ગાંધીનગર
ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફ થશે, MSP મળશે, પાણી મળશે અને ખેતીવાડી માટે 12 કલાક વીજળી મળશે : ગોપાલ ઇટાલિયા
આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ નવસારીના લીમડા ચોક જલાલપુર ખાતે ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર કર્યો.
ગોપાલ ઇટાલિયાએ ઘરે ઘરે જઈને આમ આદમી પાર્ટીની ગેરંટીઓની જાણકારી આપી.
ગોપાલ ઇટાલિયાએ જાતે લોકોના રજીસ્ટ્રેશન કર્યા બાદ લોકોને રોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યા.
ગુજરાતમાં ‘આપ’ની સરકાર બન્યા બાદ ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફ થશે, MSP મળશે, પાણી મળશે અને ખેતીવાડી માટે 12 કલાક વીજળી મળશે : ગોપાલ ઇટાલિયા
બાળકો માટે શાનદાર સરકારી શાળાઓ બનાવવામાં આવશે, ખાનગી શાળાઓમાં પણ ફી નિયંત્રણ માટે કાયદો રાખવામાં આવશે : ગોપાલ ઇટાલિયા
દરેક બેરોજગારને રોજગાર, બેરોજગારી ભથ્થુ, પરીક્ષા આપવા માટે મફ્ત બસ સેવા યુવાઓને મળશે,પેપરલીક વિરુદ્ધ કડક કાયદો બનશે : ગોપાલ ઇટાલિયા
વેપારીઓને GST અને VAT ના પેન્ડિંગ રિફંડ મળશે. લાયસન્સ રાજ, રેડ રાજ અને હપ્તાખોરી બંધ કરીને ભયમુક્ત વાતાવરણ બનાવવામાં આવશે : ગોપાલ ઇટાલિયા
18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને ₹ 1000 સન્માન રાશિ આપવામાં આવશે: ગોપાલ ઇટાલિયા
લોકોને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે અને તમામ જૂના બિલ માફ કરવામાં આવશે: ગોપાલ ઇટાલિયા
‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં આમ આદમી પાર્ટીને જનતા તરફથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ત્રીજી સપ્ટેમ્બરે રાજકોટ શહેરથી આમ આદમી પાર્ટીની ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ની શરૂઆત કરી, સ્થાનિક વિસ્તારોમાં જઇને આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો હતો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘરે ઘરે જઈને આ ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ કર્યું હતું. આ કેમ્પેનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલ ગેરંટીઓની માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આમ આદમી પાર્ટી આ કેમ્પેઈન દ્વારા સમગ્ર ગુજરાતમાં ખૂબ જ મજબૂત થઈ રહી છે. સમગ્ર ગુજરાતના લોકોએ પણ આ કેમ્પેન ને ખૂબ જ સારું સમર્થન આપીને એ સ્પષ્ટ કરી દીધું છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની રહેશે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે નવસારીના લીમડા ચોક જલાલપુર ખાતે ડોર ટુ ડોર પ્રચાર કરીને નવસારીના લોકોને આમ આદમી પાર્ટીની ગેરંટીઓની માહિતી આપી. ગોપાલ ઇટાલિયાએ વડીલોના આર્શીવાદ લીધા હતા અને સ્થાનિક લોકો વચ્ચે જઈને લોકો સાથે આમ આદમી પાર્ટીની ગેરંટી વિશે ચર્ચા કરી હતી.આમ આદમી પાર્ટીની મહત્વતા અને આમ આદમી પાર્ટી એ દિલ્હીમાં કરેલા કામો વિશે પણ માહિતી આપી. નવસારીની જનતાએ ગોપાલ ઇટાલિયાને ખુબ જ સારો આવકાર આપ્યો હતો.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આપેલી ગેરંટી વિશેની માહિતી ગોપાલ ઇટાલિાએ આપી હતી. યુવાઓ માટે 10 લાખ સરકારી નોકરીની ગેરંટી આપી છે અને નોકરી મળે નહીં ત્યાં સુધી દર મહિને રૂપિયા 3000 બેરોજગારી ભથ્થું મળશે, સરકારી પરીક્ષા આપવા જવા માટે બસ ભાડું મફત રહેશે, 80% પ્રાઇવેટ નોકરીઓ ગુજરાતના લોકો માટે અનામત રાખવામાં આવશે, પેપર લીક વિરુદ્ધ કડક કાયદો આવશે, IAS, IPS, એન્જિનિયરિંગ, મેડીકલમાં એડમિશન લેવા માંગતા યુવાઓ માટે ‘જય ભીમ યોજના’ લાગુ કરવામાં આવશે તેની માહિતી ગોપાલ ઈટાલિયાએ યુવાઓને આપી હતી.
