Tips To Reduce Electricity Bill: ઉનાળાની ઋતુ ધીમે-ધીમે શરૂ થઈ રહી છે. અત્યારથી જ લોકોને પરસેવો વળવા લાગ્યો છે. ઉનાળામાં એસી, ફ્રિજ, કુલર અને વોશિંગ મશીનનો ઉપયોગ વધુ થાય છે, તેના કારણે વીજળીનું બિલ પણ વધુ આવે છે. જેની અસર આપણા ખિસ્સા પર પડે છે. પરંતુ જો તમે કેટલીક જરૂરી ટિપ્સ ફોલો કરો તો તમારું વીજળીનું બિલ 50 ટકા સુધી ઓછું થઈ શકે છે. આમાં તમારે ન તો કંજુસાઈથી AC ચલાવવું પડશે અને ન તો ગરમીમાં રહેવું પડશે. તમારે ફક્ત થોડું સાવધાન રહેવાનું છે. ચાલો તમને જણાવીએ એવી ટિપ્સ જેનાથી તમારા વીજળીના બિલમાં ઘટાડો થશે.
સોલર પેનલ લગાવડાવો
ભારતમાં સોલાર પેનલ શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવી શકો છો. તે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, પરંતુ તે તમારું વીજળીનું બિલ ઘટાડી શકે છે. તમે તેના વિશે ઓનલાઈન રિસર્ચ કરીને તમારા ઘર પ્રમાણે લગાવડાવી શકો છો.
એલઈડી લાઈટ લગાવો
એલઇડી લાઇટ ઓછી વીજળી વાપરે છે અને સારો પ્રકાશ પણ આપે છે. સાથે જ તમે બાકીના ઉપકરણો પણ 5 સ્ટાર રેટિંગવાળા લો. તેનાથી પણ તમારી વીજળીની બચત થશે.
આ રીતે પણ બચાવી શકો છો વીજળી
સીએફએલ બલ્બ અને ટ્યુબ લાઇટ કરતાં પાંચ ગણી વીજળી બચાવે છે, તેથી ટ્યુબ લાઇટને બદલે સીએફએલનો ઉપયોગ કરો. જે રૂમમાં લાઇટની જરૂર નથી, તેને બંધ કરો. ઇન્ફ્રારેડ સેન્સર, મોશન સેન્સર અને ડિમર જેવી વસ્તુઓનો ઉપયોગ કરો.
સીલિંગ અને ટેબલ ફેનનો કરો વધું ઉપયોગ
ઉનાળામાં એસી કરતાં સીલિંગ અને ટેબલ ફેનનો વધુ ઉપયોગ કરો. તેની પાછળ 30 પૈસા પ્રતિ કલાકના હિસાબથી ખર્ચ થાય છે, જ્યારે AC 10 રૂપિયા પ્રતિ કલાકના હિસાબે ચાલે છે. જો તમારે એર કંડીશન ચલાવવું હોય તો તેને 25 ડીગ્રી પર સેવ કરીને ચલાવો. તેનાથી પાવર વપરાશ પણ ઘટશે. સાથે જ જે રૂમમાં એસી ચાલું હોય તેનો દરવાજો બંધ કરી દો.
ફ્રિજ પર ન રાખો કુકિંગ રેન્જ
ફ્રિજ પર માઇક્રોવેવ જેવી વસ્તુઓ બિલકુલ ન રાખો. આના પરિણામે વધુ પાવર વપરાશ થાય છે. ફ્રિજને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો. રેફ્રિજરેટરની આસપાસ હવાના પ્રવાહ માટે પૂરતી જગ્યા આપો. ફ્રિજમાં ગરમ ખોરાક ન રાખવો. પહેલા તેને ઠંડો થવા દો.