સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !
સચિવાલયમાં એક પ્રધાનના વહીવટદારથી સમગ્ર સચિવાલય પરેશાન છે, ચર્ચા તો ત્યાં સુધી છે કે વહીવટદારના કારણે પ્રધાને પણ
પક્ષના સિનિયર નેતાઓએ ખખડાવ્યા છે,અને વહીવટદારને સચિવાલયની કામગીરીથી દુર રાખવાની સૂચના આપી દેવાઇ છે,,
મુખ્યપ્રધાન વિજય રુપાણીની વિદાય બાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્યપ્રધાન પદે તાજપોશી થઇ,
જેમાં તેમના પ્રધાન મંડળમાં તમામ નવા સભ્યોને સ્થાન મળ્યું, જે વડા પ્રધાન નરેન્દ્રમોદીનો દેશની રાજનિતિમાં ઐતિહાસિક
નિર્ણય હતો.મહત્વની વાત એ છે કે પ્રધાનોને સરકારની કામગીરીનો અનુભવ ન હોવાને કારણે કેટલાક પ્રધાનોમાં વહીવટદારો
હાવી થઇ ગયા છે, જેના કારણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પ્રધાનના વહીવટદારની દખલગીરીથી નારાજ છે,
સચિવાલયના સુત્રો કહે છે કે જ્યારે પણ પ્રધાન વિભાગના અધિકારીઓ સાથે મિટીંગ કરતા હોય છે ત્યારે પણ આ વહીવટદાર
મિટીંગોમા ઉપસ્થિત હોય છે, અને અધિકારીઓને સીધો આદેશ કરતા હોય છે, જેમાં પ્રધાનની મૌન સમ્મતિ હોય છે, એટલે
અધિકારીઓ પણ સમજી ગયા છે કે વહીવટદારનો આદેશ એ પ્રધાનનો આદેશ જ છે, જેથી અધિકારીઓ મને કમને પણ ચુપ ચાપ
વહીવટદારના આદેશને માની લેતા હોય છે, પછી બદલીની વાત હોય,, કોન્ટ્રાક્ટ, ટેન્ડરની શરતો બનાવવા જેવા મહત્વપુર્ણ
કામોમાં વહીવટદારની મહત્વની ભુમિકા હોય છે, પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળે તે માટે શરતોમાં ફેર ફાર પણ કરાવતા હોય છે,
છેલ્લા સાત મહિનાથી આ બધુ સમુ સુતરુ ચાલતું હતું, જો કે ગુજરાત ભાજપના એક વરિષ્ઠ નેતાએ ભલામણ કરેલ પ્રજાલક્ષી કામની ફાઇલ
એક ઉચ્ચ અધિકારી પાસે અટકી ગઇ હતી, ત્યારે આ વરિષ્ઠ નેતાએ જ્યારે ફાઇલ અટકાવાનુ કારણ પુછ્યુ ત્યારે અધિકારીએ સ્પષ્ટ પણે
આ ફાઇલ અટકાવવા માટે વહીવટદારનો આદેશને કારણ ગણાવ્યુ,, ત્યારે વહીવટવટદારનો નામ સાંભળી ચોકી ગયા,, તેઓએ તાત્કાલિક
સંબધિત પ્રધાનના રિમાંડ લીધા અને વહીટવદારને સચિવાલયમાંથી દુર રહેવાનો આદેશ આપ્યો,,
સરકારી નિયમ છે કે ત્રણ વરસ પુર્ણ કર્યા હોય તેવા જ અધિકારીઓ અને કર્મચારીઓની બદલી થવા પાત્ર હોય છે, ત્યારે તેમના પુરોગામી
પ્રધાને જે અધિકારીઓની બદલી કરી હતી,,તેમાં પ્રધાનના વહીવટદારે અધિકારીઓ સાથે ગોઠવણ કરીને ક્રીમ પોસ્ટીંગ આપવા માટે
રિવાઇસ ટ્રાન્સફરની ફાઇલ અલગથી ચલાવી હતી, જેની રાજ્ય સરકારના સિનિયર અધિકારીને ગંધ આવી જતા તેઓએ સમગ્ર ફાઇલ
અટકાવી દીધી હતી, અને પ્રધાનને બોલાવીને સમજાવ્યા હતા કે જો વહીવટદાર આવુ વારં વાર કરશે તો તમારી હાલની ખુરશી જોખમમાં
મુકાશે અને જો આ અંગે પીએમઓમાં ફરિયાદ થશે તો તમારી ટિકીટ પણ કપાઇ શકે છે, આ વાત સાંભળી પ્રધાન અવાક થઇ ગયા
અને ફરીથી આવી બદલીઓ નહી થાય તેવી ખાતરી સાથે ચાલતી પકડી,,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
આમ પ્રધાન અને વહીવદારની જોડીતુટી ગઇ છે,,જો કે સચિવાલયના ગલિયારાઓમાં ચર્ચા છે કે હવે વહીવટદાર પ્રધાનના ઓફિસના બદલે બંગલેથી સુચનાઓ આપે છે, કારણ કે
આ વહીવટદાર પ્રધાન માટે કલ્પવૃક્ષ સમાન છે, જેમ કલ્પવૃક્ષ તમામ ઇચ્છાઓ પુર્ણ કરે છે તેવી જ રીતે આ વહીવટદાર પણ
પ્રધાનની તમામ મનોકામના અને ઇચ્છાઓનો ધ્યાન રાખે છે અને પુર્ણ પણ કરે છે,