વધુ ચરબી હોવી એ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એમ વધુ પડતા પાતળા હોવું એ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ઘણા લોકો પોતાનું દૂબળાપણું દૂર કરવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો મળતો નથી.

વધુ પડતું પાતળા હોવાને કારણે પણ અમુક સમસ્યાઓ થતી હોય છે જેમ કે થાક લાગવો, શરીરમાં દુખાવો થવો, અશક્તિ આવવી. વધુ પડતું પાતળા હોવું એ સારા સ્વાસ્થ્યની નિશાની નથી. પરંતુ ઘણા બધા એવા ઉપચારો છે જેનો ઉપયોગ કરીને આ સમસ્યામાંથી પણ છુટકારો મેળવી શકાય છે.
કિસમિસ અને અંજીર – જો વજન વધારવું હોય તો ફાઇબર અને કેલેરી બે ખૂબ જ મહત્વના છે. વજન વધારવા માટે તમે કિસમિસ અને અંજીરને વિવિધ રીતે ખાઈ શકો છો. હિન્દી પિક્ચર કારણકે કિસમિસ અને અંજીરમાં ફાઈબર અને કેલરી બંને ભરપૂર માત્રામાં રહેલાં છે. એના સૌથી સારો ઉપાય તરીકે રાત્રે 30 ગ્રામ કિસમિસ અને 5 કે 6 અંજીર પલાળવા. ત્યારબાદ સવારે એને ખાવું.
અશ્વગંધા – અશ્વગંધા ઘણી બધી તકલીફને દુર કરે છે. ઘણી બધી સમસ્યાઓ એને શ્રેષ્ઠ ઉપચાર માનવામાં આવે છે. અશ્વગંધાને વજન વધારવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. એટલા માટે રોજ રાત્રે અશ્વગંધા પાવડરને દૂધમાં મિક્ષ કરીને પીવું જોઈએ. આ ઉપાયથી ખૂબ જ ઝડપથી વજનમાં વધારો થાય છે.
ચ્યવનપ્રાસ – ચ્યવનપ્રાસમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. જે શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. એટલું જ નહીં પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે