અમદાવાદ
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે,,ત્યારે આ વખતે ભાજપની જીત પાકી માનવામાં આવી રહી છે
પરિણામે દાવેદારોની સંખ્યા પણ વધુ છે,, વાત હિમ્મતનગર વિધાનસભાની કરીએ અહી બે પ્રમુખ દાવેદારો છે, જેમાં
પુર્વ ગૃહ પ્રધાન અને દિવ દમણના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલના સિધ્ધાર્થ પટેલ અને હાલના ધારાસભ્ય રાજેન્દ્ર સિહ ચાવડા છે
વાત હિમ્મતનગર વિધાનસભાના ઇતિહાસની
વર્ષ 1962માં કોંગ્રેસના શંકર ભાઇ પટેલે સ્વતંત્ર પક્ષના જોઇતારામ ભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના ડી, હિમ્મતસિહજીએ કોગ્રેસના શંકર ભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 1972માં કોગ્રેસના શંકર ભાઇ પટેલે એનસીઓના દેવ શંકર રાવલને હરાવ્યા
વર્ષ 1975માં કોગ્રેસના ભગવાનદાસ પટેલે ભારતિય જનસંધના શ્રીરામ નરસિહ દાસને હરાવ્યા
વર્ષ 1980માં ભાજપના નાથા ભાઇ પટેલે કોગ્રેસ આઇના ભગવાનદાસ પટેલને હરાવ્યા
વર્ષ 1985માં કોગ્રેસના લાખાભાઇ પટેલે જેએનપીના ભગવાન દાસ પટેલને હરાવ્યા
વર્ષ 1990માં જનતાદળના ભગવાન દાસ પટેલે કોગ્રેસના રણજીત સિહ ઝાલાને હરાવ્યા
વર્ષ 1995માં ભાજપના રણજીત સિહ ચાવડાએ કોગ્રેસના ભગવાન દાસ પટેલને હરાવ્યા
વર્ષ 1998માં ભાજપના રણજીત સિહ ચાડવાએ કોગ્રેસના ભગવાનદાસ પટેલને હરાવ્યા
વર્ષ 2002માં ભાજપના રણજીત સિહ ચાવડાએ કોગ્રેસના ભરત સિહ રહેવને હરાવ્યા
વર્ષ 2007માં ભાજપના પ્રફુલ પટેલે કોગ્રેસના સી કે પટેલને હરાવ્યા
વર્ષ 2012માં કોગ્રેસના રાજેન્દ્ર સિહ ચાવડાએ ભાજપના પ્રફુલ પટેલને હરાવ્યા
વર્ષ 2017માં ભાજપના રાજેન્દ્ર સિહ ચાવડાએ કોગ્રેસના કમલેશ પટેલને હરાવ્યા
હિમ્મત નગરના રાજનૈતિક ઐતિહાસિક તથ્યો
હિમ્મનગર વિધાનસભા બેઠક પણ પાટીદારો અને ક્ષત્રિયોનુ પ્રભુત્વ રહ્યુ છે,,
સૌથી વધુ વખત ચૂંટણી લડવાનો રેકોર્ડ ભગવાનદાસ પટેલના નામે છે.
તો પક્ષ બદલવામાં પણ ભગવાનદાસ પટેલ અગ્રેસર રહ્યા છે
વર્ષ 1962થી 1990 સુધી સતત પાટીદાર સમાજનું હિમ્મત નગર બેઠક પર એક ચક્રીય શાષન રહ્યું
વર્ષ 1992માં બાબરી મસ્જીદ ધ્વસ્ત થયા બાદ ગુજરાતમાં પરિવર્તનનો પવન ફુંકાયો
ગુજરાતમાં ભાજપની પ્રથમ વખત સરકાર બની, હિમ્મત નગરમાં પણ પાટીદારોના એક ચક્રીય શાસનનો અંત આવ્યો
અને પ્રથમ વખત ક્ષત્રિય સમાજના રણજીત સિહ ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાયા,
તેઓ વર્ષ 1998 અને 2002માં આ બેઠક જાળવી હેટ્રીક સર્જી,
વર્ષ 2007માં તેમને ટીકીટ ન મળી તેમના સ્થાને રાજ્ય સરકારના મંત્રીના પીએ રહી ચુકેલા પ્રફુલ પટેલને
હિમ્મત નગર બેઠક પરથી ભાજપે મૈદાનમાં ઉતાર્યા અને તેઓ જીત્યા,,અને ગુજરાતમાંથી અમિત શાહની વિદાય બાદ
પ્રફુલ પટેલ ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન બન્યા,,
વર્ષ 2012માં પુર્વ કુટીર ઉદ્યોગ પ્રધાન રણજીત સિહ ચાવડાના પુત્ર રાજેન્દ્રસિહ ચાવડા કોગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપ
સરકારના ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ પટેલને હરાવ્યા
વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી દરમિયાન તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્રમોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા
જેની સાથે ગુજરાત ભાજપે કમલમ ઓપરેશન શરુ કર્યુ, જેના ભાગ રુપે મુળ ભાજપ પરિવારમાંથી આવતા
રાજેન્દ્ર સિહ ચાવડા કોગ્રેસ છોડી ભાજપમાં પરત ફર્યા, તેઓ પેટા ચૂંટણી લડ્યા અને જીત્યા,, છતાં તેમને કમલમ પેકેજનો લાભ
નથી મળ્યો,, મહત્વપુર્ણ બાબત તો એ છે કે તેમના પછી કોગ્રેસ છોડીને ભાજપમા આવનાર, રાધવજી પટેલ, કુવરજી બાવળીયા
જવાહર ચાવડા, ધર્મેન્દ્ર સિહ જાડેજા, સહિનતા ધારાસભ્યો પ્રધાન બની ચુક્યા છે, જ્યારે નિમા બેન આચાર્ય ગુજરાત વિધાનસભાના
અધ્યક્ષ બન્યા છે જ્યારે જનતા દળ છોડીને આવેલા યોગેશ પટેલને પણ પ્રધાન પદ પ્રાપ્ત થયુ છે,
કોગ્રેસને છેહ દેનાર રાજેન્દ્ર સિહ ચાવડાને પ્રધાન પદનુ ઇનામ મળ્યું નથી,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
હિમ્મતનગરના દાવેદારો !
રાજેન્દ્રસિહ રણજીત સિહ ચાવડા – હાલના ધારાસભ્ય
સિધ્ધાર્થ પ્રફુલ ભાઇ પટેલ- પુર્વ ગૃહરાજ્ય પ્રધાનના પુત્ર અને સોશિયલ મિડીયા કન્વીનર
જે ડી પટેલ, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ
હિતેશ પટેલ -કિસાન મોર્ચા- ગુજરાત પ્રમુખ ભાજપ
કૌશલ્ય કુવરબા, મહિલા ઉપ પ્રમુખ,
રેખાબા ઝાલા,, મહિલા અને બાલ કલ્યાણ જિલ્લા પચાયતના સમિતી
જેઠા ભાઇ પટેલ,, સાબર ડેરીના પુર્વ ચેરમેન
હસમુખ પટેલ તાલુકા ભાજપનો પ્રમુખ
મહેશ અમિચંદ પટેલ, સાબરકાંઠા બેંકનો ચેરમેન
ગોપાલસિહ રાઠોડ, મુળ કોગ્રેસી અગ્રણી છે,પણ તેઓ ભાજપમાં સક્રીય છે,, વ્યવસાયિક છે,
હિમ્મત નગરમાં પરિવારવાદ
આમ તો વડા પ્રધાન નરેન્દ્રમોદી પરિવારવાદમાં માનતા નથી, તેઓ મેરીટના આધારે કાર્યકર્તાને ટીકીટ આપવામાં માને છે..
જો કે હિમ્મતનગરની વાત કરીએ તો દિવ દમણનગર વહીવટદાર પ્રફુલ પટેલના પુત્ર સિધ્ધાર્થ પટેલ ગુજરાત ભાજપ સોશિયલ મિડીયા
સેલના કન્વિનર છે, તેઓ પણ આ બેઠક માટે પ્રબલ દાવેદાર મનાય છે, અને સિધ્ધાર્થ પટેલની કામગીરીથી વડા પ્રધાન નરેન્દ્રમોદી પણ
પ્રભાવિત છે તેમ માનવામાં આવે છે,, તો બીજી બાજુ હાલના ધારાસભ્ય રાજેન્દ્ર સિહ ચાવડા પુર્વ પ્રધાન રણજીત સિહ ચાવડાના
પુત્ર છે..આમ જો આ બન્ને પૈકી કોઇ એકને ટિકીટ આપવાનુ થાય તો ભાજપ ઉપર પરિવારવાદનો આરોપ લાગી શકે છે, પણ જ્યારે
વાત સીટ જીતવાની હોય તો કોઇ પણ ફેક્ટર કામ કરતા નથી,
છતાં ટિકીટ કોને આપવી કોને નહી તે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નકકી કરશે,,