By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જૂનાગઢ મહાનગર પાલિકા ને રાજય સરકાર દ્વારા કરાઈ આર્થિક સહાય
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > જૂનાગઢ મહાનગર પાલિકા ને રાજય સરકાર દ્વારા કરાઈ આર્થિક સહાય
અમદાવાદગાંધીનગરગુજરાતરાજકારણ

જૂનાગઢ મહાનગર પાલિકા ને રાજય સરકાર દ્વારા કરાઈ આર્થિક સહાય

Web Editor Panchat
Last updated: June 28, 2022 4:52 pm
Web Editor Panchat Published June 28, 2022
Share
SHARE

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા તથા ધ્રોલ નગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે રૂ. ર૭ કરોડ ૩૧ લાખના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આના પરિણામે જૂનાગઢ મહાનગરપાલિકાને ર૦ર૧-રરના વર્ષ માટેના આંતરમાળખાકીય વિકાસના બાવન કામો માટે રૂ. ર૩.૮૮ કરોડ ફાળવવામાં આવશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ કામોમાં જૂનાગઢ શહેરમાં માર્ગોના ર૭ કામો માટે રૂ. ૯,ર૩,૭૩,૭પ૭, ગટરના કામ માટે ૧પ લાખ રૂપિયા, પાણી પૂરવઠાના કામો માટે ર કરોડ ર૮ લાખ રૂપિયા, સ્ટ્રીટલાઇટના કામો હાથ ધરવા ર કરોડ ર૬ લાખ ૪૧ હજાર રૂપિયા, બ્રીજના કામો માટે ર કરોડ ૧૯ લાખ, પર હજાર રૂપિયા તેમજ અન્ય ભૌતિક આંતરમાળખાકીય વિકાસ કામો માટે રૂ. ૭ કરોડ ૭૬ લાખ ૭ હજાર ૬૮૧ મંજૂર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આગવી ઓળખના કામો માટે ૩.૪૩ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ૩.૪૩ કરોડ રૂપિયામાંથી રૂ. ર.૯પ કરોડ ધ્રોલ નગરના કમલા નહેરૂ પાર્કમાં એમ્યુઝમેન્ટ પાર્ક બિલ્ડીંગ માટે, રૂ. ૪૪.૮૦ લાખ ગાર્ડન ડેવલપ કરવા માટે અને રૂ. ૩.૧૧ લાખ પાર્કમાં ટોયલેટ બ્લોક નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ૮ મહાનગર પાલિકાઓને ર૦રર-ર૩ ના વર્ષ માટે આંતરમાળખાકીય વિકાસ કામો માટે કુલ રૂ. ૧૯૧૭ કરોડ ફાળવવાની જોગવાઇ તાજેતરમાં જ સુનિશ્ચિત કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આઠ મહાનગરોમાં વસ્તીના ધોરણે આંતર માળખાકીય વિકાસ કામો માટે ગુજરાત મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડ મારફતે જે રકમ આ રૂ. ૧૯૧૭ કરોડમાંથી ફાળવવાનું ઠરાવ્યું છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. ૭૧૦ કરોડ, સુરતને રૂ. પ૮૦ કરોડ, વડોદરાને રૂ. ર૧૮ કરોડ, રાજકોટને રૂ. ૧૭ર કરોડ, ભાવનગર શહેરને રૂ. ૮૦ કરોડ, જામનગર માટે રૂ. ૭૬ કરોડ તેમજ જૂનાગઢને રૂ. ૪૦ કરોડ અને ગાંધીનગરને રૂ. ૪૧ કરોડ ફાળવવામાં આવશે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતરમાળખાકીય સુવિધા વિકાસ કામો, આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને શહેરી બસ પરિવહન સુવિધા વગેરે માટે રાજ્ય સરકાર મહાનગર પાલિકાઓ- નગરપાલિકાઓને નાણાં ફાળવતી હોય છે.
રાજ્યની ૧પ૬ નગરપાલિકા ઓને આ યોજના હેઠળ આંતરમાળખાકીય વિકાસના વિવિધ કામો હાથ ધરવા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફતે ર૦રર-ર૩ના વર્ષ માટે કુલ ૩૭૯ કરોડ રૂપિયા ફાળવવાનું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ સુનિશ્ચિત કરેલું છે. તદ્દઅનુસાર, ‘અ’ વર્ગની રર નગરપાલિકાઓને રૂ. ૧૧૦ કરોડ, ‘બ’ વર્ગની ૩૦ નગરપાલિકાઓને રૂ. ૯૦ કરોડ, ‘ક’ વર્ગની ૬૦ નગરપાલિકાઓને રૂ. ૧૩પ કરોડ તેમજ ‘ડ’ વર્ગની ૪૪ નગરપાલિકાઓને રૂ. ૪૪ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.

You Might Also Like

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના ચ-૩ સર્કલ પાસેના પદયાત્રી સેવા કેન્દ્રની મુલાકાત લીધી

ગાંધીનગર કલેકટર કુલદીપ આર્યની અધિક મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે નિમણુંક

 ચૂંટણીમાં પાટીદારો મતદારોને રિઝવવા કોંગ્રેસના કયા નેતાઓ કરશે કામ !

સંત સવૈયાનાજીનો ગોખ ભાજપને કેમ યાદ આવ્યો !

પીએમ નરેન્દ્રમોદી જુનમાં કેટલી વખત આવશે ગુજરાત !

TAGGED:AMCbhavanagar mahangar palikabhavnagar mahanagar palikabhupendra patelbmccmo gujaratdhrolgandhinagar mahangar palikagardenjamnagar mahangar palikajunagadh mahangar palikamukhaymantri swarnim jayanti yojnamukhyamantri shaheri sadak yojnamunicipal finance boardnagarpalikarajkot mahangar palika
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?