ખાતરમાં ભાવ વધારો ખેડુતો માટે મોટો ઝટકો- કોગ્રેસ
ખેડુતોએ નેનો યુરિયા તરફ વધવાની જરુર છે, – દિલિપ સંધાણી
અમદાવાદમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે 270 કરોડનો ચેક આપતી કેન્દ્ર સરકાર

એક તરફ વીજળી ની મોંકાણ, બીજી તરફ ખાતરમાં ભાવ વધારાથી ખેડૂતો – ખેતી – ગામડા થઈ રહ્યાં છે બરબાદ : ગુજરાતના ખેડૂતો પર 90,000 કરોડ રૂપિયાનું જંગી દેવું.
• ડી.એ.પી. માં ૧૫૦ રૂપિયા. એન.પી.કે મા ૨૮૫ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો.
• સરકારના ના.. ના કહેતી રહી પણ આખરે ખેડૂતોને લૂંટવાનું શરૂ, ખેડૂતોને પડ્યા પર પાટું, ખાતરના ભાવમાં ધરખમ વધારો.
કોગ્રેસના પ્રવક્તા મનિશ દોશીએ જણાવ્યુ છેકે રાજ્યના 58 લાખ ખેડૂતો છેલ્લા ત્રણ મહિનાથી વિજળીની અનિયમિતતાથી સતત પરેશાન થઈ રહ્યાં છે અને માત્ર 2 થી 4 કલાક જ વિજળી ખેડૂતોને મળી રહી છે. વીજળી ની મોકાણ
વચ્ચે હવે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી – પરેશાનીના સમાચાર ભાજપ સરકારે આપ્યો છે. રાસાયણિક ખાતરના ભાવમાં આજે ધરખમ વધારો કરવામાં આવતાં ખેડૂતો ને મોટો ઝટકો મળ્યો છે
ખાતરના ભાવમાં આજે ડી.એ.પી માં ૧૫૦ રૂપિયા. એન.પી.કે મા ૨૮૫ રૂપિયા નો વધારો થયો છે સરકાર અને વડાપ્રધાન
છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !
દ્વારા ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બામણી કરવાની વાત કરી હતી પરંતુ હાલની પરિસ્થિતિમાં ખેત પેદાશોના નહીં પરંતુ ખેડૂતોની હાલત કફોડી બની જવા સાથે સરકાર ની આવક બમણી અને ખેડૂતોથી
આવક અડધી થઈ રહી છે ત્યારે ખેડૂત, ખેતી અને ગામડાને બરબાદ કરવાની ભાજપાની નિતી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે
, રાજ્યમાં પેટ્રોલ.ડીઝલ.સીએનજી.પીએનજી તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના રોજેરોજ વધતા ભાવના કારણે ધરતીપુત્રો તેમજ રાજ્યના સામાન્ય નાગરિકો પરેશાન છે આજે અચાનક ખાતરના
ભાવમાં ધરખમ ભાવ વધારો કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને ગુજરાતના ખેડૂતો પર સૌથી મોટો બીજો ફટકો ઝીંકાયો છે. ઇફકો કંપની એ છેલ્લા એક વર્ષમાં રાસાયણિક ખાતરોના ભાવોમાં તોતિંગ
ભાવ વધારો કર્યો છે ત્યારે આજે ખાતરના ભાવમાં ફરી એકવાર વધારો થતાં જગતના તાત માટે મુશ્કેલી ઊભી થઈ છે ડીએપી. પોટાશ. એન.પી.કે અને યુરિયા ના ભાવ આસમાનને આંબતા ખેડૂતો ત્રાહીમામ છે.
અમદાવાદમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે 270 કરોડનો ચેક આપતી કેન્દ્ર સરકાર
વારંવાર વધતા ખાતર ના ભાવે ખેડૂતોની કમર તોડી નાખી છે. સતત વધતા વિજળી, ખાતર, સિંચાઈના પાણી, જંતુનાશક દવા, બિયારણને કારણે ગુજરાતના ખેડૂતો 90,000 કરોડ જંગી દેવાદાર બન્યો છે. એક
તરફ ભાજપ સરકાર ખેડૂતોને 4 કલાક પૂરતી પણ વિજળી અપાતી નથી. બીજી તરફ ખેડૂતોને સિંચાઈ માટે વીજળી ની મોકાણ લઈને પાક કેવી રીતે બચાવવો તેની મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે હવે ખાતર ના
ભાવો વધારી ખેડૂતોની કમર તોડી નાંખી છે એક બાજુ ખેતી સાથે સંબંધીત તમામ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી બાજુ ખેડૂતોના ઉત્પાદિત શેરડી.ડાંગર. કપાસ.મગફળી.
સહિતના પેદાશોના ભાવ સતત ઘટતા જઈ રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ખેતી કરવામાં ઉપયોગી ટ્રેક્ટર અને અન્ય સાધનો ના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે ખેડૂતોને ખેતીમાં ઉપયોગી
વસ્તુઓના ભાવમાં સતત વધારો અને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવો ખેડૂતો ને નહીં મળવાને કારણે ખેડૂતોની હાલત દયનીય બની જવા પામી છે ત્યારે આજે ખાતરના ભાવ વધારો ખેડૂતોને
વધુ એક પડ્યા પર પાટું સમાન છે સરકાર અને વડાપ્રધાન દ્વારા ૨૦૨૨ સુધી માં ખેડુતો ની આવક બમણી કરવાની વાત હતી પરંતુ હાલની પરિસ્થિતિમાં ખેત પેદાશોના નહીં પરંતુ ખેતીમાં
ઉપયોગી સાધનો અને રાસાયણિક ખાતરોના ભાવ વધતા ચીજવસ્તુઓના ભાવ ડબલ થઇ ગયા છે અને ખેડૂતોની આવક ડબલ થવાને બદલે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે જે
માટે ભાજપા સરકારની ખેડૂત વિરોધી નીતિ સીધી જવાબદાર છે.
દિલિપ સંધાણીએ ખેડુતોને નેનો ટેક્નોલોજીની કરી વકિલાત !

આ અંગે ઇફ્કોના ચેરમેન દિલિપ સંધાણીએ જણાવ્યુ કે ડીએપીમાં 150 રુપિયા વધ્યા છે,
પણ ખેડૂુતોએ હવે નેનો યુરિયા તરપ વધવુ જોઇએ કારણ કે 240માં પડે છે, ઇન્ટરનેશનલ માક્રેટમાં ડીએપીમાં 4 હજારની સબસીડી આપવામાં આવે છે,જેથી હવે ખેડુતોએ હવે નેનો ટેક્નોલોજીથી બનેલા યુરિયા તરફ જવુ પડશે
જે ખુબ સસ્તામાં પડે છે, અને કામ એટલુ જ આવે છે,