ચૂંટણી આવે છે !
અમદાવાદ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચરમ સિમાં ઉપર છે,,ત્ચારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના નિવાસા સ્થાને
રાત્રે 8 વાગ્યે ખાસ બેઠકનુ આયોજન કરાયો છે,જેમાં ઘારાસભ્યો,સાસંદો અને પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરાશે, જેમાં
તેમને ચૂંટણી લક્ષી કાર્યક્રમોની યાદી સોપી દેવાશે, જેમાં ભાજપના સ્થાપના દિવસને ફોક્સ કરાશે, સુત્રોની માનીએ તો આમ આદમી પાર્ટી
જેના પ્રચાર અભિયાનના ખાળવા માટે બીજેપી આક્રમક રીતે પ્રચાર અભિયાન 6 એપ્રિલથી શરુ કરશે,, જેની શરુઆત પીએમ નરેન્દ્રમોદી પોતાના ભાષણથી કરશે
ચંદ્રકાંત પાટીલની ખાસ મિટીંગ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાંજે દિલ્હીથી અમદાવાદ આવશે,, સુત્રોની માનીએ તો
ગાંધીનગર સીઆર પાટીલના નિવાસ સાથે ખાંડ મંડપ બંધાયું છે જેમાં 250થી 300 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે
અહી ખાસ બેઠક થશે, જેમાં ધાસાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે, આ બેઠકમાં
ગુજરાત વિધાનસભાની આવનારી ચૂટણીમાં પક્ષ તૈયારીની સમિક્ષા અને કાર્યક્રમોની અમલવારી ને તૈયારી સુચનાઓ અપાશે
ખાસ કરીને રાજ્ય અને કેન્દ્રની યોજનાઓ,સરકારે કરેલા કામો મતદારો સુધી વધુ પહોચાડવા અગે રણનિતિ બનાવાશે
ખાસ યોજના બનાવતી બીજેપી
આ બેઠકમાં 6 એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ છે, તે દિવસે પીએમ નરેન્દ્ર મોદી માર્ગ દર્શન આપશે, તે તમામ બુથોમાં
તે ભાષણ સાભળવાની વ્યવસ્થા કરવાની સુચના આપાશે,
તે સિવાય પેજ સમિતીઓનો કામોની પણ સમિક્ષા કરાશે, સુત્રોની માનીએ તો ઘડી જગ્યાએ 50 ટકા,તો કોઇ જગ્યાએ 80 ટકા
કામ થયુ,, જેનાથી પ્રદેશની નેતાગિરી સંતુષ્ઠ નથી, આ કામો 100 ટકા જલ્દી પુર્ણ કરાય તે માટે સંગઠન અને ધારાસભ્ય જલ્દી પુર્ણ
કરે તેવી ટકોર કરાશે,, સાથે કાર્યકર્તા સમ્મેલન,, ઉપરાંત બક્ષીપંચ સમ્મેલન, એસટી એસ સી મોર્ચા સમ્મેલન, વિવિધ પ્રકારના
બુધ્ધ જીવીયો,ડોક્ટર, વકીલ,સીએ સહિત વિવિધ ક્ષેત્રના સમ્મેલનો કરવાની સુચના આપી દેવાઇ છે,સાથે સમ્મેલન કર્યા બાદ તેના ફોટો મિડીયામાં
અવશ્ય મુકવા,,સમાજિક આગેવાનો, પ્રભાવશાળી વ્યક્તિઓ, પ્રભાવશાળી સાધુ સંતોનો પણ સંપર્ક કરીને તેમનો પણ ઉપયોગ કરવાની સુચના અપાઇ છે
વિપક્ષના મજબુત નેતાઓ કાર્યકર્તાઓ અને આગેવાનો સંપર્ક કરીને ભરતી અભિયાન તેજ કરવાની સુચના અપાશે,
ગુજરાતની રાજનિતિમાં ટોપી યુધ્ધ
આમ તો ટોપી દેશની રાજનિતીમાં મહત્વપુર્ણ સ્થાન ધરાવે છે, પણ અન્નાના આદોલન પછી દેશની રાજનિતિમાં ટોપીનુ મહત્વ વધી ગયું
પણ આ ટોપીને કેજરીવાલની આમ આદમી પાર્ટીએ કેપ્ચર કરી લીધી છે, અને દેશ ભરમાં તે દિશા સૂચક બની ગઇ,,
ત્યારે આ વખતે યુપી ઇલેક્શનમાં સમાજવાદી પાર્ટીની લાલ ટોપીની નોધ પીએમ નરેન્દ્રમોદીએ સ્વયમ લેવી પડી હતી
પરિણામે ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે પણ ભાજપ માટે ખાસ ટોપી ડીઝાઇન કરાવડાવી હતી જેનાથી પીએમે પણ સંતોષ વ્યક્ત કર્યુ હતુ
અને ચંદ્રકાંત પાટીલના વખાણ કર્યા હતા, હવે આ ટોપી ગુજરાત ભાજપના તમામ કાર્યકર્તાઓને કાર્યક્રમ દરમિયાન ફરજિયાત પહેરવાનો આદેશ કરાયો છે
આમ આદમી પાર્ટી દેખાડશે દમ
2 એપ્રિલે આમ આદમી પાર્ટીના નેતા અરંવિંદ કેજર વાલ દમ ખમ સાથે ગુજરાત આવી રહ્યા છે, પંજાબ કબ્જે કર્યા બાદ આપનો મોરલ હાઇ છે,ત્યારે તેઓ બે દિવસ ગુજરાતમાં રહેશે,
તેમની સાથે તેમના ચાણક્ય કહેવાતા નેતાઓ પણ તેમની સાથે હાજરી આપશે, અહી તેઓ સંગઠનની સ્થિતિ, બુથ સ્તરની તૈયારીઓ, કેન્ડિડેટની પંસદગી, કેટલી સીટો ઉપર
ઇલેક્શન લડી શકાય તેને લઇને ચર્ચા કરશે,, સાથે બીજા કયા સામાજીક આગેવાનો તેમની સાથે જોડાઇ શકે છે,, ખેડુત આગેવાનો, વિદ્યાર્થી આગેવાનો, ધાર્મિક આગેવાનો સાથે મુલાકાત
કરશે ,,તો પ્રેસ કોન્ફરંસ કરીને પોતાના કરેલા કામો અંગે પણ માહિતી આપશે,
ઓવૈસી પણ આવશે ગુજરાત
એઆઇએમઆઇએમના પ્રમુખ ઔવૈસી પણ 24 એપ્રિલ ગુજરાત આવશે,,તેઓ અહી પણ ગુજરાતમાં સંગઠનને લઇને સમિક્ષા કરશે, અને ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરશે,, બુથ સ્તરથી માંડી
વિધાનસભામાં ચૂંટણીની તૈયારીને લઇને ચર્ચા કરશે, ખાસ કરીને જીતી શકે તેવા ઉમેદવારોને લઇને ચર્ચા કરશે, સાથે કોગ્રેસ ભાજપમાં થી આદિવાસી,એસસી અને માઇનોરીટીના નેતાઓનો
સંપર્ક કરશે, એઆઇએમઆઇએમના સુત્રોની માનીએ તો ભાજપ અને કોગ્રેસના જે નેતાઓને ટિકીટ મળવાની સંભાવના ઓછી છે તેઓ હાલ સંપર્કમાં છે, સમય આવ્યે તે પાર્ટીમા જોડવામાં આવેશે