અમદાવાદ

જુનાગઢ જિલ્લામાં નારાજ ભાજપના નેતાઓ આપમાં જોડાયા, ભાજપમાં ચિન્તા

Published

on

જુનાગઢ જિલ્લામાં નારાજ ભાજપના નેતાઓ આપમાં જોડાયા, ભાજપમાં ચિન્તા

કેશોદના પૂર્વ ભાજપ નેતા અને હાલ જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રામજી ચુડાસમા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ભાજપમાં જૂનાગઢ જિલ્લાના યુવા પ્રમુખ ભગતભાઈ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આમ આદમી પાર્ટીનો સહયોગ કરવા અને ગુજરાતમાં બદલાવના ભાગીદાર બનવા આજે દરેક સમાજ માંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: જગમાલભાઈ વાળા

ગુજરાતમાં દરેક વર્ગના કર્મચારી, મહિલાઓ, બાળકો, યુવાનો, વેપારીઓ એમ બધા અરવિંદ કેજરીવાલજીની મુદ્દાની રાજનીતિથી ખુશ છે: જગમાલભાઈ વાળા

Advertisement

આવનારી ચૂંટણી ગુજરાતની જનતા માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે: જગમાલભાઈ વાળા

અમદાવાદ/સોમનાથ/ગુજરાત

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને સોમનાથ વિધાનસભાના ઉમેદવાર જગમાલભાઈ વાળાએ એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ ગુજરાતમાં દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતના દરેક ગામ, તાલુકા, જિલ્લામાં લોકો અરવિંદ કેજરીવાલજીના દિલ્હીમાં કરેલા કામ ને જાણી રહ્યા છે અને સમજી રહ્યા છે કે એવું ગુજરાતમાં પણ શક્ય છે જે હવે ફક્ત અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર જ કરી શકે છે. આમ આદમી પાર્ટીનો સહયોગ કરવા અને ગુજરાતમાં બદલાવના ભાગીદાર બનવા આજે દરેક સમાજ માંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીના સંગઠનને ગુજરાતમાં વધુ મજબૂત બનાવી રહ્યા છે.

આજે ગુજરાતની જનતાની સેવા કરવા માટે મહત્વપૂર્ણ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કેશોદના રામજી ચુડાસમા આજે આમ આદમી પાર્ટીના ઉપ પ્રમુખ તથા સોમનાથ વિધાનસભા ના ઉમેદવાર જગમાલ વાળા ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. રામજી ચુડાસમા કોળી સમાજના મોટા નેતા છે. તે હાલ જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય છે. 48 વર્ષીય રામજી ચુડાસમા એક અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા અને જીત્યા છે. તેઓ ભૂતકાળમાં ભાજપના નેતા રહી ચૂક્યા છે પરંતુ ભાજપની ખરાબ નીતિઓના કારણે તેઓ ભાજપથી દૂર થઈ ગયા હતા. રામજી ચુડાસમા પોતાના વિસ્તારમાં ખૂબ જ સારી અને સેવાભાવી માણસની છાપ ધરાવે છે. તેઓ હંમેશા જનતાની સેવા કરવા માટે તત્પર રહેશે અને તેમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીમાં આવીને તેઓ વધુ સારી રીતે ગુજરાતની જનતાની સેવા કરશે.

સાથે સાથે આજે ભગતભાઈ જાડેજા પણ આજે આમ આદમી પાર્ટીના ઉપ પ્રમુખ તથા સોમનાથ વિધાનસભાના ઉમેદવાર જગમાલ વાળાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભગતભાઈ જાડેજા મહેર સમાજમાં મોટું નામ ધરાવે છે અને અંત્રોલી ગામના પૂર્વ સરપંચ પણ રહી ચુક્યા છે. તેઓ પહેલા ભાજપમાં જૂનાગઢ જિલ્લામાં યુવા જિલ્લા પ્રમુખ પદે રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે એક વેપારી છે અને અરવિંદ કેજરીવાલજીની નીતિઓથી પ્રેરિત થયા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભગતભાઈ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેથી પોરબંદર વિધાનસભામાં ભાજપને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે.

Advertisement

ગુજરાતમાં લોકો અરવિંદ કેજરીવાલજી દ્વારા આપેલી ગેરંટી પર વિશ્વાસ કરી રહ્યા છે કેમ કે અરવિંદ કેજરીવાલજી ફક્ત હવા માં વાતો નથી કરતા જે કહે છે તે કરીને બતાવે છે. જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી અનુસાર બધા વાયદા પુરા કર્યા છે અને હવે ગુજરાતમાં પણ અરવિંદ કેજરીવાલજીએ મફત વીજળી, મફત અને સારું શિક્ષણ, મફતમાં સર્વશ્રેષ્ઠ આરોગ્ય વ્યવસ્થા, દરેક બેરોજગારોને રોજગાર, મહિલાઓને સન્માન રાશિ, વેપારીઓને ઈજ્જત અને આદિવાસી સમાજને વિશેષ ગેરંટીઓ આપી છે જેના કારણે દરેક વર્ગના કર્મચારી, મહિલાઓ, બાળકો, યુવાનો, વેપારીઓ એમ બધા અરવિંદ કેજરીવાલજીની મુદ્દાની રાજનીતિથી ખુશ છે. આવનારી ચૂંટણી ગુજરાતની જનતા માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version