મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
મૃદુ સ્વભાવના દાદાને નાના પોલીસ અધિકારી પણ ગાંઠતા નથી
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !
તોડ કાંડના માસ્ટર પીઆઇને ઉચ્ચઅધિકારીઓના અશિર્વાદ
ઘટના અમદાવાદના એસ જી હાઇવેની છે, જ્યાં એક વિવાદીત જમીનને લઇને એક પોલીસ સ્ટેશનનમાં અરજી થઇ,, અરજી પીઆઇ સાહેબ પાસે પહોચી,,પીઆઇ સાહેબે અરજી જોઇ અને તેમની શિયાળની જેમ લાળ ટપકવા લાંગી,, તેમને ક્લાઇંટ મજબુત લાગ્યો
તેઓએ સીધી રીતે વિવાદના સમાધાન માટે એક બે નહી પણ પુરા પાંચ કરોડ માંગી લીધા,, ત્યારે આ બિલ્ડરે સીધો મુખ્ય મંત્રી દાદાનો સંપર્ક સાધ્યો,, ત્યારે મુખ્ય મંત્રી કાર્યાલયમાં થી પીઆઇ સાહેબ નિયમ મુજબ કાર્યવાહી કરવાની સૂચના અપાઇ, કારણ કે
જમીનોની મેટર પોલીસના અંતર્ગત આવતી નથી, છતાં સુચનાઓનો ધરાર અવગણવના કરીને પીઆઇએ પાચ નહી પણ દોઢ કરોડનો તોડ કર્યો,, પછી બિલ્ડરે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં તોડ થયા અંગે અવગત કર્યા,,ત્યારે સીએમઓ પણ ચોંકી ઉઠ્યુ, પછી
સીએમઓએ તાત્કાલિક પીઆઇની તોડકાંડની માહિતી ઉચ્ચ અધિકારીને આપી પોલીસ સ્ટેશનમાંથી હટાવવા આદેશ આપ્યો, જો કે ઉચ્ચ પોલીસ અધિકારીએ બદલી તો કરી,, ઉલ્ટા આખા શહેરનો વહીવટનો હવાલો આપી દીધો,,
આની જાણ સીએમઓને થઇ,,તો મૃદૃ સ્વભાવના દાદા લાલ ચોળ થઇ ગયા,અને તેઓએ વ્યક્તિગત ફોન કરીને ઉચ્ચ અધિકારીને ઝાટક્યા,, અને પીઆઈને અન્યત્ર ખસેડવા આદેશ કર્યા,, તો મજબુરીમા ઉચ્ચ અધિકારીને સાઇડ પોસ્ટીંગ આપવુ પડ્યુ,
,, ઉચ્ચ અધિકારીને દાદાનો સ્વભાવ ખ્યાલ આવી જતા,,એક અઠવાડીયા સુધી તેઓ કુરનીશ બજાવવા ગાંધીનગરના આટાફેરા મારી રહ્યા છે, પણ તેમને દાદા સમય આપતા નથી,
પીઆઇ ઉચ્ચ અધિકારીના છે કમાઉ દિકરા,,
તોડકાંડ માસ્ટર ગણાતા પીઆઇ ગુજરાતના ડીજી કક્ષાના પોલીસ અધિકારીનો આશિર્વાદ છે, સ્થાનિક પોલીસ અધિકારીઓમાં ચર્ચા
છે કે પીઆઇ સાહેબ મોટા અધિકારીના માનસ પુત્ર છે,,કમાઉ પુત્ર છે, તેઓ મોટા અધિકારીને તમામ પ્રકારની સમાજીક અને વ્યવહારિક મદદ કરતા હોય છે,સુત્રોની માનીએ તો
મોટા અધિકારી સાહેબનું સરકારી અને ખાનગી બંગલામાં જે લાખોનું રાચ રચીલુ અને મોધું દાટ ફર્નિચર વસાવ્યુ તે આ પીઆઇના વહીવટનો પ્રતાપ છે,,એટલે મોટા અધિકારી જે આદેશ કરે ,,તેને જી હજુર મેરે આકા કરીને તેઓ કોઇ પણ
પ્રકારની સેવા કરવા તત્પર હોય છે, ક્યારેય તેઓ ના નથી પાડતા,,કારણ કે તેઓ એવા ગુલામ છે જે માત્ર હા માં જ માથુ હલાવે છે, પોલીસની ફરજ કરતા તેઓ મોટા અધિકારીની ગુલામી વધુ કરતા નજરે પડે, કારણ કે આ પીઆઇ મોટા અધિકારી સાહેબનુ તમામ
આર્થિક વહીવટનું કામ કાજ જોતા હોયછે જેથી તેમને મુખ્ય પ્રધાનનો પણ ડર લાગતો નથી, ,,કારણ કે ગુરુ મહેરબાન તો ચેલા પહેલાવાનની જેમ તેઓ મહાલતા હોય છે, મહત્વની વાત એ છે કે પીઆઇ સાહેબ મોટા અધિકારીની સાથે તેમના પરિવારની પણ સેવા
કરતા હોય છે, મહત્વની વાત એ છે કે મોટા અધિકારીની પત્નીને મુખ્યમંત્રી કોન્વેમાં જેવી જીપકાર વાપરવાનો શોખ જાગ્યો તો એક ડીસીપીને ફાળવેલી તે જ મોડેલની સરકારી ગાડી પોતાની પાસે મંગાવી લીધી,,હાલ મોટા અધિકારીની પત્ની આ કાર વાપરે છે, તેમ સુત્રો કહે છે
ભુપેન્દ્ર પટેલ સરકારના વખાણ કરીને પીએમ મોદીએ કર્યા એક તીર થી અનેક શિકાર !