અમદાવાદ
ભાજપ માટે વિસ્તારકો બનાવશે જીતની ફોર્મ્યુલા
ભાજપ માટે વિસ્તારકો બનાવશે જીતની ફોર્મ્યુલા
ગુજરાત વિધાનસભા ની ચૂંટણીઓ ને ગણતરી ના મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાત બીજેપી એ 27 વર્ષ થી ગુજરાત નો ગઢ જાળવી રાખવા માટે રણનીતિ ઘડી કાઢી છે..એ માટે સમગ્ર ગુજરાત માં બીજેપીએ ફરી એક વાર
વિસ્તારકો વાળી રણનિતીને અમલમાં મુકી છે, જેના માટે 135થી વધુ વિસ્તારકોને તૈયાર કરી દેવાયા છે, તેમને બે દિવસ સુધી ખાસ તાલિમ પણ અપાઇ છે, અને તેઓ હવે વિસ્તારમાં જઇને ગુપ્ત રિપોર્ટ તૈયાર કરીને
ભાજપને આપશે,,અને એ રિપોર્ટના આધારે હવે પાર્ટી લાઇન ઓફ એક્શન તૈયાર કરશે,
એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !
ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કાર્યકર્તાઓને વિધાનસભા ચૂટણીમાં માઉન્ટ એવરેસ્ટ જેવો લક્ષ્ય આપ્યો છે, એટલે કે રાજ્યમાં 182 વિધાનસભા બેઠકો જીતવી લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે,
ત્યારે અસંભવને સંભવ કરવા માટે ભાજપે સંધની વિસ્તારક નિતી અપનાવી છે, જેના માટે અડાલજમાં વિસ્તારકોની ખાસ પ્રશિક્ષણ શિબિરનુ આયોજન થયું, આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ,પ્રદેશ બીજેપી પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ ,
પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ,પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ,રજની પટેલ ,વિનોદ ચાવડા અને ભાર્ગવ ભટ્ટ સહીત બીજેપી ના સિનિયર નેતાઓ ની ઉપસ્થિતિ રહ્યા હતા,
કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને
આ પ્રશિક્ષણ શિબિરજેમાં દરેક વિધાનસભા મત વિસ્તાર માં જઈ તે વિસ્તાર માં બીજેપી ની સ્થિતિ , વિપક્ષની સ્થિતિ, ધાર્મિક સંસ્થાઓ પ્રભાવ, સમાજીક સંસ્થા, ધાર્મિક અને સામાજિક આગેવાનોનો પ્રભાવ અને તેમનો
ઝુકાવ કઇ તરફ છે,, સાથે વર્તમાન ધારાસભ્ય દ્વારા કરવા માં કામો ,તેનો વિસ્તાર માં લોકો માં છાપ ઉપરાંત બેઠક જીતવા માટે કેવા પ્રકાર ના કામો કરવા ની જરૂરિયાત છે તેમજ જીતી શકે તેવા સંભવિત દાવેદારો ના નામો સહીત ગુપ્ત રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના અપાઈ છે
તેઓ આગામી સમય માં રાજય ની 182 વિધાનસભા બેઠકો પર જઈ ને પ્રવાસ કરી ને તેઓ ગુપ્ત રિપોર્ટ તૈયાર કરી ને પ્રદેશ ને સબમિટ કરશે.