Connect with us

Uncategorized

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાધેલાએ કોના માટે કરી ભારત રત્નની માંગ !

Published

on

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાધેલાએ કોના માટે કરી ભારત રત્નની માંગ !

પીએમ નરેન્દ્રમોદી માતા હિરાબાના જન્મ દિવસ ઉપર આપશે આવી ખાસ ભેટ- તમે પણ જાણવા થઇ જશો ઉત્સુક

Advertisement

ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલાએ ભાવનગરના મહારાજા સ્વર્ગિય કૃષ્ણકુમાર સિહ ગોહિલ માટે ભારત રત્નની માંગ કરી છે, કારણ કે જ્યારે દેશને અખંડ બનાવવાનો અભિયાન શરુ થયો ત્યારે મહારાજ કૃષ્ણકુમારજીએ સૌથી પહેલા પોતાનુ રાજ્ય ભાવનગરને વિલય કર્યો હતો
આમ તો દેશને એક કરનારાઓ 562 રાજાઓ માટે તેમના ત્યાંગ બલિદાન અને સૌર્યની ગાથાને દેશવાસીઓ હમેશા યાદ રાખે તેના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તમામ રાજાઓની યાદમાં ખાસ સંગ્રાહલય પણ બની રહ્યુ છે,

નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !

કોણ હતા મહારાજા કૃષ્ણકુમાર સિહ ગોહીલજી

મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ 19મે 1892ના રોજ થયો હતો. મહારાણી સાહેબા નંદકુંવરબાના કુખે જન્મેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને રાજ્યની પ્રજાના સુખાકારી માટેના કાર્યો કરવાનો વારસો પેઢી દર પેઢીથી મળ્યો હતો. ગોહિલવંશની રાજધાની સિહોરથી સ્થળાંતર કરી વર્ષ ૧૭૨૩માં અખાત્રીજના દિવસે ભાવસિંહજી (પહેલા)એ ભાવનગરની સ્થાપના કરી હતી. પરંતુ ગોહિલકુળનું શાસન તે પહેલાના પાંચસો વર્ષથી ચાલ્યું આવતું હતું. ૧૨૫૦થી માંડી આજદિન સુધી ગોહિલકુળના કુલ ૨૮ મહારાજા થયા છે (હાલના છેલ્લા મહારાજા વિજયરાજસિંહજી ગોહિલ છે). તે પૈકીના ૨૬ મહારાજાએ ઉમરાળા, પીરમબેટ, ઘોઘા, સિહોર અને ભાવનગરમાં ગાદી સંભાળી હતી. તેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર રાજ્યના ૯મા મહારાજા હતા.

રાજકોટની રાજકુમાર કોલેજ અને ઈંગ્લેન્ડની પબ્લીક સ્કૂલમાં અભ્યાસ કર્યો બાદ ૧૯૩૧માં રાજ્યનું શાસન સંભાળ્યાના તે જ વર્ષે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ગોંડલ સ્ટેટના મહારાજા ભોજિરાજસિંહજીના પુત્રી રાજકુમારી વિજ્યાકુંવરબા સાથે લગ્ન કર્યો હતો. ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણીના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ તેમણે’મારી પ્રજાનું કલ્યાણ થાઓ’ સૂત્ર પર પ્રજાલક્ષી કાર્યો ઉપરાંત ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામ પંચાયતની રચના અને રાજ્ય વેરા વસૂલાત પધ્ધિતમાં સુધારા કર્યો હતો.

Advertisement

ગતિમય શાસનના કારણે તેમને ૧૯૩૮માં કે.સી.એસ.આઈ.ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. માત્ર ૧૨-૧૩ વર્ષની ઉંમરના હતા ત્યારે ગાંધીજી સાથે તેમની ભાવનગરમાં મુલાકાત પણ થઈ હતી. અખંડ ભારતના નિર્માણ માટે દેશી રાજ્યોના વિલિનીકરણના મહાયજ્ઞામાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પુનિત આહૂતિ આપીતા.૧૫-૧-૧૯૪૮માં રાષ્ટ્રના ચરણોમાં પોતાનું રજવાડું અર્પણ કરી દીધું હતું. રજવાડું રાષ્ટ્રને અર્પણ કર્યો બાદ તે જ વર્ષે મહારાજા કૃષ્ણકુમારસિંહજી મદ્રાસ પ્રાંત (તામિલનાડુ)ના પ્રથમ ગર્વનર (રાજ્યપાલ) બન્યા હતા. માસિક માત્ર ૧ રૃપિયાનું પ્રતિક માનદ્ વેતન સ્વીકારી તેઓએ ઈ.સ.૧૯૫૨ સુધી ગર્વનર તરીકે સેવા આપી હતી.

