“કેન્સર” શબ્દથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. કેન્સર એ કોઈ નવો રોગ નથી. ભારતના પ્રાચીન ઈતિહાસમાં અથર્વવેદમાં પણ કેન્સરનો ઉલ્લેખ છે સ્કિન કેન્સરની સમસ્યા લોકોમાં ઝડપથી વધી રહી છે. જ્યારે ત્વાચાનાં કોષો અસામાન્ય રીતે વિકસિત થવા લાગે ત્યારે સ્કિન કેન્સરનો રોગ થાય છે.દુનિયાભરમાં અનેક પ્રકારના કેન્સર ફેલાય છે. તેમાંથી એક સ્કિન કેન્સર પણ ઝડપથી ફેલાય રહ્યો છે. જ્યારે સ્કિનની કોશિકાઓ અસામાન્ય રીતે વધવા લાગે છે ત્યારે સ્કિન કેન્સર થાય છે

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc)ના શોધકર્તાએ સ્કિન કેન્સરની સારવાર માટે ચુંબકીય નેનો ફાઇબરવાળી નોન ઇનવેસિવ બેન્ડેઝ વિકસિત કરી છે. આ ટ્યૂમર સેલ્સમાં ગરમી નિયંત્રિત કરશે.. કોઈ પણ વ્યક્તિ લાંબા સમય સુધી તડકામાં રહેવાથી આ સમસ્યા થઈ શકે છે. શરીરના જે ભાગો પર સૂર્યની કિરણો સીધી તેમના પર પડે છે
સ્કિન કેન્સરનું મુખ્ય કારણ સૂર્યથી પારજાંબલી કિરણોથી અત્યાધિક સંપર્ક હોય છે.IIScજણાવ્યા અનુસાર સ્કિન કેન્સર સામાન્ય રીતે બે પ્રકારે થાય છે-એક મેલાનોમા, જે કોશિકાઓમાં મેલેનોસાઈટ્સથી વિકસિત થાય છે, બીજું બિનમેલેનોમા વધુ ઘાતક છે, તેનાથી મૃતકોની સંખ્યા પણ વધુ છે.
હથેળી, આંગળીઓ, નખની સ્કિન, પગની ચામડી, કેન્સરનું જોખમ વધારે છે. આ સિવાય સ્કિન કેન્સર થવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે.સ્કિન કેન્સરના સામાન્ય ઉપચારમાં સર્જરી, રેડિયેશન થેરપી અને કીમોથેરપી માટે એક આશાજનક વિકલ્પ હાઇપરથર્મિયા છે.
તાજેતરનાં વર્ષોથી શોધકર્તા ટ્યૂમર ટિશ્યૂને ગરમી પહોંચાડવાની રીત વિકસિત કરવા પર કામ કરી રહ્યા છે, જેથી કેન્સર કોશિકાઓને પ્રભાવી રીતે ટાર્ગેટ કરી શકાય. આવી જ એકટેક્નોલોજીને મેગ્નેટિક હાઇપરથર્મિયા કહેવામાં આવે છે, જેમાં AMFનો ઉપયોગ કરવા ટ્યૂમરને ગરમ કરવા માટે ચુંબકીય કણોનો ઉપયોગ કરવામાં આવે છે.
હવે IIScમાં સેન્ટર ફોર બાયોસિસ્ટમ સાયન્સ એન્ડ એિન્જનિયરિંગ (BSSE) અને આણ્વિક પ્રજનન, વિકાસ અને આનુવંશિકી (MRDG) વિભાગના શોધકર્તાએ ઇલેક્ટ્રોસ્પિનિંગ નામની એક રીત શોધી છે. ત્યારબાદ તૈયાર બેન્ડેઝમાં લોખંડના એક ઓક્સાઇડથી બનેલા નેનોપાર્ટિકલ્સ Fe3O4 અને એક બાયોડિગ્રેડેબલ પોલીમર, જેને પોલીકપ્રોલેક્ટોન (PCL) કહેવામાં આવે છે, એક સર્જિકલ ટેપ પર ચોંટાડવામાં આવે છે, જેથી સ્કિન કેન્સરથી બચવું હવે સંભવ થશે. તો, હવે થશે સ્કીન કેન્સર સારું .