BANASKANTHA
પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ

ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ
બે વર્ષ બાદ યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળામાં ૩૦ લાખ જેટલાં પદયાત્રિકો માટે વ્યાપક સુવિધાઓ કરાઇ*
અંબાજી આવતા માઇભક્તોને આવકારવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ થનગની રહ્યું છેઃ કલેકટર આનંદ પટેલ
ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કમ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મહામેળાનો અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક આદિવાસી દિકરીઓના હસ્તે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા- અર્ચના કરીને કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ઉપસ્થિત પદયાત્રિકોએ માતાજીના ગગનચૂંબી જયઘોષ કર્યા હતા.
ત્યારબાદ પ્રદર્શન ડોમમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, માહિતી ખાતું, આરોગ્ય વિભાગ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બનાવાયેલ અદ્યતન પ્રદર્શનનું કલેકટરશ્રીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ અને કલેકટરશ્રીએ આ પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યુ હતુ.
આ પ્રસંગે પ્રદર્શન ડોમમાં બનાવેલ મંદિરમાં કલેક્ટર આનંદ પટેલે માતાજીની પૂજા- અર્ચના કરી મેળાની સંપૂર્ણ સફળતા માટે અને લાખો માઇભક્તોની અંબાજીની યાત્રા સુખરૂપ સંપન્ન થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે મિડીયાને માહિતી આપતાં કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, દૂર દૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માતાજીના ભક્તોને આવકારવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ થનગની રહ્યું છે. તેમણે કહ્યું કે, બે વર્ષના લાંબા વિરામ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે ૩૦ લાખ કરતા વધુ સંખ્યામાં દર્શનાર્થીઓ આવવાની ધારણાને લઇને તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, મેળા દરમિયાન યાત્રિકોની આરોગ્ય સુવિધા માટે કુલ-38 જેટલાં આરોગ્ય સુવિધા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. અંબાજી આવતા તમામ યાત્રિકો દર્શનાર્થીઓ સરળતાથી મા અંબાનો પ્રસાદ મેળવી શકે એ માટે સાડા ત્રણ લાખ કિ.ગ્રા. પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા છે. મેળામાં આવતા લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળી બા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી, ગબ્બર અને રસ્તાઓ ઉપર વિસામો, આરોગ્ય, વીજળી, પીવાનું પાણી, સુરક્ષા, પરિવહન અને પાર્કિંગ સહિત તમામ વ્યવસ્થાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાઇ છે.
, શક્તિપીઠ અંબાજીમાં આજથી મેળાનો પ્રારંભ થયો છે. દિકરીઓમાં પણ મા નું હ્રદય હોય છે. આદિજાતિ બાહુલ્ય ધરાવતા અને વર્ષોથી માતાજીની પૂજા-અર્ચના કરતા આદિવાસી દિકરીઓના હસ્તે આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળાનો આનંદ, ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ભવ્ય શુભારંભ થયો છે.
અંબાજી ભાદરવી મેળો શરૂ થતા અંબાજી તરફના તમામ રસ્તાઓ રાત- દિવસ યાત્રિકોથી ભરચક રહેશે. અંબાજી વિસ્તારના ડુંગરાઓમાં જાણે નવી ચેતનાનો સંચાર થયો છે. દિવસે થોડી ગરમી, રાત્રે ઠંડક અને હરિયાળા વાતાવરણમાં માઇભક્તો જય અંબેના જયઘોષ સાથે અંબાજી પંહોચી રહ્યા છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોની સુવિધા અને સ્વંયસેવકો, સંચાલકોની કામગીરી સરાહનીય છે.
મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા અંગે માહિતી આપતા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, 500 થી વધુ પોઇન્ટ પર 5 હજાર પોલીસકર્મીઓ ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. 325 સી.સી.ટી.વી. કેમેરા, 10 પી.ટી.ઝેડ કેમેરા, 48 બોડી વોર્ન કેમેરા, 35 ખાનગી કેમેરામેન, 13 વોચ ટાવર અને પદયાત્રિઓ માટે 48 પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. 22 પાર્કિંગ પ્લોટ પર પોલીસની નજર હેઠળ તમામ વસ્તુઓને લગેજ સ્કેનર દ્વારા ચેક કરીને જ પ્રવેશ મળે એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા સી ટીમ તૈનાત કરાઇ છે.
ભાદરવી મહામેળાના પ્રારંભ પ્રસંગે અગ્રણીઓ ગુમાનસિંહ ચૌહાણ, નંદાજી ઠાકોર, ર્ડા. હેમરાજ રાણા, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર. કે. પટેલ, દાંતા પ્રાંત અધિકારી સિદ્ધિબેન શર્મા સહિત અધિકારીશ્રીઓ અને હજારો માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
માતાજીના શૃંગાર સ્વરૂપો અને વાહનો
અંબાજી માતાજીની દિવસમાં ત્રણ વખત પૂજા થાય છે. ત્રણેય વખતે જુદા જુદા વસ્ત્રો અને અલંકારો ધરાવવામાં આવે છે. આ શૃંગાર દ્વારા આદ્યશક્તિ મા અંબાનું પ્રભાતે બાલ્ય સ્વરૂપ, મધ્યાહને યુવા સ્વરૂપ તથા સાંજે પ્રૌઢ સ્વરૂપ વ્યક્ત થાય છે. તેવી જ રીતે માતાજીના વાહનો પણ દિવસ પ્રમાણે અલગ અલગ હોય છે.
રવિવારે-વાઘ
સોમવારે-નંદી
મંગળવારે-સિંહ
બુધવારે-ઉંચી સુંઢનો હાથી(ઐરાવત)
ગુરૂવારે-ગરૂડ
શુક્રવારે-હંસ
શનિવારે-નીચી સૂંઢનો હાથી(ઐરાવત)
અખાત્રીજથી અષાઢ સુદ બીજ દરમ્યાન દરરોજ સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત તથા બાકીના સમયમાં સવારે તથા સાંજે એમ બે વખત માતાજીની આરતી થાય છે.
BANASKANTHA
ગૌશાળાઓ ને સરકાર સહાય કરે નહિતર ગૌભક્તો સરકાર સામે આંદોલન ચાલુ રાખશે..મહેશ દવે
રાજય સરકાર ના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2022-2023ના અંદાજપત્ર રજૂ કરતી વખતે ગૌ સંવર્ધન માટે 500 કરોડ ની મુખ્યમંત્રી ગૌ પોષણ યોજનાની જાહેરાત કરી હતી જોકે રાજય ની ભાજપ સરકારે જાહેરાત કર્યાને 7 મહિના થવા છતાં પાંજરાપોળ ને આર્થિક સહાય રાજય સરકાર દ્વારા ચુકવવામાં આવી નથી..ત્યારે ગૌ પ્રેમીઓમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.બનાસકાંઠા જિલ્લામાં ગૌ પ્રેમીઓ ગાયોને હાઇવે પર છોડી મુકવામાં આવી હતી.જેને કારણે રસ્તાઓ પર જામ થઇ જવા પામ્યો હતો. એટલુંજ નહીં મામલતદાર કચેરીમાં ગાયો છૂટી મૂકી દીધી હતી તેમજ કેટલાક ગૌભક્તો એ પોલીસ ની સામે બંગડીઓ ફેંકી સામે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.પ્રખર ગૌભક્ત મહેશ દવેએ પંચાત ટીવી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેઓએ મામલતદાર કચેરીમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ને બંગડીઓ પહેરાવવા માટે આપી હતી. આ આ સરકાર ગાયોના નામે મતો મેળવી છે પણ ગાયો ના નામે આ સરકારે કશું કર્યું નથી માત્ર આ સરકાર વાતો કરે છે.રાજયની ભાજપ સરકાર ગૌ શાળાઓ ને ત્વરિત સહાય નહીં ચૂકવે તો આગામી સમયમાં વધુ આક્રમકઃ રીતે કાર્યક્રમો આપવામાં આવશે..
