વડાપ્રધાન નરેન્દ્ર મોદી,મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત મહાનુભાવોએ મતદાન કર્યું
ઉત્તર ગુજરાત અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન શરૂ થયું છે. ત્યારે અનેક વિસ્તારોમાં મતદારોની લાઈનો લાગી છે ત્યારે દેશના વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે.મતદાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. હું દેશના તમામ નાગરિકોનો આભાર માનુ છું. તેમજ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા કરાવવા બદલ હું ચૂંટણીપંચને અભિનંદન પાઠવું છું. તેમજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમના પત્ની અને પુત્ર જય શાહે નારણપુરા ખાતે મતદાન કર્યું હતું.જ્યારે તેમના માતા હીરા બા ગાંધીનગરમાં મતદાન કર્યું હતું.મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે પરિવાર સહીત મતદાન કર્યું હતું .ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજ ખાતે મતદાન કર્યું હતું.પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કડી ખાતે મતદાન કર્યું હતું..દિલ્હીના એલ જી વિનય સક્સેના એ અમદાવાદમાં મતદાન ર્ક્યું હતું..પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ મતદાન કર્યું હતું..