Connect with us

આમ આદમી પાર્ટી

દિલ્હી અને પંજાબમાં વીજળી આવે છે, પણ બિલ નથી આવતાઃ ભગવંત માન

Published

on

આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ રાજકોટના ધોરાજીમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી.

ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો કહે છે કે અમને પરિવર્તન જોઈએ છેઃ અરવિંદ કેજરીવાલ

તેમને ડર છે કે કેજરીવાલની સરકાર આવશે તો તેમની લૂંટ બંધ થઈ જશેઃ અરવિંદ કેજરીવાલ

મફત વીજળી, શિક્ષણ, આરોગ્ય, મહિલાઓને સન્માન રાશીઅને બેરોજગારી ભથ્થું આપીને, અમે દરેક પરિવારને 27,000 નો લાભ કરાવીશું: અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં 70માંથી 67 અને પંજાબમાં 117માંથી 92 બેઠકો આપીને લોકોએ આમ આદમી પાર્ટીને પોતાનો પ્રેમ દર્શાવ્યોઃ અરવિંદ કેજરીવાલ

Advertisement

મને રાજકારણ કેવી રીતે કરવું તે આવડતું નથી, મને ગુંડાગીરી કેવી રીતે કરવી તે આવડતું નથી, મને ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો તે આવડતું નથી, મારી પાસે શાળા બનાવડાવો, મારી પાસે હોસ્પિટલ બનાવડાવો, હું જનતાની સેવા કેવી રીતે કરવી તે જાણું છું: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે આ લોકો પાસેથી એક એક પૈસાનો હિસાબ લઈશુંઃ અરવિંદ કેજરીવાલ

15 ડિસેમ્બર પછી કોઈ લાંચ આપવાની જરૂર નહીં પડે: અરવિંદ કેજરીવાલ

કેન્દ્ર સરકારની જાસૂસી સંસ્થા IBનો રિપોર્ટ આવ્યો, ગુજરાતમાં ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છેઃ અરવિંદ કેજરીવાલ

ભગવંત માન સાહેબે પંજાબમાં છેલ્લા 6 મહિનામાં 20,000 બાળકોને સરકારી નોકરી આપી: અરવિંદ કેજરીવાલ

Advertisement

દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે નોકરીઓ ઊભી કરી: અરવિંદ કેજરીવાલ

દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું: અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં જજ અને મજૂરના બાળકો એક જ ડેસ્ક પર બેસીને અભ્યાસ કરે છે: અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું : અરવિંદ કેજરીવાલ

1 માર્ચથી ગુજરાતના લોકોને 24 કલાક વીજળી સાથે ઝીરો વીજ બિલ મળશે: અરવિંદ કેજરીવાલ

Advertisement

દિલ્હીમાં અમે દરેકની સારવાર મફત કરી દીધી છેઃ અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે: અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક ખોલીશું: અરવિંદ કેજરીવાલ

ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું :અરવિંદ કેજરીવાલ

મહિલાઓનાં ખાતામાં દર મહિને ₹1000 સન્માન રાશિ રકમ જમા કરાવીશું : અરવિંદ કેજરીવાલ

Advertisement

આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકાર જોઈએ છેઃ અરવિંદ કેજરીવાલ

દિલ્હી અને પંજાબમાં વીજળી આવે છે, પણ બિલ નથી આવતાઃ ભગવંત માન

ગુજરાતનું બજેટ 2.5 લાખ કરોડનું છે અને ગુજરાત રાજ્ય પર 3.5 લાખ કરોડનું દેવું છેઃ ભગવંત માન

ગરીબોના બાળકો ભણી ગણીને પોતાની ગરીબી દૂર ના કરી દે એ કારણથી તેમને અત્યાર સુધી અભણ રાખવામાં આવ્યા : ભગવંત માન

જો લોકો કોંગ્રેસને વોટ આપે છે, તો કોંગ્રેસવાળા ધારાસભ્ય જાતે જ ભાજપમાં જતા રહે છે: ભગવંત માન