ભારતને આગળ વધારવા માટે દેશને શિક્ષિત બનાવવા માટે બાળકો માટે શાનદાર સરકારી શાળાઓ બનાવવામાં આવશે, ખાનગી શાળાઓમાં પણ ફી નિયંત્રણ માટે કાયદો રાખવામાં આવશે તેની માહિતી ગોપાલ ઇટાલિયાએ વિદ્યાર્થીઓના માતા-પિતાને આપી હતી. કાચા કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. સફાઇકર્મીઓના પગાર વધારી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને તમને કાયમી નોકરી આપવામાં આવશે. મહિલાઓ માટે ખાસ ગેરંટી આપવામાં આવી છે, 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને ₹ 1000 સન્માન રાશિ આપવામાં આવશે તેની માહિતી મહિલાઓને આપી હતી.
ગુજરાતમાં લોકોને સારી સારવાર મળી રહે તેના માટે શાનદાર સરકારી હોસ્પિટલ બનાવવામાં આવશે તેની સાથે દરેક ગલી, દરેક ગામ, દરેક જિલ્લા, દરેક શહેરમાં મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે.ગુજરાતમાં 20 હજાર મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે. તમામ મેડિકલ સારવાર મફત કરાશે, તમામ દવાઓ, તમામ ટેસ્ટ, તમામ ઓપરેશન મફત થશે તેની માહિતી પણ ગોપાલ ઇટાલિયાએ લોકોને આપી હતી. લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે અને તમામ જૂના બિલ માફ કરવામાં આવશે.ભારત કૃષિ પ્રધાન દેશ છે પરંતુ આ દેશના ખેડૂતો ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેથી ખેડૂતો માટે પણ કેજરીવાલજીએ ખેડૂતો માટે પણ ગેરંટી આપી છે કે, ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફ થશે, MSP મળશે, પાણી મળશે અને ખેતીવાડી માટે ઓછામાં ઓછા 12 કલાક વીજળી પણ મળશે. વેપારીઓને GST અને VAT ના પેન્ડિંગ રિફંડ મળશે. લાયસન્સ રાજ, રેડ રાજ અને હપ્તાખોરી બંધ કરીને ભયમુક્ત વાતાવરણ બનાવવામાં આવશે.
લોકો સાથે વાત કર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ જાતે જ લોકોના રજીસ્ટ્રેશન માટે લોકો પાસે આમ આદમી પાર્ટીના રજીસ્ટ્રેશન નંબર પર મિસ કોલ કરાવ્યા અને ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઈન’ અંતર્ગત લોકોના નામ, વિધાનસભાનું નામ, ફોન નંબર તેમજ પરીવારની સંખ્યા અને અન્ય માહિતી લઈને લોકોને રોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યા.
‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં આમ આદમી પાર્ટીને જનતા તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. ખુબ જ મોટી સંખ્યામાં લોકો ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલજી દ્વારા કરેલા કામના વખાણ પણ કરી રહ્યા છે. ગુજરાતની જનતાને વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલજી જે કહે છે તે કરીને બતાવે છે. એટલે ગુજરાતમાં બદલાવ માટે લોકો હવે આમ આદમી પર જ ભરોસો કરી રહ્યા છે. આવનારી ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક બદલાવ જરૂર આવશે.