ગુજરાતમાં રહેતા રંગીલા સાસંદનો વિડીયો વાયરલ થયાની ચર્ચા !
રાજ્ય સરકારમાં નૈતિક તાકાત હોય તો MPHW પરિક્ષાના પેપરો ફુટતા રોકે- યુવરાજ સિહ જાડેજા
ગુજરાતના ઉદ્યોગપતિ અને રાજસ્થાન જાલોરના ભાજપના સાસંદ દેવજી પટેલના નામે યુવતી સાથે ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે, જેને લઇને ગુજરાતથી માંડી દિલ્હી સુધી દેવજી પટેલના નામની
ચર્ચાઓ શરુ થઇ ગઇ છે,જો કે દેવજી પટેલે ખુલાસો કર્યો છે,, આ વિડીયો તેમના કોઇ હમ શકલનો છે,,તેમને રાજકીય રીતે બદનામ કરવા માટે તેમના રાજકીય વિરોધીઓ દ્વારા ખોટો વિડીયો બનાવવામાં આવ્યો છે,, આ બાબતે તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ છે, અને પોલીસે એક વ્યક્તિની અટકાયત પણ કરી છે
દેવજી ભાઇ પટેલ મુળ રાજસ્થાનના સાંચોરના છે,,તેઓનુ અમદાવાદના ચાંદખેડામાં નિવાસ સ્થાન છે,જ્યારે તેઓ છત્રાલ જીઆઇડીસીમાં તેમની કંપની છે, તેઓની ગણના ગુજરાતના પ્રતિષ્ઠિતઉદ્યોગપતિ તરીકે થાય છે, તેઓ પ્રથમ વખત 2009માં જાલોર લોકસભા બેઠક પરથી ચૂંટાઇ આવ્યા હતા, ત્યાર બાદ તેઓ 2014, અને વર્ષ 2019માં લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઇને હેટ્રીક સર્જી છેઆવા પ્રજા વત્સલ અને જનતાના લોકપ્રિય,લોકોના દિલોમાં રાજ કરનાર, નખશિખ ચારિત્ર્યવાન, ખંતિલા, નવા લોકો સાથે સંપર્ક અને સંબધ વધારવામાં માનતા એવા દેવજી ભાઇ પટેલને રાજકીય રીતે હરાવી ન શકનાર તેમના વિરોધીઓએ તેમને રાજકીય રીતે ખતમ કરવા માટે તેમના જેવા હમ સકલનો યુવતી સાથે ડાન્સિંગ વિડીયો વાયરલ કર્યો છે, જેને લઇને ભાજપના વરિષ્ઠ સાસંદે જાલોર જિલ્લા પોલીસને પણ ફરિયાદ કરી છે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે
વિડીયોમાં શુ છે, અને દેવજી પટેલે શુ કહ્યું
સાંસદ દેવજી પટેલનુ કહેવુ છે કે બે મોટા ચહેરાઓ તેમને બદનામ કરવા માટે આ કૃત્ય કર્યો છે, મળેલી માહિતી મુજબ છેલ્લા બે દિવસથી આ વિડીયો સમગ્ર રાજસ્થાનથી માંડી ગુજરાત અને દિલ્હીમાં
ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ચડ્ડી બનિયાન પહેરેલો વ્યક્તિ એક યુવતી સાથે નૃત્ય કરી રહ્યો છે, અને વચ્ચે વચ્ચે તે યુવતી સાથે ડાન્સ પણ કરે છે, દેવજી પટેલે વધુમાં જણાવ્યુ છે કે
અન્ય વિડીયોની સાથે મારુ નામ જોડીને મારી પ્રતિષ્ઠાને ખરડવાનો પ્રયત્ન કરાઇ રહ્યો છે, મે એસપીને મારી ફરિયાદ આપી છે, જે લોકોએ આને શેયર કર્યો તેમના સ્ક્રીન શોટ્સ લઇને પોલીસને
આપવામા આવી રહ્યા છે,,, અત્યાર સુધી માહિતી સામે આવી છે કે સાંચૌર અને રાનીવાડા ના બે રાજનિતિક ક્ષેત્રના લોકોએ સ્થાનિક યુવકોને આ વિડીયો દેવજી પટેલના નામથી વાયરલ કરવા માટે
પ્રરિત કર્યોહતો, જેને જલ્દી ખુલાસો થશે તેમ મિડીયા સાથે વાત ચિતમાં દેવજી પટેલે જણાવ્યુ છે,