ઇન્ડિયા

વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા,ભક્તોએ દર્શનના

Published

on

વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા,ભક્તોએ દર્શનના

ભકતોની સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિહ ધામી પણ હાજર રહ્યા

કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. આજથી ભક્તો બાબાના દર્શન કરી શકશે. કેદારનાથ મંદિરના દરવાજા સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા. મંદિરને 15 હજાર કિલો ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. કેદારનાથ ધામના દરવાજા ખોલવાના સમયે 10 હજારથી વધુ ભક્તો હાજર રહ્યા હતા. કેદારનાથ ધામ 2 વર્ષ પછી સામાન્ય લોકો માટે ખુલ્લું મુકાયું છે. આજથી દરરોજ 12 હજાર ભક્તો દર્શન કરી શકશે.

Advertisement

કેદારનાથ ધામના દરવાજા આજે સવારે 6.25 કલાકે વિધિ-વિધાન સાથે ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ખાસ હાજર રહ્યા હતા. દરવાજા ખોલવાના સમયે કેદારનાથ ધામમાં લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓ હાજર હતા. સમગ્ર કેદારનાથ ધામ હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યું છે.

3જી મેથી ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. શુક્રવારે કેદારનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ ભક્તો અને તીર્થયાત્રીઓનો એક મોટો પડાવ પૂરો થશે. 8મી મેના રોજ બદ્રીનાથ ધામના દરવાજા ખુલતાની સાથે જ ભક્તો ચાર ધામની યાત્રા પૂર્ણ કરી શકશે.

બાબા કેદારના દ્વાર બે વર્ષ બાદ સામાન્ય ભક્તો માટે ખુલી રહ્યા છે. બાબા કેદારના ધામને ભક્તોના આગમન માટે 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને 10 હજાર ભક્તોએ બાબા કેદારના દરવાજા ખોલ્યા બાદ પૂજા અને દર્શન કર્યા હતા. સૌથી પહેલા પીએમ નરેન્દ્ર મોદીના નામની પૂજા કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version