ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો થઇ શકે છે ચકનાચૂર !
રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ
ગુજરાત સરકારના ચૂંટણી પંચે એક એવો નિર્યણ કર્યો છે જેના કારણે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના સ્વપ્ના તુટી શકે છે, એટલે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 150 કરતા વધુ સીટો જીતવાનો તેમની રણનીતિને સ્વયમ ભુુપેન્દ્ર પટેલની સરકાર નિષ્ફળ કરવામાં લાગી હોય તેમ લાગી રહ્યુ છે કારણ કે ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે ઓબીસી બેઠકો નાબુદ કરી છે તેના કારણે આમ આદમી પાર્ટી અને કોગ્રેસે તો વાંધો લીધો જ છે સાથે સરકાર અને સંગઠનના ઓબીસી નેતાઓ પણ માને છે કે આનાથી ગુજરાત વિધાનસભામાં ઓબીસી વોટ બેંક તેમનાથી નારાજ થશે દુર થશે પરિણામે વિધાનસભા ચૂંટણી જીતવી મુશ્કેલ બની શકે છે,
રાજ્યમાં 3252 ગ્રામ પંચાયત ચૂંટણી થવાની છે ત્યારે આ ચૂંટણીમા ઓબીસી સમાજને અનામતનો લાભ મળશે નહી,,સુપ્રિમ કોર્ટે તમામ રાજ્યોને ઓબીસી કમિશન રચીને વસતીના આધારે છ મહિનામાં માપદંડ નક્કી કરવા માટે તાકીદ કરી હતી, ગુજરાત સરકારે આવી કોઇ કાર્યવાહી કરી નથી જ્યારે મધ્ય સરકારે આવી કામગીરી પુર્ણ કરી લીધી,,આમ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં ઓબીસી બેઠકો અનામત નહી હોય તેના બદલે બધી સમાન્ય બેઠકોની જેમ જ ચૂંટણી થશે,
કલોલમા એવુ તો શુ બન્યુ કે ધારાસભ્ય બળદેવજી ઠાકોરને સીએમ ને નહી પણ પીએમને પત્ર લખવાની પડી જરુર
મહત્વપુર્ણ બાબત એ છે કે આમ આદમી પાર્ટીએ પણ આ અંગે વિરોધ નોધાવ્યો છે,,ઇશુદાન ગઢવી અને સાગર રબારીએ કહ્યુ હતું કે સરકાર એસસી એસટી ઓબીસી અને મહિલા વિરોધી છે, જેથી તેઓએ ઓબીસી કમિશનની રચના કરી નહી,, જેથી હવે ચૂટણીમાં આ બેઠકોમા અનામતનો લાભ ઓબીસી સમાજને નહી મળે,,
જ્યારે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે માંગ કરી છે કે સરકારની નિષ્ક્રિયતાના કારણે આવી પરિસ્થિતિ ઉભી થઇ છે, હવે ઓબીસી અનામત નક્કી ન થાય ત્યા સુધી3252 ગ્રામ પંચાયતનો ચૂંટણી મોકુફ રાખવુ જોઇએ
સૌથી વધુ ઘમાસાણ તો ભારતિય જનતા પાર્ટીની અંદર થયુ છે, પાર્ટીના ઠાકોર નેતાઓ હોય કે અન્ય કોઇ ઓબીસી નેતા તમામ સરકારના આ નિર્યણથી નારાજ હોવાનુ જાણવા મળ્યુ છે, તે સિવાય ભારતિય જનતા પાર્ટીના અનેક ઓબીસી નેતાઓ પણ સરકારની નિષ્ક્રિયતા સામે ભાજપ હાઇ કમાન્ડ સુધી પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે, સુત્રોની માનીએતો ભારતિય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ આ અગે સરકારનુ ધ્યાન દોરી ચુક્યા છે, અને જે રીતે વિવાદ
વધ્યો છે તેના કારણે ભારતિય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં તો નુકશાન થશે સાથે ભાજપ ઓબીસી વિરોધી છે તેવી છાપ પણ ઉભી થશે પરિણામે તેની આડ અસર વિધાનસભા ચૂટણીમાં પણ જોવા મળી શકે છે,
મહત્વપુર્ણ બાબતે એ છે કે આ અંગે કેન્દ્રિય ભાજપ પણ સરકારના આ નિર્યણથી નારાજ હોવાનુ જાણવા મળ્યુ છે,ત્યારે હવે સરકાર ઉપર દબાણ વધી રહ્યો છે કે કોઇ પણ રીતે આ વિવાદનો સમાધાન લાવે નહી તો વિધાનસભા
ચૂંટણીમાં જે પણ પરિણામ આવશે તેના માટે સંગઠન નહી પણ સરકારની જવાબદારી રહેશે,આમ ગુજરાતની ભારતિય જનતા પાર્ટીની સરકાર હવે વિરોધ પક્ષથી તો ઘેરાઇ છે સાથે પોતાના સંગઠનની નારાજગી પણ ભોગવવી પડી રહી છે,
નિષ્ણાંતો માને છે રાજયમાં ઓબીસીમાં 147 જ્ઞાતિઓનો સમાવેશ થાય છે જેમાં કોળી અને ઠાકોર 20થી 22 ટકાની આસપાર છે, જ્યારે તે સિવાયની જ્ઞાતિઓની ટકાવારી 22થી 24 ટકાની છે એટલે કે 45થી 48 ટકા મતદારો ઓબીસી છે, અને જો આ વર્ગ ભાજપથી દુર થશે તો તેને મોટા પાયે નુકશાન થશે, મહત્વની વાત એ છે કે હાલમાં જ ઓબીસી મતદારો ભાજપ સાથે જોડાવા લાગ્યા હતા, તેવાં સરકારનો આ નિર્યણ ભાજપ માટે ઘાત સાબિત થઇ શકે છે, કેટલાક નિષ્ણાંતો માને છે કે વટાણા હવે વેરાઇ ગયા છે કારણ કે સરકાર પાસે હવે ઓબીસી કમિશન રચવાનો સમય નથી, કારણ કે ઓબીસી કમિશન રચીને સર્વે કરવાનુ કામ હવે ન થઇ શકે ,,કારણ કે વિધાનસભા ચુટણી માટે હવે પાચ મહિનાનો સમય બાકી રહ્યો છે, તેવા સમયમાં ઓબીસી કમિશન રચવુ અને સર્વે કરાવવુ અને તે પછી 3252 ગ્રામ પંચાયચોની ચૂટણી કરવાવી તે અઘરો ટાસ્ક છે, છતાં હવે વચગાળાનો સમાધાન શુ હોઇ શકે છે તેને લઇને જરુરથી ચર્ચા વિચારણા હાલ સરકારમાં શરુ છે, જોવાનુએ છે કે સરકાર હવે શુ સમાધાન લાવે છે,,
યુવરાજ સિહ જાડેજાએ હવે કેમ કર્યો સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીનો સમર્થન