નિયામક ગ્રાહક સુરક્ષાની કચેરી, ગાંધીનગર દ્રારા વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કરવામાં વિગતો કરાઇ જાહેર
કન્ઝ્યુમર્સ અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાતની ગવર્નિંગ બોડીની બેઠક તા.૨૧/૧૦/૨૦૨૧ દરમિયાન સચિવની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયેલ હતું. જેમાં
કુલ ૨૭ માન્ય ગ્રાહક સુરક્ષા મંડળોની વર્ષ ૨૦૨૦-૨૧ ની નાણા સહાય રૂ. ૧૯,૨૯,૨૧૧/- મંજુર કરવામાં આવ્યા.
સેમિનાર:-
તા.૨૫/૧૧/૨૦૨૧ના રોજ (૧) હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશન (૨) મલ્ટીપ્લેક્ષ એસોસિયેશન સાથે મળીને નિયામકની અધ્યક્ષતામાં સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં હોટેલ, રેસ્ટોરન્ટ
તથા મલ્ટીપ્લેક્ષમાં ગ્રાહકોના અધિકારો વિશે માહિતી આપવામાં આવેલ છે.
તા. ૨૮/૧૨/૨૦૨૧ના રોજ અત્રેની કચેરી ખાતે રીલાયન્સના પ્રતિનિધિઓ સાથે ગ્રાહ્કા સુરક્ષા અધિનિયમ અન્વયે સેમિનારનું નિયામકશ્રીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવેલ.
તા. ૦૪/૦૧/૨૦૨૨ના રોજ અત્રેની કચેરી ખાતે ગુજરાત સરકારના માન્ય ગ્રાહક સુરક્ષા મંડળોના પ્રતિનિધિઓને ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિની રૂપરેખા તેમજ મંડળના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવા સારું સેમિનારનું આયોજન કરવામાં આવેલ.
તા. ૧૭/૦૧/૨૦૨૨ના રોજ “ગ્રાહ્ક સુરક્ષા અધિનિયમ” અન્વયે એડવોકેટ શ્રી પી.વિ.મુરઝાણી અને તેમના સભ્યોની ઉપસ્થિતિમાં નિયામકશ્રી દ્રારા વિસ્તૃત માર્ગદર્શન આપતા સેમિનારનું આયોજન કરવામાં આવેલ.
૨૪ મી ડિસેમ્બર ૨૦૨૧ “રાષ્ટ્રીય ગ્રાહક દિવસ”ની રાજ્યકક્ષાની ઉજવણી નવસારી ખાતે કરવામાં આવેલ જે અન્વયે અત્રેની કચેરી દ્રારા નવસારી ખાતે ઉપસ્થિત લોકોને ગ્રાહકને તેના અધિકારો વિશે માર્ગદર્શન આપી ખરીદી કરતી વખતે રાખવાની
તકેદારી વિશે અવગત કરવામાં આવ્યા.
૨૪ મી ડિસેમ્બર ૨૦૨૧ “રાષ્ટ્રીય ગ્રાહક દિવસ”ની ઉજવણી નિમિત્તે સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો દ્રારા ગ્રાહક જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ જે અન્વયે કુલ. રૂ. ૫.૪૦ લાખની સહાય ફાળવવામાં આવેલ.
૧૫મી માર્ચ ૨૦૨૨ “વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ”ની રાજ્યકક્ષાની ઉજવણી માન્ય ગ્રાહક સુરક્ષા મંડળ અને મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન કચેરી સુરતના સહયોગથી સુરત જિલ્લામાં ઉજવવામાં આવેલ. જે અન્વયે ઉપસ્થિત લોકોને ગ્રાહક
સુરક્ષા અધિનિયમની જોગવાઇઓ વિશે જાગૃત કરવામાં આવ્યા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલ ગ્રાહક સુરક્ષા મંડળો દ્રારા ગ્રાહક જાગૃતિ સપ્તાહની ઉજવણી કરી ગ્રાહક જાગૃતિ ફેલાવવાની કામગીરી કરવામાં આવેલ.
ગ્રાહક સલાહકાર કેન્દ્ર
હાલમાં કુલ છ(૬) ગ્રાહક સલાહકાર કેન્દ્રો સરકારની નાણાં સહાય સાથેના તથા અન્ય નાણાંકિય સહાય સીવાયના મળી કુલ ૨૧ ગ્રાહક સલાહકાર કેન્દ્રો કાર્યરત છે. વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૪૬૩૭ ફરિયાદોનો ગ્રાહક સલાહકાર કેન્દ્રો
દ્રારા નિવારણ લાવવામાં આવેલ છે.
કન્ઝયુમર હેલ્પલાઈન
રાજયમાં ગ્રાહકના માર્ગદર્શન તથા તેમના વિવાદોના નિકાલમાં મદદરુપ થવા માટે ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્રો, અમદાવાદ ખાતે ટોલફ્રી સ્ટેટ કન્ઝ્યુમર હેલ્પલાઇન તા.૨૪-૧૨-૦૮ ના રોજથી કાર્યવિન્ત કરવામાં આવેલ છે.
સ્ટેટ કન્ઝ્યુમર હેલ્પલાઈન પરથી ગ્રાહકો તેઓને પડતી જુદી જુદી મુશ્કેલીની ફરીયાદો તથા તેના નિરાકરણમાં શું કરી શકાય તે બાબતે માર્ગદર્શન મેળવી શકે છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કુલ ૭૪૦૩ ગ્રાહકોના કોલ આવેલ હતા
જેઓને માર્ગદર્શન આપવામાં આવેલ છે.
ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સફળતા-મહિલા દર્દીનું સફળ ઓપરેશન
કન્ઝયુમર્સ કલબ :-
ગ્રાહક જાગૃતિ માટે સ્કુલ / કોલેજોમાં ગ્રાહક કલબની સ્થાપના કરવામાં આવે છે. વર્ષ:૨૦૨૧-૨૨ દરમિયાન શાળા કક્ષાએ કુલ-૧૯૭૫ કન્ઝ્યુમર્સ ક્લબોની સ્થાપના કરી વિદ્યાર્થિઓને ગ્રાહક અધિકારો વિશે માહિતગાર કરવામાં આવેલ છે.
ફરિયાદ નિવારણ :-
અત્રેની કચેરી ખાતે વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કુલ-૭૦ ફરિયાદો મળેલ હતી. જે ફરિયાદો અન્વયે અત્રેથી પ્રિ-લિટિગેશનની પ્રક્રિયા હાથ ધરી તમામ ફરિયાદોનું ગ્રાહક તરફી નિરાકરણ લાવવામાં આવેલ છે.