તમે ઘણા લોકોના મોઢેથી સાંભળ્યું હશે કે ભાત ખાવાથી શરીર વધે છે. આ કારણે ઘણા લોકો ભાત નથી ખાતા, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે માત્ર જૂઠ છે. કારણ કે તે તેના પર નિર્ભર કરે છે કે તમે ભાતનું સેવન ક્યારે કરો છો. ઘણા લોકોનું માનવું છે કે રાત્રે ભાત ખાવાથી મેદસ્વિતા વધે છે, જ્યારે ઘણા લોકો માને છે કે સફેદ ભાત ખાવાને બદલે બ્રાઉન ભાત ખાવા જોઈએ. તો ચાલો જાણીએ ભાતના સેવનને લઈને તમામ પ્રકારની માન્યતાઓ અને તેની પાછળનું સત્ય.
ઘણા લોકો માને છે કે ભાત ખાધા પછી વજન વધવા લાગે છે, પરંતુ આવા લોકોને જણાવી દઈએ કે ભાત ઝડપથી પચી જાય છે, તેથી તમે ભાત કેવી રીતે ખાઓ છો તેના પર નિર્ભર છે. જો તમે ખીચડી, દાળ અને ભાત-ખાતા હોવ તો તમને જણાવી દઈએ કે તેમાં એમિનો એસિડ હોય છે. જો કે, આવા ખોરાકમાં પ્રોટીન અને ગુડ ફેટ હોય છે, જે વજન ઘટાડવા માટે ફાયદાકારક છે.
– આ સિવાય ઘણા લોકો માને છે કે ચોખામાં ગ્લુટેન હોય છે. આપને જણાવી દઈએ કે, સફેદ અને બ્રાઉન ચોખામાં ગ્લૂટેન હોતું નથી.
– ઘણા લોકો માને છે કે સફેદ ચોખાથી સ્થૂળતા વધારે છે, તેથી બ્રાઉન ચોખા ખાવા જોઈએ. જો કે, એવું નથી કે બ્રાઉન ચોખાથી વજન ઘટે છે. કારણ કે તેમાં ફાઈબરની માત્રા ઘણી વધારે હોય છે, જે ઝિંકની માત્રામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. રોગપ્રતિકારક શક્તિને યોગ્ય રીતે કાર્ય કરવા માટે આપણને ઝીંકની જરૂર પડે છે.
તો આ રીતે કરો ચોખાનું સેવન
જો તમે વિવિધ વેરાયટીના ચોખાનું સેવન કરો છો તો તમારે ચિતા કરવાની જરૂર નથી, કારણ કે વેરાયટીની સાથે-સાથે તમે ચોખા ખવાના પેર્ટન પર ધ્યાન આપશો તો તમારું વજન વધશે નહીં. એટલે કે જો તમે તમારું સ્વાસ્થ્ય અને વજન જાળવી રાખવા માંગતા હોવ તો કોમ્બિનેશન પ્રમાણે ભાતનું સેવન કરો. આમ કરવાથી તમારુ વજન નહીં વધે.
નોંધ- અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.