કેસમાં સુઓમોટો લઈ જલાબદારો સામે ફરિયાદ નોંધવામાં આવે એવો આદેશ કરે છે.