Advertisement

ગુજરાતના યુવાનોના સપના અનેકવાર તૂટ્યા છે પરંતુ અરવિંદ કેજરીવાલજી ગુજરાતના યુવાનોના સપના સાકાર કરશેઃ ભગવંત માન

પંજાબમાં જેવો માહોલ હતો, એવો જ માહોલ ગુજરાતમાં પણ છેઃ ભગવંત માન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ છેલ્લા બે દિવસમાં પંચમહાલ, નવસારીના ચીખલી, નર્મદાના ડેડીયાપાડામાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ સાથે ગઈકાલે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ ગુજરાતમાં મુખ્યમંત્રીની પસંદગી માટે જનતા સમક્ષ એક નંબર પણ જાહેર કર્યો હતો. આજે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી ભાવનગરના પાલીતાણામાં વિશાળ જનસભાને સંબોધિત કરી. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી રાજકોટના ધોરાજીમાં વિશાળ જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા.

કેન્દ્ર સરકારની જાસૂસી સંસ્થા IBનો રિપોર્ટ આવ્યો, ગુજરાતમાં ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છેઃ અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ભારત માતા કી જયના ​​નારા સાથે રાજકોટના ધોરાજીમાં જાહેર સભામાં હજારોની સંખ્યામાં આવેલા લોકોને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો કહી રહ્યા છે કે પરિવર્તન જોઈએ છે. હું તમારા માટે ખુશખબર લઈને આવ્યો છું. IBનો રિપોર્ટ આવ્યો છે. કેન્દ્ર સરકારે આ એજન્સીને ગુજરાતમાં મોકલીને સર્વે કરાવ્યો હતો. તે સરકારી એજન્સી છે. અને IBએ કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો છે કે ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. IB રિપોર્ટ કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટીની 94-95 સીટો આવી રહી છે. આમ આદમી પાર્ટી જીતી રહી છે પણ બે-ત્રણ સીટથી જીતી રહી છે, પરંતુ બે-ત્રણ સીટો પરથી નહીં, આમ આદમી પાર્ટીની 40-50 સીટો પરથી જીતવી જોઈએ. લોકોએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 બેઠકો આપી અને પંજાબમાં 117માંથી 92 બેઠકો આપી, ગુજરાતમાં પણ 182માંથી 150 બેઠકો આવવી જોઈએ.