જીવનપર્યાત ‘મારી પ્રજાનું કલ્યાણ થાઓ’ સૂત્રને વળગી રહેલા પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની તા.૨-૪-૧૯૬૫ના રોજ હૃદયરોગના હુમલાથી દેહવિલય થયો હતો. જો કે, તેમણે કરેલા પ્રજાકલ્યાણના કાર્યો અવિસ્મરણીય અને આદરણીય છે. જેના પર ગોહિલવાડવાસીઓ આજે પણ ગર્વ અનુભવે છે.

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

નામકરણ માટે મહારાજાના ટયૂટરને સુરતથી તેડાવ્યા

વર્ષ ૧૯૧૨ના ૧૯મી મેને રવિવારના રોજ મહારાણી નંદકુંવરબાએ પુત્રરત્નનો જન્મ આપતા રાજપરિવારમાં આનંદ છવાયો હતો. ભાવનગર રાજ્યના યુવરાજ અને વારસદારના નામ કરણ માટે મહારાજા ભાવસિંહજી (બીજા)એ તેમના ટયૂટર ગણપતરામ અનુપરામ ત્રવાડી (૧૮૪૮-૧૯૧૯)ને સુરત તેમના વતનથી ખાસ નિમંત્રણ આપી ભાવનગર બોલાવ્યા હતા અને તેમણે જ ભાવનગર સ્ટેટના યુવરાજની જન્મપત્રિકા જોઈ કૃષ્ણકુમારસિંહજી નામ સૂચવ્યું હતું. તેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સંસ્મરણો વાગોળતા ડો.ગંભીરસિંહ ગોહિલે જણાવ્યું હતું.

Advertisement

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

મહારાજાને મળ્યા હતા અનેક સન્માન-ખિતાબ

પ્રાંત સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અનેક સન્માન-ખિતાબ મળ્યા હતા. જેમાં કીંગ જ્યોર્જ ચાર રજત જયંતી ચંદ્રક, કીંગ જ્યોર્જ પાંચ કોરોનેશન ચંદ્રક, કે.સી.એસ.આઈ. (ક્નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઈન્ડિયા), યુધ્ધ, રક્ષણ માટેનો ચંદ્રક, ભારતની આઝાદી માટેનો ચંદ્રકથી સન્માન કરાયું હતું. આ ઉપરાંત મહારાજા કુમાર સાહેબ, હીઝ હાઈનેસ મહારાજા રાઓલ, લેફ્ટનંટ હીઝ હાઈનેસ, કેપ્ટન હીઝ હાઈનેસ, લેફ્ટનંટ કર્નલ હીઝ હાઈનેસ, કર્નલ હીઝ હાઈનેસ, કમાન્ડર હીઝ હાઈનેસ સહિતના ખિતારથી પ્રાંત સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવાજવામાં આવ્યા હતા.

પાટીદાર સંસ્થાઓની મીટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ કેમ રહ્યા ગેર હાજર- આ રહ્યા કારણો !


રાજપરિવારમાં પુત્ર સંતાન પ્રાપ્તી માટે પ્રભાશંકર પટ્ટણીએ બાધા રાખી’તી

મહારાજા ભાવસિંહજી (બીજા) (૧૮૭૫-૧૯૧૯)ને લગ્નજીવનના બે દાયકા સુધી પુત્રનું સંતાનસુખ મળ્યું ન હતું. તેમના પહેલા લગ્ન દેવગઢ બારીયાના રાજકુમારી દેવકુંવરબા સાથે ૧૮૯૩માં થયેલું અને તેમને સંતાનમાં એકમાત્ર રાજકુમારી મનહરકુંવરબા હતા. તેમનું અવસાન ૧૯૦૩માં થતા મહારાજા ભાવસિંહજી (બીજા)એ ઘણા આગ્રહ બાદ આખરે ૧૯૦૫માં ખીરસરાના રાજકુમારી નંદકુંવરબા સાથે લગ્ન કર્યો હતા. જો કે, લગ્નના ઘણાં વર્ષો સુધી રાજગાદીને સંભાળનાર પુત્ર સંતાન નહીં થતાં દિવાનસાહેબ પ્રભાશંકર પટ્ટણીએ દાઢી વધારવા વગેરેની બાધા રાખી હતી.

