ગાંધીનગરના હાર્દસમા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓના કાર્યને બિરદાવવા જગાભાઈ પટેલ (કોલવડા) દ્વારા ધાબળા વિતરણ તેમજ ભોજન વિતરણ કરાયું. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા, ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ભાજપ શહેર મહામંત્રી કનુભાઈ દેસાઈ, ધરમેન્દ્રસિંહ વાઘેલા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.