ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી સમયે 22 લાખ રૂપિયા થી વધુનો દારૂ ઝડપતી પોલીસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે.પ્રથમ તબક્કાનું મતદાન 1-12-2022 જયારે બીજા તબક્કાનું . 5-12-2022 રોજ યોજાનાર છે.જેની સાથેજ રાજયમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે.રાજયમાં શાંતિપૂર્વક અને ન્યાયિક ચૂંટણી યોજાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે અત્યાર સુધી માં પોલીસે સમગ્ર ગુજરાતમાંથી 22 લાખ રૂપિયાથી વધુનો દારૂ ઝડપ્યો છે.
ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949 અન્વયે ગુજરાત પોલીસ દ્વારા રાજયમાં તા.3-11-2022 થી તા.18-11-2022 સુધી કુલ 21,704 કેસો કરવામાં આવેલ છે જેમાં 17,789 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં 17,88,000નો દેશી દારૂ, ભારતીય બનાવટનો રૂ.9,04,48.053નો વિદેશી દારૂ (IMFL) તથા રૂ.13,44,98,304ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂપિયા 22,67,34,427 નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે.
રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા Criminal Procedure Code, 1973 હેઠળ 1,86,580 કેસો, Gujarat Prohibition Act , 1949 હેઠળ 18,763 કેસો, Gujarat Police Act , 1951 હેઠળ 61 કેસો તથા PASA Act, 1985 હેઠળ 178 કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ 2,05,852 અટકાયતી પગલાં અંગેની કામગીરી કરવામાં આવેલ છે.
રાજ્યમાં કુલ 55,640 ૫રવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 54,373 ( 97.7%) હથિયારો જમા લેવામાં આવેલ છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે.
રાજ્યમાં The Arms Act , 1959 હેઠળ 51 ગેરકાયદેસર હથિયાર તથા 274 ગેરકાયદેસર દારૂગોળા જમા કરવામાં આવેલ છે.
રાજ્યમાં NDPS Act, 1985 હેઠળ કુલ 29 કેસો નોંધી, કુલ રૂ.61,57,05,184નો 817.9679 કિ.ગ્રા.નો NDPS પદાર્થ પકડવામાં આવેલ છે.
.રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ, 546 Static Surveillance Teams તથા 546 Flying Squads કાર્યરત છે. Static Surveillance Teams દ્વારા રૂ.55,470નો IMFL, રૂ.78,00,000ના ઘરેણાં તથા રૂ.10,64,700 /ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ.89,20,170/ – નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
Flying Squads દ્વારા રૂ.1,450 / -નો IMFL, રૂ.48,34,440 કેશ તથા રૂ.7,58,000ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ.55,93,890નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
સ્થાનિક પોલીસ દ્વારા રૂ.2,02,42,940 કેશ, રૂ.2,30,23,565ના ઘરેણાં, રૂ.61,57,05,184ના NDPS પદાર્થો તથા રૂ.47,70,424ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ.66,37,42,13નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.