અમદાવાદ

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કોને કહ્યુ પાટીદાર યુવાનો મુર્દાબાદ કરે છે તેમને સમજાવો

Published

on

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કોને કહ્યુ
પાટીદાર યુવાનો મુર્દાબાદ કરે છે તેમને સમજાવો

ભાજપના જે પી નડ્ડાએ ગાંધીજી વિશે જે લખ્યુ,તે ગોડસેને પુજવા વાળા લોકોએ પણ વાંચવુ જોઇએ

સુરતમાં પાટીદાર ગ્લોબલ બિઝનસ સમિટનું આયોજન થયુ,,ત્યારે પાટીદારોના આ કાર્યક્રમમાં ખેતીને ગ્લોબલ બિઝનસ બનાવવા
વડા પ્રધાને હાકલ કરી હતી તો સાથે નાના શહેરોમાં વ્યવસાયને વિકસીત કરવા પણ અપિલ કરી હતી, પણ સૌથી મહત્વની વાત
તેઓએ પોતાના મનની વાત પણ કરી હતી કે તમારા દિકરાઓ અમારો વિરોધ કરવા નિકળી પડે છે,,તેમને સમજાવો કે પહેલા
કેવી પરિસ્થિતિ હતી,,ત્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદી આડકતરી રીતે એવા તમામ પાટીદાર નેતાઓ ઉપર પ્રહાર કર્યા જેઓ
હાલ ભાજપ કે વડા પ્રધાનના વિરોધ કરી રહ્યા છે,,

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

80 હજાર કરોડનો ખાદ્યતેલ આયાત કરવો પડે છે-પીએમ
સુરતમાં પાટીદાર ગ્લોબલ બિઝનસ સમિટનુ આયોજન થયુ, આ કાર્યક્રમ સરદાર ધામ આયોજિત હતું જેનો ઉદ્ઘટાન વિડીયો કોન્ફરંસના માધ્યમથી
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કર્યુ,,વડા પ્રધાન નરેદ્રમોદીએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન થોડુ ભાષણ હિન્દીમાં કર્યુ,,પણ મોટા ભાગનુ ભાષણ ગુજરાતીમાં કર્યુ
વડા પ્રધાને પાટીદાર વ્યવસાયિકોને ખેતી આધારિત વ્યવસાયને ગ્લોબલ બનાવવા વાત કરી, સાથે ગાય આધારિત ગોબરધન મોડેલને પણ મજબુત કરવાની હાકલ કરી
મહત્વની વાત એ છે કે વિશ્વને અનાજ આપતા ભારતમાં દર વરસે 80 હજાર કરોડનો ખાદ્યતેલ આયાત કરવુ પડે છે,,તેને લઇને પણ તેઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ

Advertisement

ઇડરિયા ગઢની ભાજપ કોને આપશે ચાવી !

નાના શહેરોમાં વ્યવસાય કરો- પીએમ
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ પાટીદારો વ્યવસાયિકોને ડાયમંડ કંસ્ટ્ક્શનની સાથે પ્રાકૃતિક ખેતીને પણ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આહ્વાન કર્યુ અને તેમાં
મોટા વ્યવસાયિક સ્કોપ હોવાનો દાવો કર્યો,, તે સિવાય જે પણ નવો વ્યવસાય થાય તે મોટા શહેરનો બાદ કરતા નાના અને મધ્યમ કદના શહેરોમાં
કરવા માટે સલાહ આપી,જેથી નાના શહેરો મજબુત થાય અને લોકોને સ્થળતાન્તર કરવાની જરુર ન પડે,, ગ્રામ્ય આધારિત વ્યવસ્થાને મજબુત કરવાની પણ
સલાહ વડા પ્રધાન નરેન્દ્રમોદીએ આપી,,

સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !

ખેતીને વ્યવસાયિક બનાવવા હાકલ કરતા પીએમ

વડા પ્રધાને ત્યાં સુધી કહ્યુ કે તમારા યુવાનો અત્યારે સારા સ્ટાર્ટઅપ કરીરહ્યા છે, તેમાં સૌર ઉર્જા,ઓર્ગેનિક ખેતીને લઇને પણ સારા સ્ટાર્ટઅપ થઇ શકે છે,
નવા આઇડિયા સાથે અને પ્રોપર દસ્તાવેજો સાથે જો મને મળશો તો હુ ચોકક્સ સમય આપીશ,,અને જે પણ નિતિયોમાં બદલાવ કરવાની જરુર છે
તેમાં બદલાવ જરુરથી કરાશે,,સાથે યોગ્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વિશ્વને નવી રાહ ચિંધી શકાય છે,

Advertisement

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

વિરોધ કરનારા યુવાનોને સમજાવો- પીએમ

વડા પ્રધાન નરેન્દ્રમોદી કહ્યુ કે તેઓએ જ્યોતિગ્રામ યોજના શરુ કરી,જેનાથી ગામડાઓમાં 24 કલાક વિજળી મળી,,અને સુરત જેવા શહેરોમાં થી લોકો
ગામડાઓમાં જઇને પરિવાર સાથે રહીને પણ ધંધો વ્યવસાય કરવાની શરુઆત કરી,,અને આર્થિક સમ્પન્નતા મેળવી,, પણ તમારા દિકારા અમારો
વિરોધ કરે છે, અને મુર્દા બાદ,મુર્દાબાદ કરે છે, તેમને સમજાવજો કે પેહલા કેવા દિવસો હતાં, અંધારામાં દિવસો પસાર કરવા પડતા હતા, આમ
વડા પ્રધાન સિધી આમ કહીને પાટીદાર અનામત આદોલન સામે સવાલ ઉભા કર્યા,,સાથે પાટીદાર વ્યવસાયિકોને પણ કહ્યુ કે ભારત સરકાર કે
રાજ્ય સરકાર તમારી સાથે છે,,ત્યારે તમારા દિકરાઓને વિરોધ ન કરવાની આડકતરી રીતે સલાહ પણ આપી છે

અલ્પેશ ઠાકોર ને સાચવવા કેટલાનો લેવાશે ભોગ !


પીએમએ કોના પણ તાક્યુ નિશાન

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ વિરોધની વાત કહીને સીધી રીતે એવા તમામ પાટીદાર નેતાઓ સામે નિશાન તાક્યું જે પાટીદાર નેતાઓ ભાજપ અને
વડા પ્રધાન નરેન્દ્રમોદી સામે રાજનિતિક વિરોધમાં છે, જેમાં હાર્દીક પટેલથી લઇને અનેક નેતાઓ ગુજરાતમાં સક્રીય થઇને ભાજપની જીત સામે
વિધ્ન નાખી ચુક્યા છે, હાલ તો નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના વચ્ચે વડા પ્રધાનનુ આ નિવેદન સુચક છે, આમ કહીને નરેન્દ્રમોદીએ જે પાટીદાર
યુવાનો તેમનો અથવા ભાજપના વિરોધ કરે છે તેવા યુવાનોને મનાવવાની જવાબદારી પાટીદાર વ્યવસાયિકો ઉપર નાખી દીધી છે,

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version