Advertisement

Advertisement

Uncategorized

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારે શું કર્યું ?

Published

on

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (S.I.T) ની રચના કરાઈ

રાજ્યના પુરવઠા વિભાગ હેઠળના ગોડાઉન કે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટના બાબતે રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવી શકાય અને અગાઉ બનેલા આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડકમાં કડક સજા કરાવી શકાય તે માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) બનાવવાનો નિર્ણય લીધો છે. આ સીટની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે.

સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી આ S.I.T માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ

SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અધ્યક્ષ તરીકે સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકશ્રી હશે. તે ઉપરાંત સભ્ય તરીકે અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક તેમજ સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ અધીક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીટમાં સભ્ય સચિવ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેકટરશ્રી હશે. ઉપરાંત અન્ય સભ્યમાં સંબંધિત જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત નાયબ પોલીસ અધીક્ષકનો સમાવેશ આ ખાસ તપાસ દળમાં કરવામાં આવ્યો છે.

ગૃહ વિભાગે બનાવેલી SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ થઇ ગયેલી છે તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ અધીક્ષકને જરૂરી સૂચનો કરશે. આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને ગૃહ રાજ્ય મંત્રીને રજૂ કરવાની રહેશે.

Advertisement
Continue Reading

Uncategorized

કિસાનો માટે કલ્યાણકારી અને લાંબા ગાળાના લાભો આપનારું બજેટ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Published

on

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત સરકારના વર્ષ 2023-24 ના અંદાજપત્રને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના લાભો આપનારું અંદાજપત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે કિસાનો પ્રેરિત થાય એવા પ્રયત્નો કરીને, ખેડૂતોની આવક બમણી કરવા સરકારે વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે રહેવાની પ્રતિબદ્ધતા આ અંદાજપત્રમાં વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અમૃતકાળ માટે ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારિત કરતા અંદાજપત્ર માટે અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સંલગ્ન પ્રશિક્ષણ અને કૃષિ, મત્સ્યોદ્યોગના વિસ્તરણ-સંશોધન માટે કાર્યરત ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને માળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 1,153 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે, જે આવકાર્ય છે. આ જોગવાઈથી ખેડૂતોની આવતીકાલ વધુ ઉજ્જવળ બનશે.

ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટીગ્રેશન મિશન- TALIM યોજના પણ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા 203 કરોડની ફાળવણી કરાઈ છે, જેનાથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા અને દેશી ગાયોની જાળવણી કરવા પ્રોત્સાહિત થશે.

Continue Reading

Uncategorized

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

Published

on

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

ગુજરાત સરકારનું ગૃહ વિભાગ હવે વડા પ્રધાન નરેન્દ્રમોદીના આત્મ નિર્ભર ભારતના સ્વપ્ન ને સાકાર કરવા તરફ વધી રહી છે,, સુત્રોની માનીએ તો ગૃહ વિભાગ ખાસ પ્લાન તૈયાર કરાયો છે, જેની બજેટ સત્રમાં જાહેરાત થઇ શકે છે,

 

ગૃહ વિભાગે જે પ્લાન બનાવ્યો છે તે મુજબ આગામી સમયમાં રાજ્યના 100થી વધુ નવા પોલીસ સ્ટેશનો બનશે, તે આત્મ નિર્ભર બનશે, જેના માટે ખાસ તૈયારી ગૃહ વિભાગે કરી છે,આ પ્લાનિંગમાં પોલીસ વિભાગ સાથે જન ભાગીદારીથી પોલીસ સ્ટેશનોનું નિર્માણ થશે, એટલુ જ નહી પોલીસ સ્ટેશનના ખર્ચમાં ઘટાડો થાયતે માટે સો થી વધુ પોલીસ સ્ટેશનમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, જેના કારણે વિજ ખર્ચમાં ઘટાડો થશે, આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં મેન્ટનંસનો ખર્ચો ઉઠાવવો ન પડે તે માટે પોલીસ સ્ટેશનોમાં એટીએમ,બેંક,જેવી જાહેર સુવિધઓ ઉભી કરાશે, જે ગુજરાત સરકારનો પ્રથમ પ્રયોગ હશે, જેનાથી સરકારની તિજોરી ઉપર ભારણ ઘટશે,

 

Advertisement

 

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.