BANASKANTHA
પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ની ધરપકડ ના વિરોધમાં અર્બુદા સેનાએ કર્યું વિરાટ શક્તિ પ્રદર્શન ને ભાજપ સરકાર ને આપી ચીમકી આગામી ચૂંટણી માં થશે મોટું નુકશાન

પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ને ચોર ની જેમ લઇ જવા અયોગ્ય સાધ્વી પુષ્પા દીદી
પૂર્વ ગૃહ રાજય પ્રધાન અને મહેસાણા દૂધ સાગર ડેરી ના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે ત્યારે તેના વિરોધમાં સમગ્ર ગુજરાત માં ચૌધરી સમાજ માં રોષની લાગણી જોવા મળી છે..આજે પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ના સમર્થન માં ચૌધરી સમાજના યુવાનો એ
અર્બુદા સેનાના નેજા હેઠળ બનાસકાંઠાના થાવર ગામ ખાતે બાઈક રેલી યોજી ને શક્તિ પ્રદર્શન કર્યું હતું અને દાવો કર્યો હતો કે વિપુલ ચૌધરી ની ધરપકડ ભાજપ સરકાર ને ભારે પડી જશે
પૂર્વ ગૃહ રાજય પ્રધાન અને અર્બુદા સેનાએ પ્રમુખ વિપુલ ચૌધરી ની ધરપકડ ને લઇ સમગ્ર ગુજરાત માં ચૌધરી સમાજ માં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તેમના વિપુલ ચૌધરી ના સમર્થન માં બનાસકાંઠાના થાવર ગામ ખાતે ‘એકતા સંમેલનનું’ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
આ સંમેલન દરમ્યાન ચૌધરી સમાજની એકતા અને અખંડિતતા પર ભાર મુક્યો હતો .મોટાભાગ ના ચૌધરી સમાજ ના આગેવાનો એ મત વ્યક્ત કર્યો હતો કે આ સરકારે વિપુલ ચૌધરી સાથે અન્યાય કર્યો છે જે કોઈપણ સંજોગો માં ચલાવી ના લેવાય /સાથે સાથે સમાજ ના આગેવાનો એ લાગણી વ્યક્ત રેકી હતી કે પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ને તાત્કાલિક મુકત કરવામાં આવે નહિતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે તેવી ચીમકી પણ અપાઈ છે..
જયારે બાઈક રેલી દરમ્યાન મોટાભાગ ના યુવાનોએ વિપુલ ચૌધરી ની મુક્તિ તત્કાલ કરવામાં આવે નહિ તો પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે તથા વિપુલભાઈને ‘મુક્ત કરો, મુક્ત કરો’ સુત્રો લગાવ્યા હતા.
સાધ્વી પુષ્પા દીદી કહ્યું હતું કે, અર્બુદા સેનાના આગેવાન અને સરકારના પ્રતિષ્ઠીત પૂર્વ મંત્રીના ઘરે ચોરની જેમ આવી ભેદી રીતે લઈ જવા તે અયોગ્ય છે. જે વ્યક્તિ સમાજના ભલા માટે કાર્ય કરતું હોય તેની સાથે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવે છે. સમાજને જો આવી રીતે અન્યાય થાય તો સાખી લેવો ના જોઈએ.
BANASKANTHA
લાખો આદિજાતિ માઇભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવ્યું

લાખો આદિજાતિ માઇભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવ્યું
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી યોજાયેલા મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બે વર્ષ બાદ યોજાયેલા મેળા ને લીધે માઇ ભક્તોમાં અનેરો આંનદ અને થનગનાટ હતો જેના લીધે ચાલુ વર્ષે પદયાત્રિકો સાથે માઇભક્તો અને સંઘોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સમગ્ર અંબાજી ધામ અને આસપાસનો વિસ્તાર ભક્તિમય મહોલ વચ્ચે જય અંબે બોલ માડી અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો. 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાતભરમાંથી 5500 જેટલા માઇભક્તોના સંઘ અંબાજી ધામમાં દર્શનાર્થે આવ્યા હતા. જેમાંથી 224 કરતા વધુ સંઘો આદિજાતિના વિવિધ સમુદાયોમાંથી માં અંબાના દર્શનાર્થે આવ્યા હતા. અંબાજી આસપાસના આદિજાતિ પટ્ટામાં શક્તિપીઠ અંબાજી પ્રત્યે વિશેષ આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે.
દર વર્ષે અંબાજી સહિતના આદિજાતિ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં માઇભક્તો પદયાત્રા અને સંઘ મારફતે અંબાજી આવી માના ચરણોમાં શીશ નમાવતા હોય છે. ચાલુ સાલે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા ભાદરવી પૂનમના મહામેળામાં બનાસકાંઠા જિલ્લાના 184 ગામ અને સાબરકાંઠા જિલ્લાના 30 એમ મળી કુલ 224 ગામમાં ધજા મોકલવામાં આવી હતી. જેથી દરેક ગામમાંથી માઇભક્તો ધજા- સંઘ લઇને માતાજીના દર્શને ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવ્યા હતા અને માના આશીર્વાદ મેળવ્યા હતા. નોંધનીય છે કે લીમખેડાના સંઘ દ્વારા માં અંબાને 511 ગજની ધજા ચડાવવામાં આવી હતી.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