ગાંધીનગર
માધ્યમિક શિક્ષક સંધે પ્રવાસી શિક્ષકો અને ક્લાસમાં હાજરીને લઇને કરી માંગ
માધ્યમિક શિક્ષક સંધે પ્રવાસી શિક્ષકો અને ક્લાસમાં હાજરીને લઇને કરી માંગ
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધે પ્રવાસી શિક્ષકોની સેવાઓ યથાવત રાખવાની કરી માંગ તો બીજી તરફ ગ્રાન્ડેટ શાળાઓમાં સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા ગત વરસની જેમ જ રાખવામા આવે તેવી લેખિતમાં માગ કરી છે
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધના મહામંત્રી એસ કે પંચોલીએ જણાવ્યુ છે કે શિક્ષણને લગતી કેટલીક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ કમિશ્નરને લેખિતમાં માંગ કરાઇ છે,
જેમાં પ્રથમ માગણી ગ્રાન્ડેટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગત વરસે પ્રવાસી શિક્ષકોની મદદ લેવાઇ હતી, ત્યારે હજુ સુધી અનેક સ્થળો શિક્ષકોની ભરતી થઇ શકી નથી જેથી જ્યાર સુધી જુના શિક્ષકો કે
વિદ્યા સહાયકોની ભરતી ન થઇ જાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની સેવાઓ યથાવત રાખવામા આવે તેવી માંગ કરાઇ છે,
આશિષ ભાટીયાને ડીજીપી તરીકે એક્સટેંશન મળતા કયા આઇપીએસનુ સપનુ રોળાયું
બીજી માંગ એ છે કે કોરોના કાળ દરમિયાન વાલીઓ અને વિદ્યાર્થિઓ અન્યત્ર જતા રહેવાના કારણે ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થિઓની સંખ્યમાં ઘટાડો થયો હતો, જેથી સરકારે વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી ઘટાડી હતી,
ત્યારે આ વખતે આવી જ પરિસ્થિતિ રહેવાની સંભાવના છે, જેથી ગ્રાન્ડેટ માધ્યમિક અને ઉચ્ચરતર માધ્યમિક શાળાઓમાં સરાસરી હાજરી ગત વરસના જેમજ રાખવામા આવે તેવી લેખિતમાં માંગ કરાઇ છે,
જાહેર સલામતી માટે રાજ્ય સરકારે નાગરિકો પાસેથી કેમ માંગ્યા સૂચનો