વાળની યોગ્ય સંભાળ માટે હેર વોશ ખૂબ જરૂરી છે. આજકાલ બજારમાં ઘણા પ્રકારના શેમ્પૂ ઉપલબ્ધ છે. આ શેમ્પૂમાં કેમિકલની માત્રા વધારે હોય છે જે વાળને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે વાળની યોગ્ય સંભાળ માટે હર્બલ શેમ્પૂનો ઉપયોગ કરો. તમે ઘરે જ હર્બલ શેમ્પૂ બનાવી શકો છો. આજે અમે તમને ગ્રીન ટી હર્બલ શેમ્પૂ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ગ્રીન ટી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે. આવો જાણીએ આ ખાસ શેમ્પૂ કેવી રીતે તૈયાર કરી શકાય છે.
શેમ્પૂ કેવી રીતે તૈયાર કરવું?
સામગ્રી
– ગ્રીન ટીના પાંદડા
– પિપરમિન્ટ ઓઈલ
– લીંબુનો રસ
– નાળિયેરનું તેલ
– મધ
– એપલ સાઈડર વિનેગર
ગ્રીન ટી શેમ્પૂ બનાવવાની રીત
સૌ પ્રથમ ગ્રીન ટીના પાંદડાને સૂકાવીને પાઉડર બનાવી લો. ગ્રીન ટી પાઉડરમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. ગ્રીન ટી અને એપલ સાઇડર વિનેગરના મિશ્રણમાં પેપરમિન્ટ ઓઈલના બે ટીપાં મિક્સ કરો. આ પછી આ મિશ્રણમાં લીંબુનો રસ, નાળિયેર તેલ અને મધ મિક્સ કરો.
ગ્રીન ટી શેમ્પૂના ફાયદા
ગ્રીન ટીમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન બી, વિટામિન સી, એમિનો એસિડ અને ઝિંક જેવા પોષક તત્વો મળી આવે છે, જેને વાળના વિકાસ માટે સારા માનવામાં આવે છે. ગ્રીન ટીના ઉપયોગથી વાળમાંથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. ગ્રીન ટી શેમ્પૂથી વાળમાં માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે, જેનાથી વાળ જાડા અને મજબૂત બને છે.
નોંધ- અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સમાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.