ગાંધીનગર
ખેડૂતોના નામે રાજનીતિ કરવા નીકળેલા નેતાઓને ખેડૂતોએ પાઠ ભણાવ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતો ની સમાન વીજ દર અને રી સર્વે ની કામગીરી રદ કરવા સહીત 26 માંગણીઓ ને લઇ ગાંધીનગર માં 28 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે.જોકે ગુજરાત ભાજપ સરકાર ના પ્રધાનો ના પેટ નું પાણી પણ હાલતું નથી મહત્વની વાત તો એ છે કે વર્ષ 1987 માં કોંગ્રેસ ના શાસનકાળ દરમ્યાન ભારતીય કિસાન સંઘ દ્વારા વીજ મીટર રદ કરવાની માંગ સાથે આંદોલન છેડ્યું હતું એ દરમ્યાન કોંગ્રેસ સરકાર ના વિરોધ માં સચિવાલય બહાર દેખાવો દરમ્યાન 19 ખેડૂતો પોલીસ ગોળીબાર ના કારણે શહીદ થયા હતા ત્યારે ભારતીય કિસાન સંઘ ગુજરાત ના પ્રમુખ જગમાલ આર્ય ,આર કે પટેલ સહીત ના નેતાઓ ગાંધીનગર માં ખેડૂતો ના પ્રશ્નો ને લઇ આંદોલન કરી રહ્યા છે જોકે ભારતીય કિસાન સંઘ ના અથાક પરિશ્રમ અને મહેનત ને પરિણામે ગુજરાત માં ભાજપ ની સરકાર સત્તામાં બેઠી છે જેને લીધે ગુજરાત માં કોંગ્રેસ ગાંધીનગર માં સત્તા થી દૂર છે.ત્યારે સંઘ પરિવારની ભગિની સંસ્થા ભાજપ અને તેની સરકાર ના પ્રધાનો ભારતીય કિસાન સંઘ ના નેતાઓ ને સાંભળતા નથી એટલુંજ નહીં તેમને ભાજપ ના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા ની ઉપસ્થિતિ માં યોજાયેલ કિસાન પંચાયત માં પણ પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો તેમને હડધૂત કરી અપમાનિત કર્યા હતા અને કિસાન નેતાઓ ને પોલીસ મોબાઈલ વાન માં રવાના કરી દીધા હતા ત્યારે ભારતીય કિસાન સંઘ ના ગુજરાત ના પ્રમુખ જગમાલ આર્યે એલાન કર્યું હતું કે સમગ્ર ગુજરાત માં ભાજપ ના નેતાઓ ને ગામમાં નહીં ઘુસવા દઈએ..જેનો અનુભવ આજે નમો પંચાત કરવા ગયેલ ગુજરાત ભાજપ કિસાન મોરચા ના પ્રમુખ હિતેશ પટેલ ને કચ્છ માં થયો છે તેઓ કચ્છ જિલ્લા માં માંડવી તાલુકા માં નમો પંચાત કરવા ગયા હતા તેઓ કિસાનો ને રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં યોજનાઓ ને લઇ વાત કરવા પહોંચ્યા હતા જોકે કચ્છ ના ખેડૂતો એ તેમને સાંભળવા નો ઇન્કાર કર્યો હતો તમારા ગાંધીનગર માં જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેમના પ્રશ્નો હલ કરો ખેડૂતો ના નામે વાતો કરવાથી નેતા બની જવાય એના માટે તમારે જાતે ખેતી કરવી પડે ખેતી કરો તો ખબર પડે કેટલા વિશે 100 થાય .માત્ર એસી ગાડી માં ફરવા થી ખેડૂતો ના નેતા ના બની જાય અહીં જતા રહો અહીં તમારું કોઈ કામ કરો કામ કરવું જ હોય તો આંદોલનકારી ખેડૂતો ને મળી પ્રશ્નો ને હલ કરો નહિતર તમે ક્યાંય નમો કિસાન પંચાત નહીં કરી શકો.આ માત્ર કિસાન સેલ ના પ્રમુખ હિતેશ પટેલ પૂરતું નથી આતો માત્ર શરૂઆત છે આગામી સમયમાં ગુજરાત ભાજપ ના પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને તેમના પ્રધાન મંડળ ને પણ થઇ શકે છે.