અમદાવાદ
પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ ની રજુવાત પગલે ખેડૂતો 15જૂન સુધી માટી,મોરમ, ટાંચ ઉપાડી શકશે પરિપત્ર ની મુદત વધારાઈ
પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ ની રજુવાત પગલે ખેડૂતો 15જૂન સુધી માટી,મોરમ, ટાંચ ઉપાડી શકશે પરિપત્ર ની મુદત વધારાઈ
બાવકુ ઊંધાડ ની રજુવાત થી રાજ્ય સરકાર નો ખેડૂત હિત મા નિર્ણય થતા ખેડૂતો ને થશે ફાયદો
પાણી સંગ્રહ વધશે, ખેતી ની જમીન ની ફળદ્રુપતા સુધારતા ખેત ઉત્પાદન વધશે.
સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા ઉનાળામાં નદી, ચેકડેમ,તળાવ,જળાશાયો ખાલી થતા જળ સંગ્રહ વધે અને ખેડૂતો ની જમીન સુધારણા માટે જરૂરી માટી, મોરામ, ટાંચ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરી જિલ્લા પંચાયત ના સિંચાઈ વિભાગ માંથી 7/12,8અ થી મંજૂરી લઈ માટી ઉપડવાની છૂટ આપવામાં આવી હતી. આ પરિપત્ર તારીખ 31/05/22ના રોજ પૂર્ણ થતા અમરેલી જિલ્લા ના લોકનેતા એવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડને પ્રવાસ દરમ્યાન ખેડૂતોની રજુવાતો મળતા તેમના દ્વારારાજ્ય ના મુખ્યમંત્રી અને કૃષિમંત્રી ને લેખિત અને મૌખિક રજુવાત કરી વરસાદ ના થાય ત્યાં સુધી પરિપત્ર ની મુદત વધારવા રજુવાત કરવામાં આવી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ ની રજુવાત ને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિત માજિલ્લા પંચાયત ના સિંચાઈ વિભાગ માંથી 7/12,8અ થી મંજૂરીલઈ માટી, મોરામ, ટાંચ ઉપડવાની મુદત 15જૂન સુધી ઉપાડવાની મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવતા ખેડૂત હિત મા પૂર્વ કેબિનેટ મંત્રી અને લોકનેતા બાવકુ ઊંધાડ ની રજુવાત ને સફળતા મળી છે. હવે સમગ્ર રાજ્યના ખેડૂતો ને 15જૂન સુધી નદી, ચેકડેમ, તળાવ, જળાશય માંથી માટી ઉપાડી શકાશે અને પોતાની જમીનનુ લેવલિંગ અને ફળદ્રુપતા માટે ઉપયોગ કરી શકશે. પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ ની રજુવાત થી આ ખેડૂત હિત મા નિર્ણય થતા ખેડૂતો મા પણ ખુશી નો માહોલ સર્જાયો છે અને ખેડૂતો એ પૂર્વ કેબિનેટ મંત્રી નો આભાર માન્યો છે.