એન્ટરટેનમેન્ટ
‘શેપ ઓફ યુ’ માં રકુલ પ્રીત સિંહએ શુ કર્યો ખુલાસો
‘શેપ ઓફ યુ’ માં રકુલ પ્રીત સિંહએ શુ કર્યો ખુલાસો
પોતાની ફિટનેસ માટે જાણીતી બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના શો ‘શેપ ઓફ યૂ’ પર આ વખતે બોલીવુડની ક્યૂટ એન્ડ ફિટ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ મહેમાન બની. રકુલે શો પર પોતાની ફિટનેસ સાથે જોડાયેલા કેટલાક સિક્રેટ્સ શેર કર્યા. સાથે જ જણાવ્યુ કે ફિલ્મોમાં આવવાના શરૂઆતી દિવસોમાં તેમણે બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો. શિલ્પાએ રકુલની ડાયટથી લઈને વર્કઆઉટ રૂટીન સુધી દરેક પાસા પર પ્રશ્ન કર્યા. જેનો રકુલે ખૂબ જ સહજતાથી જવાબ આપ્યો.
સ્ટેટ લેવલ ગોલ્ફર અને હોર્સ રાઈડિંગના શોખીન રકુલ પ્રીત સિંહએ ફિટનેસ સાથે જોડાયેલા પોતાના કેટલાક સિક્રેટ્સ શિલ્પા શેટ્ટીના શો પર શેર કર્યા. રકુલે જણાવ્યુ કે ભલે શૂટિંગ સવારે 5 વાગ્યાથી શરૂ થાય તે વર્કઆઉટ કર્યા વિના દિવસની શરૂઆત કરતી નથી. તેઓ સવારે 3 વાગે ઉઠીને પણ વર્કઆઉટ કરે છે. સમય ઓછો હોય તો ભલે અડધા કલાક માટે પરંતુ વર્કઆઉટ કર્યા વિના તેઓ દિવસની શરૂઆત કરતા નથી. સવારે સૌથી પહેલા રકુલ બટર કોફી કે ઘી કોફી પીએ છીએ. સાતમા દિવસે તેઓ માત્ર યોગની સાથે દિવસની શરૂઆત કરે છે.
રકુલે એ પણ જણાવ્યુ કે જો કોઈ દિવસે તે વર્કઆઉટ કર્યા વિના સેટ પર જાય તો તે એટલુ ચિડીયાપણુ અનુભવે છે કે તેમના સ્ટાફ પણ આ વાતને અનુભવે છે. રકુલ ડાયટ વિશે જણાવતા કહે છે કે તેઓ ઘરનુ ખાવાનુ, દાળ, રોટલી અને શાકભાજી ખાવાનુ પસંદ કરે છે. તેમનુ માનવુ છે કે એક સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મગજ વસે છે. આ વાતચીત દરમિયાન રકુલે એ પણ જણાવ્યુ કે બોલીવુડમાં તેમને પણ બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 20 વર્ષની ઉંમરમાં તેઓ મુંબઈ આવ્યા હતા, તો કેટલાક લોકોએ તેમને કહ્યુ હતુ કે તેમણે હજુ વધુ પાતળુ થવુ પડશે.