રાજ્યમાં સરપંચોને માનદ વેતન તેમજ પેંશન આપવાની થઇ માંગ
ધનવાન ભારત પાર્ટીએ રાજ્ય સરકાર પાસે કરી માંગ
રાજ્યમાં 18 હજાર ગામડાઓ છે, જેમાં દરેક ગામમાં સરપંચ એ પ્રથમ નાગરિક માનવા આવે છે ત્યારે તેમને કોઇ વેતન આપવામા આવતુ નથી
ત્યારે ધનવાન ભારત પાર્ટીએ રાજ્ય સરકારના પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજા પાસે માંગ કરી છે કે સરપંચોને માનદ વેતન
અને પેંશન આપવામાં આવે,, તેમની રજુઆત છેકે સરપંચો પાસે નિશ્ચિત આવકનો શ્રોત નથી પરિણામે ઘણી વખત
ભ્રષ્ટાચાર થવાની સંભાવના રહે છે, જેમ ધારાસભ્ય અને સાસંદોને માનદ વેતન અને પેંશન અપાય છે તેવી જ રીતે
રાજ્યના સરપંચોને પણ યોગ્ય માનદ વેતન આપવામાં આવે,જેથી ગ્રામ્ય સ્તરે સારો વિકાસ થઇ શકે