મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા
મણિનગર તોડકાંડમાં આખરે તોડકરનારા બે પોલીસ કોન્સટેબલો વિરુધ્ધ પહેલા સસ્પેન્શન અને પછી હવે ગુનો નોધાયો છે, તેમની ગમે ત્યારે ધરપકડ કરી લેવાશે
ત્યારે સવાલ એ ઉઠે છે કે પોલીસ વિભાગ નાના કોન્સ્ટેબલ એવા નાની માછલીઓ વિરુધ્ધ તો પગલા લઇ લીધા,, પણ આ કેસમાં મગરમચ્છ સામે ક્યારે પગલા લેવાશે
કારણ કે આ બે નાના કર્મચારીઓ પોલીસ સ્ટેશનના વહીવટદાર તરીકેનુ વધારાની વ્યવસ્થા પણ સંભાળતા હતા, ત્યારે કોના ઇશારે તેઓએ આ કૃત્ય કર્યુ છે તેને લઇને
અત્યાર સુધી કોઇ ખુલાસો કરાયો નથી
ઉલ્લેખનિય છે કે 2 તારીખે મણિનગર વિસ્તારમાં રહેતા શ્રીજી મધના માલિક હિમાંશુ પટેલના ઘરે જઇને ડી સ્ટાફના બે કોન્સ્ટોબલો અભદ્ર વ્યહાર કર્યો હતો, અને
ઘરમા ધુસીને મહિલાઓથી લઇને પરિવારના સભ્યો સાથે અસભ્ય વર્તન કર્યો હતો, તે સિવાય પૈસા ન આપો તો દારુના ખોટા કેસમાં ફસાવી દેવાની ઘમકી આપી હતી
સાથે સાઢા ચાર લાખનો તોડ પણ કર્યો હતો, ત્યારે આ પરિવારે પોલીસ કર્મચારીઓના આવા કૃત્ય સામે વશ થવાના બદલે ન્યાય માટે લડત આપવાનો નિર્યણ કર્યો
અને ગૃહ વિભાગમાં ફરિયાદ કરી, જ્યારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી અને ડીજીપી આશિષ ભાટીયાએ તપાસના આદેશો કર્યા,, તપાસમાં પીડીત પરિવારની
વાતમાં તથ્ય મળી આવ્યો અને આખરે કોન્સ્ટેબલ પિયુષ પરમાર અને કુલદીપ ઝાલાને પહેલા સસ્પેન્ડ કરાયા અને પછી તેમની વિરુધ્ધ 448.465,201,384,323,294b,506(1)
મુજબ એફઆઇર દાખલ કરાયો છે
આ કોન્સ્ટબલોને મહત્તમ સાત વરસની થઇ શકે છે સજા
આઇપીસીની કલમ 448 મુજબ -કોઇના ઘરમાં પરવાનગી વગર ઘુસીને અત્યાચાર કરવો,,આમાં એક વરસની જેલની સજા અને 1000 રુપિયા સુધીનો દંડ
465 વાત કરીએ તો બનાવટી કહાની કે ખાટુ બોલીને લોકોને હેરાન કરવા,, આમાં બે વરસની સજાની જોગવાઇ છે,
201ની વાત કરીએ તો ખોટી માહિતી આપી અથવા ખોટા આરોપો લગાવીને કોઇને કાયદાકીય રીતે હેરાન કરવાનો પ્રયત્ન,,આમાં મહત્તમ સાત વર્ષની સજા થઇ શકે
384ની વાત કરીએ તો બળજબરીથી વસુલી કરવી જેમં 3 વરસની સજાની જોગવાઇ છે
323ની વાત કરીએ કોઇને કોઇને ફસાવવા માટે જાતે ઇજા કરવી,, જેમાં એક વરસની સજાની જોગવાઇ છે,
294બીમાં ગાળા ગાળી કરીને હેરાન કરવા માટે ત્રણ મહિનાની સજાની જોગવાઇ છે,
605 (1)માં ધમકાવવા માટેની છે..જેમાં બે વરસની સજાની જોગવાઇ છે,,
મહત્વની વાત એ છે હાલ તો ગૃહ વિભાગના આદેશ મુજબ મોડે મોડે પણ પોલીસે ડી સ્ટાફના 2 કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરીને તેમની વિરુધ્ધ એફઆઇઆર કરી દીધી છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે મોટા માથાઓ વિરુધ્ધ ક્યારે પગલા લેવાશે
સુત્રોની માનીએ તો પીઆઇ ડી બી ગોહિલ હાલ રજા ઉપર ઉતરી ગયા છે, સવાલ એ ઉઠે છે કે 10 લાખ જેવી માતબર રકમ માંગવાની હિમ્મત કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીમાં કેવી રીતે આવી,, કોના આદેશથી બન્ને કોન્સ્ટેબલો શ્રીજી
મધના માલિકના ઘરે તોડ કરવા પહોચ્યા હતા,એની તપાસ થવી જોઇએ સાથે આ પરિવારે જે રીતે માંગ કરી છે કે બન્ને કોન્સ્ટેબલોના કોલ ડેટાની તપાસ થવી જોઇએ તેઓ કોના સંપર્કમાં હતા, શુ પીઆઇની જાણમાં હતી તમામ ઘટનાઓ,
સુત્રો તો ત્યાં સુધી કહે છે કે આ બન્ને કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનનના ઉચ્ચ અધિકારીની સરકારી ફરજ ઉપરાંત આર્થિક વ્યવસ્થાઓની ચિન્તા કરતા હતા, આર્થિક વ્યવસ્થાઓ જોતા હતા, શુ આર્થિક વ્યવસ્થાના ભાગ રુપે તેઓ શ્રીજી મધના
માલિકના ઘરે ગયા હતા, ગુજરાતના પ્રતિષ્ઠિત પરિવારને બદનામ કરવામાં કોઇ હરીફ પાસેથી સોપારી લઇને આ કામ કાજ હાથ ધરાયુ હતું આ તમામ બાબતોની તપાસ થાય તો મણિનગર પોલીસ સામે લાગેલા આક્ષેપોમાં દુધનુ દુધ અને પાણીનુ
પાણી થઇ જાય, અને સાચા આરોપી સામે આવી શકે, આ બે કોન્સ્ટેબલો તો માત્ર મણિનગર પોલીસનુ મહોરુ છે,,ત્યારે આની પાછળ બેકસીટ ડ્રાઇવિંગ કોણ કરતુ હંતુ તેની સામે પણ એફઆઇઆર થવી જોઇએ.
અભિનેત્રી અન્વેશી જૈનની આવી હોટ ફોટો ઇન્ટરનેટ ઉપર માચાવી રહી છે ધમાલ