નવરાત્રી દરમ્યાન સમગ્ર ગુજરાતમાં બીજેપી દ્વારા જિલ્લા લેવલે મીડિયા સેન્ટર શરૂ કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને આડે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે રાજયની તમામ 182 વિધાનસભાની બેઠકો જીતવા માટે ભાજપે રણનીતિ બનાવી છે..જેના ભાગ રૂપે સમગ્ર ગુજરાતમાં જિલ્લા લેવલે મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવશે..જેથી રાજય અને કેન્દ્ર સરકારની યોજનાઓની મીડિયા ના માધ્યમ થી લોકો સુધી પહોંચાડી શકાય..જેથી તેનો લાભ આગામી વિધાનસભાની ચૂંટણી માં ભાજપ ને મળે ગુજરાતમાં બીજેપીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને ધ્યાને રાખી ને સમગ્ર ગુજરાતમાં વિધાનસભા બેઠક વાઈઝ મીડિયા ની જવાબદારી કાર્યકર્તાઓ ને સોંપી દીધી છે તેમના દ્વારા ઉમેદવારો અને પાર્ટીના કાર્યક્રમોથી મીડિયા ને અવગત કરી શકાય..ત્યારે નોંધનીય છે કે ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા ભાજપ માટે મોટો પડકાર બની છે. લોકોની વચ્ચે આમ આદમી પાર્ટી અને તેની ટીમે જગ્યા બનાવી લીધી છે ત્યારે દિલ્હી અને પંજાબ ની સરકારમાં રહેલી ખામીઓ ને ઉજાગર કરવાનો બીજેપી પ્રયાસ કરી છે જેથી આમ આદમી પાર્ટી ને ગુજરાતમાં આગળ વધતી અટકાવી શકાય નવરાત્રી દરમ્યાન અમદાવાદ ,વડોદરા ,સુરત રાજકોટ ,સહીત મોટા મહાનગરો મીડિયા સેન્ટરની શરૂ થઇ જશે..જેથી ભાજપ ના મીડિયા સેન્ટરમાં આવનાર તમામ લોકોને સરકારથી લઇ પાર્ટીને લગતી માહિતી પ્રાપ્ત થઇ જશે.