ગાંધીનગર
ભાજપમાં શરુ થયો પોસ્ટર્સ યુધ્ધ,નેતાઓની ચિન્તા વધી !
ભાજપમાં શરુ થયો પોસ્ટર્સ યુધ્ધ,નેતાઓની ચિન્તા વધી !
ગુજરાત વિધાનસભાની ચૂટણી આવતાની સાથે જ ભાજપનો આતંરિક જુથવાદ બહાર આવવા લાગ્યો છે, વર્ષ 2019માં અમરાઇવાડી વિધાનસભાની યોજાયેલ પેટા ચૂંટણીમાં જીતેલા અમદાવાદના પુર્વ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પટેલ વિરુધ્ધ પત્રિકા અને પોસ્ટર્સ યુધ્ધ શરુ થઇ ચૂકી છે, તેમના મત વિસ્તારમાં શોસિયલ મિડીયાના માધ્યમથી પત્રો પહોચત કરવામાં આવી રહ્યા છે સાથે સાથે અમરાઇવાડી વિધાનસભા મત વિસ્તારમાં જાહેર સ્થળો ઉપર બેન અને પોસ્ટર્સ દ્વારા તેમનો વિરોધ કરાઇ રહ્યો છે,પોસ્ટર્સમાં સ્પષ્ટ પણે લખાયુ છે કે ઉત્તર ગુજરાતના ઉમેદવારને ટિકીટ આપવામાં આવે, નહીતર ભાજપની કારમી હાર થશે, તેવી દહેશત વ્યક્ત કરાઇ છે, ત્યારે નોધનિય છે કે જગદીશ પટેલ પોતે ઝાલાવાડી પટેલ જેને લઇને ઉત્તર ગુજરાતના પાટીદરોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે, ત્યારે જોવાનુ છે કે ભારતિય જનતા પાર્ટી તેમની સામે થઇ રહેલા વિરોધને ધ્યાનમાં લેશે કે પછી પછી તેમની સીટ બદલશે,
અમરાઇવાડીમાં તેમના વિરોધને જોતા શુ તેમને અન્ય સીટ ઉપર મોકલશે,,તેઓ વડા પ્રધાન નરેન્દ્રમોદી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલના પણ એકદમ અંગત વિશ્વાસુ છે ત્યારે ભાજપ તેમને નિકોલ, કે વટવા વિધાનસભામાં ટિકીટ આપશે તેવી ચર્ચાઓ ભાજપમાં શરુ થઇ ગઇ છે,
વિધાનસભા ચૂંટણીઓ જીતવા ભાજપ ઉતારશે રાજકારણી અધિકારીઓની ફોજ !
ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !