અમદાવાદ
શુ આપને નોકરી જોઇએ છે, પહોચો ગાંધીનગર
શુ આપને નોકરી જોઇએ છે પહોચો ગાંધીનગર
ગાંધીનગર: સોમાવર:
જિલ્લા રોજગાર વિનિમય કચેરી- મોડલ કેરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા ગાંધીનગર અને કલોલ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો તા. ૧૪મી જુલાઇ, ૨૦૨૨ ના રોજ સવારના ૧૦.૩૦ કલાકે ટેકમહિન્દ્રા લિ. ગાંધીનગર ચોથો માળ, ચાર નંબરનો બ્લોક ઇન્ફોસિટી ખાતે યોજાશે. જેમાં એસ.એસ.સી, એચ.એસ.સી પાસ અને ગ્રેજ્યુએટ તમામ ઉમેદવારો ભાગ લઇ શકશે. તેમજ તા. ૧૯મી જુલાઇ, ૨૦૨૨ ના રોજ સવારના ૧૦.૩૦ કલાકે આઇ.ટી.આઇ. આરસોડિયા, કલોલ, તા. કલોલ જિ- ગાંધીનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. જેમાં એસ.એસ.સી. એચ.એસ.સી પાસ, આઇ.ટી.આઇ.ના તમામ ટ્રેડ અને ગેજ્યુએટ થયેલા તમામ ઉમેદવારો ભાગ લઇ શકશે. આ બન્ને રોજગાર ભરતી મેળામાં જિલ્લાના રોજગાર વાંચ્છુક ઉમેદવારોને ભાગ લેવા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.
ભાજપમાં કોંગ્રસીયાઓની ભરતીથી કયા નેતાઓની વધી શકે છે મુશ્કેલી !