પુર્વ મુખ્ય પ્રધાન વિજયરુપાણીની વિદાય બાદ ઘાટલોડિયાના ધારાસભ્ય
ભુપેન્દ્ર પટેલની મુખ્યપ્રધાન પદે તાજપોશી થઇ હતી, ત્યારે હવે ગુજરાત
વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતાડવાની ભુપેન્દ્ર પટેલ અને તેમની ટીમને
જવાબદારી છે ત્યારે દાદાની સરકારને સંધની પરિવારની ભગીની સંસ્થાઓની લઇ
સરકારી કર્મચારીઓ માલધારીઓ ચારે બાજુથી ભીસમાં લઇ રહ્યા છે,તેમાં હવે
મધ્યાહન યોજનાના કર્મચારીઓએ પણ ઝપલાવ્યુ છે, અને ભાજપ સરકારને ચિમકી આપી
છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરુધ્ધ મતદાન કરી તેમની તાકાત
બતાવશે,,
તેઓએ લેખિતમાં જે ચિમકી આપી છે, તે પ્રમાણ ેજોઇએ તો
તારીખ 5/9/2022 ના રોજ ગાંધીનગર મુકામે રાજ્ય સરકાર દ્વવારા કર્મચારીઓ ના
પ્રશ્ન ઉકેલ માટે 5 મંત્રીશ્રી ની સમિતિ બનાવેલ તેને તથા રાજ્ય ના
મુખ્યમંત્રી ને આવેદનપત્ર આપી રાજ્ય મંડળ ની કારોબારી સમિતિ દ્વવારા
નીચે મુજબ ના મધ્યાહન ભોજન યોજના ના કર્મચારી નો ના 15 તારીખ સુધી પ્રશ્ન
નો ઉકેલ ના આવે તો ગાંધીનગર માં તારીખ 17 સુધી ધારા 144 લાગુ હોય જેથી
નીચે મુજબ નો કાર્યક્રમ આપવા નું નક્કી કરેલ છે
આગમી કાર્યક્રમ
19 તારીખ સોમવાર ગાંધીનગર ધરણા
20 તારીખ થી કેન્દ્ર બંધ
અગામી વિધાનસભા ની ચૂંટણી કામગીરી નો બહિષ્કાર
શાશક પક્ષ વિરુદ્ધ આગામી વિધાનસભા માં મતદાન
કરવા નું કાલ ની રાજ્ય મંડળ ની કારોબારી માં નક્કી કરેલ છે
કિશોરચંદ્ર એમ જોશી
પ્રમુખ
ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ ગાંધીનગર