અમદાવાદ

હાર્દીક પટેલના રાજકારણ સામે દિનેશ બાંભણિયાનો વિસ્ફોટક પત્ર

Published

on

હાર્દીક પટેલના રાજકારણ સામે દિનેશ બાંભણિયાનો વિસ્ફોટક પત્ર


પાટીદાર અનામત આંદોલનમાં સક્રીય રહેલા દિનેશ બાંભણિયાએ હાર્દીક પટેલને પત્ર લખ્યો છે, પત્રમાં લખ્યુ છે કે
હાર્દીક પટેલને સમાજના 14 યુવાનોના આદોલન દરમિયાન મોતની ઘટનાને યાદ અપાવી છે, અને રાજકારણમાં રહેવાના બદલે
સામાજીક આગેવાન બનીને યુવાનોની સમસ્યાના સમધાન માટે કાર્ય કરવા માટે સલાહ આપી છે,

ડીસા વિધાનસભામાં ચાલશે પરિવારવાદ કે સન્નિષ્ઠ કાર્યકર્તા !

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

Advertisement

વર્ષ 2015માં ગુજરાતના પ્રથમ મહિલા અને પાટીદાર મુખ્યમંત્રી આનંદી બેન પટેલ સત્તામાં હતા તે દરમિયાન ગુજરાતના પાટીદાર
યુવાનોએ પાટીદાર સમાજ ના યુવાઓ માટે અનામતની માંગ કરી હતી, જેના સમર્થનમાં 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના
જીએમડીસી ગ્રાઉન્ડમાં વિશાલ સમ્મેલનનું આયોજન કરાયું હતું,,હાર્દીક પટેલે વિશાલ જન સમર્થન જોઇને મુખ્ય પ્રધાન આનંદી બેન
પટેલને સમાધાન માટે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બોલાવ્યા હતા, જેમાં મુખ્ય પ્રધાને કલેકટરને મોકલ્યા હતા, જો કે કલેક્ટર સાથે હાર્દીક પટેલે
સંવાદ કર્યો નહતો , મોડી સાંજે મામલો બિચક્યો અને પોલીસ લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી, જેના કારણે સમગ્ર રાજયમાં પાટીદાર
યુવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા, તોડ ફોડ અને આગચંપીની ઘટનાઓ બની,,એ દરમિયાન 14 જેટલા પાટીદાર યુવાનોએ જીવ ગુમાવ્યા હતા,

કલોલના લાંચિયા અધિકારી ઉપર કયા પ્રધાનના ચાર હાથ !

જો કે હાર્દીક પટેલને પાટીદાર સમાજના લાગણીનો લાભ મળ્યો,,અને હાર્દીક પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે સમાજની પીઠ ઉપર
બેસીને તે કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ બન્યો,,પણ હવે ચર્ચા છે કે તે કોગ્રેસનો હાથ પણ છોડી શકે છે,, અને ભાજપનો કમળ હાથમાં પકડી શકે છે
ત્યારે એક સમયે તેમના સાથીદાર રહેલા દિનેશ બાંભણિયાએ પત્ર લખીને હાર્દીક પટેલને સલાહ આપી છે કે તેઓ રાજકારણથી દુર રહે
અને યુવાઓ માટે શિક્ષણ આરોગ્ય બેરોજગારી અને સત્તાપક્ષના અહમને લીધે ભોગ બનતા લોકોના અવાજ બનવા માટે અપિલ કરી છે અને કોઇ પણ રાજકીય
પક્ષમાં ન જોડાવવા સલાહ આપી છે,

હાર્દીકે ધારણ કર્યો કેસરિયો ખેસ !

ફિલ્મી એક્ટ્રેશ ફ્લોરાનો બિન્દાસ્ત અંદાજ

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version