Connect with us

અમદાવાદ

ભાજપ ના જાણીતા નેતા વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ અને વિશ્વ ના જાણીતા કોમેડિયન ધારશીભાઇ બેરડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.

Published

on

ભાજપ ના જાણીતા નેતા વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ અને વિશ્વ ના જાણીતા કોમેડિયન ધારશીભાઇ બેરડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ગુજરાત ના સાડા 6 કરોડ લોકો ની લડાઈ લડવા માટે આજે આવા મહાનુભાવો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટી દરેક સમાજના લોકો નું સહર્ષ સ્વાગત કરે છે: મનોજ સોરઠીયા

દિલ્હી અને પંજાબના કામો થી પ્રભાવિત થઈને આજે આખું ગુજરાત ‘આપ’ સાથે જોડાઈ રહ્યું છે: મનોજ સોરઠીયા

 

Advertisement

અમદાવાદ/સુરત/ગુજરાત

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતના બે મહાનુભાવો આમ આદમી પાર્ટી ના પરિવાર માં સામેલ થઇ રહ્યા છે. ભાજપ ના જાણીતા નેતા વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ અને વિશ્વ ના જાણીતા કોમેડિયન ધારશીભાઇ બેરડીયા એ ગુજરાત ના સાડા 6 કરોડ લોકો ની લડાઈ લડવા માટે આજે આ મહાનુભાવો એ આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેની આમ આદમી પાર્ટી ના પુરા પરિવાર ને ખુશી છે. તાજેતરમાં સુરતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હી ના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ મફત વીજળી ની પ્રથમ ગેરંટી આપીને સમગ્ર ગુજરાત ને નવી ભેટ આપી છે. તે જ સમયે વસાવા પરેશભાઈ ગોવિંદભાઈ, વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર ધારશીભાઈ બેરડીયા અને વસાવા પરેશભાઈ ના પત્ની વસાવા શીતલબેન, અરવિંદ કેજરીવાલ જી ના હાથે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

મનોજ સોરઠીયા એ મહાનુભવો ના હોદ્દા જણાવતા કહ્યું કે, ગુજરાતના વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ, નિઝર વિધાનસભા થી 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના પિતા પણ 3 વાર ધારાસભ્ય અને ગુજરાત માં મંત્રી રહી ચુક્યા છે. તેમના પત્ની જે થોડા દિવસ પહેલા જ અરવિંદ કેજરીવાલ જી ના હાથે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટી માં જોડાયા છે જે 15 વર્ષ સુરત જિલ્લા પંચાયતના સદસ્ય અને અલગ અલગ સમિતિના સભ્ય તથા પ્રમુખ રહી ચુક્યા છે. પરેશભાઈ બીજા પણ ઘણા સામાજિક સમૂહ ના સભ્ય રહી ચૂક્યા છે જે લોકકલ્યાણ માટે કાર્યરત છે. તેમણે પોતે હાલમાં આદિજાતિ વિકાસ નિગમના ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી સાથે છેડો છૂટો પાડ્યો છે અને માનનીય અરવિંદ કેજરીવાલ જી ના કાર્યો થી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

તેમની સાથે જ બીજી વિશ્વ ની નામચીન વ્યક્તિ જેણે કૉમેડી જગત માં દુનિયાભરમાં તેમનું નામ કરી ગુજરાત રાજ્ય નું ગર્વ વધાર્યું છે, એવા ધારશીભાઇ બેરડીયા આજે આમ આદમી પાર્ટી માં જોડાઈ ને કૉમેડી સાથે જનસેવામાં પણ પોતાનું સર્વસ્વ યોગદાન આપવા જઈ રહ્યા છે. ધારશીભાઇ બેરડીયા એ મુંબઈ હોય કે વિદેશ, ટીવી હોય કે બોલિવૂડ બધા ક્ષેત્રોમાં પોતાની કળા નો ઉપયોગ કરી કૉમેડી જગતમાં ખુબ નામ કમાવ્યુ છે અને દર્શકો નો ઘણો પ્રેમ પ્રાપ્ત કર્યો છે. આમ આદમી પાર્ટી ને ઘણી ખુશી છે કે આવી મહેનતી અને લોકપ્રિય વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને લોકસેવાના કાર્યોમાં સક્રિય થવા માંગે છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડૂક એ વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ અને ધારશીભાઇ બેરડીયા ને આમ આદમી પાર્ટી ના ટોપી અને ખેસ પહેરાવીને હૃદય પૂર્વક આમ આદમી પાર્ટી માં સ્વાગત કર્યું. અને ગુજરાત ની જનતા ની સેવા કરવા માટે શુભેચ્છાઓ આમ આદમી પાર્ટી વતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

Advertisement

વસાવા પરેશભાઈ ગોવિંદભાઇ એ આમ આદમી પાર્ટી માં જોડાવા પર ટિપ્પણી કરતા કહ્યું કે, મેં ભારતીય જનતા પાર્ટી માં રહીને ભ્રષ્ટાચાર રોકવાનો ઘણો પ્રયાસ કર્યો છે, ઘણા પત્રો પણ લખ્યા છે, પરંતુ તેમને આ કરોડો ના ભ્રષ્ટાચાર ને નાની વાત કહીને દબાવી દીધી છે. અમે અમારા પંદર વર્ષ ના રાજકારણ માં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી પરંતુ ભાજપ તેની હરકતો થી બાજ નથી આવતી. અને તેની સામે જ હવે દેશ માં આમ આદમી પાર્ટી જેવી પણ એક પાર્ટી ઉભી થઇ છે જેમાં કટ્ટર ઈમાનદારી થી જ કામ થાય છે. દિલ્હી અને પંજાબ ના કાર્યો થી પ્રભાવિત થઈને મેં આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અને હું ખાતરી આપું છું કે અમે બધા સાથે મળીને આ વખતે ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનાવીશું.

ધારશીભાઇ બેરડીયા એ આમ આદમી પાર્ટી માં જોડાવા પર ટિપ્પણી કરતા કહ્યું કે, હું મારી મરજી થી કોઈ પણ પ્રકાર ના દબાણ વગર અને કોઈ પણ પ્રકાર ના લોભ લાલચ કે ઓફર વગર આમ આદમી પાર્ટી માં જોડાયો છું. ઘણા બધા લોકો એ પૂછ્યું કે આમ આદમી પાર્ટી જેવી નાની પાર્ટી જ કેમ? હું એ બધાને કહેવા માંગુ છું કે લોકો ભ્રષ્ટાચાર કરવા માટે ભાજપ માં જોડાય છે. પરંતુ જે જનસેવા માટે કાર્યરત થવા માંગે છે એ આમ આદમી પાર્ટી માં જોડાય છે. અરવિંદ કેજરીવાલ જેવા ભણેલા ગણેલા નેતા ના નેતૃત્વ માં આમ આદમી પાર્ટી ફક્ત ઈમાનદારી ના રસ્તે જનસેવા નું કામ કરે છે અને એ જ વિચારધારણા ને આખા દેશમાં ફેલાવવા માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને મારાથી થાય એટલું યોગદાન આપવા માંગુ છું.

આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફેરેન્સ માં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડૂક પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

Advertisement

 

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.