દેવીપુજક સમાજ ની રજુઆત ઓબીસી માં 9 ટકા વિચરતી અને વિમુક્ત જાતિ માટે અનામત ફાળવવામાં આવે
રાજય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ માં ઓબીસી ની જાતિઓ નું પ્રમાણ નક્કી કરવા માટે રાજસ્થાન હાઇકોર્ટ ના નિવૃત મુખ્ય ન્યાયાધીશ કલ્પેશ ઝવેરી ની અધ્યક્ષતા માં આયોગ ની રચના કરી છે ત્યારે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર ને પાટણ જિલ્લા માં પટ્ટણી સમાજ માટે કાર્યરત જયશ્રી હડકમાઈ માતા પ્રગતિ મંડળ અને દેવી પૂજક ના ટ્રસ્ટીઓ દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિઓ ને 9 ટકા બેઠકો નિયત કરવા માટે રજુઆત કરવામાં આવી હતી જેમાં સમાજ ના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નોંધનીય છે કે ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 27 ટકા બેઠકો અનામત નો લાભ આપવામાં આવે છે.
સેન્ટ્રલ જેલના બિગ બોસ કોણ, પોલીસ કે વહીવટદારો- ગૃહ વિભાગે સોપી તપાસ