Advertisement

ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું :અરવિંદ કેજરીવાલ

જ્યારે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે સૌથી પહેલું કામ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કરીશું. મને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગુજરાતનાં એક ધારાસભ્ય છે, જેમણે છેલ્લી ચૂંટણી લડી હતી એ વખતે તેમની 4 એકર જમીન હતી. આજે 5 વર્ષ પછી તેમને 1000 એકર જમીન થઈ ગઈ છે. આ જમીન ક્યાંથી આવી? બધા જ ધારાસભ્યોની આ જ હાલત છે, ગુજરાત લૂંટાઈ ગયું છે. અને પછી તેઓ કહે છે કે સરકાર ખોટમાં ચાલી રહી છે. સવારથી સાંજ સુધી રોટલી ખાવા માટે, દૂધ પીવા માટે, પંખો ચલાવવામાં, સાબુનો ઉપયોગ કરવા માટે, દરેક જગ્યાએ ગરીબમાં ગરીબ માણસ ટેક્સ આપે છે, તો શા માટે સરકાર ખોટમાં છે? બધા પૈસા ક્યાં જાય છે? ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. હું તમને પૂછવા માંગુ છું કે તમારા ગામમાં છેલ્લા 27 વર્ષમાં કોઈ રોડ બન્યો છે? શાળા બની? હોસ્પિટલ બની? કોઈને દવા આપી? તેમણે કોઈ કામ કર્યું? તેમણે છેલ્લા 27 વર્ષમાં કોઈ કામ કરાવ્યું નથી. તો આ લોકો દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ક્યાં ખર્ચે છે? આ લોકો પોતાની મિલકત બનાવે છે, જમીન ખરીદે છે, બધા પૈસા સ્વિસ બેંકમાં લઈ જાય છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તેમની પાસેથી એક-એક પૈસો પાછો લેવામાં આવશે. હમણાં જ પંજાબની અંદર અમારા જ એક મંત્રી કંઈક ખોટું કરી રહ્યા હતા. ભગવંત માનજી એ પોતે તેમને જેલમાં મોકલી દીધા. ભગવંત માનજીએ ભ્રષ્ટાચાર માટે તેમના આરોગ્ય મંત્રીને જેલમાં ધકેલી દીધા, આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. જો મારો દીકરો પણ ચોરી કરશે, મારો ભાઈ પણ ચોરી કરશે તો તે પણ જેલમાં જશે. અમે તમારા માટે એવી સિસ્ટમ લાગુ કરીશું કે તમારે કોઈ સરકારી કામ માટે સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડે, સરકારી ઓફિસર તમારા ઘરે આવીને તમારું કામ કરશે. તમારે 15 ડિસેમ્બર પછી કોઈને પણ કોઈ લાંચ આપવાની જરૂર નહીં પડે. તમારા ભાઈ બનીને, તમારા પરિવારનો એક સદસ્ય બનીને, હું તમારી સમસ્યાનું સમાધાન લાવીશ. ભ્રષ્ટાચાર નાબૂદ કરીને જે રકમ બચશે તે પ્રજાની સુવિધા માટે ખર્ચવામાં આવશે.

1 માર્ચથી ગુજરાતના લોકોને 24 કલાક વીજળી સાથે ઝીરો વીજ બિલ મળશે: અરવિંદ કેજરીવાલ

સૌથી પહેલા તો તમને મોંઘવારીથી છુટકારો મળશે. જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું ત્યારે ઘણા પૈસાની બચત થશે, તે પૈસાથી સૌથી પહેલા તમારી વીજળી મફત કરીશું. મારી પાસે ગુજરાતનાં ઘણા લોકો આવે છે અને કહે છે કે, મોંઘવારી ઘણી વધી ગઈ છે, બાળકો ઉછેરવાના પૈસા નથી અને આવક પણ નથી વધી રહી. દિલ્હી અને પંજાબમાં અમે વીજળી મફત કરી દીધી. અને જેમના જૂના બિલ બાકી હતા તેમના જૂના બિલ માફ કર્યા. હવે દિલ્હી અને પંજાબમાં લોકોને ઝીરો બિલ આવે છે. દિલ્હીમાં 42 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે અને પંજાબમાં 50 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને 1 માર્ચથી ગુજરાતની જનતાના વીજળીના બિલ ઝીરો પર આવવા લાગશે. આ બંને પાર્ટીઓ મને ગાળો આપી રહ્યી છે કે, કેજરીવાલ મફતમાં વીજળી કેમ આપે છે? કેજરીવાલ મફતની રેવડી કેમ વહેંચે છે? તેમના મુખ્યમંત્રીને 5000 યુનિટ અને અન્ય ધારાસભ્યને 4000 યુનિટ વીજળી મફતમાં મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓને મફતમાં વીજળી મળે તો તેમને કોઈ તકલીફ નથી, પરંતુ ગુજરાતની જનતાને 300 યુનિટ વીજળી મફતમાં મળે તો તેમની તકલીફ થાય છે. હું તમને બધાને કહેવા માંગુ છું, “હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઈ આવી ગયો છે.”

ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું : અરવિંદ કેજરીવાલ

Advertisement

જેમ અત્યારે ગુજરાતની સરકારી શાળાઓ ખરાબ છે તેમ પહેલાં દિલ્હીમાં પણ સરકારી શાળાઓનો ગંભીર રીતે ખરાબ હતી. અમારી સરકાર બન્યા પછી અમે દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી. આજે દિલ્હીની સરકારી શાળાના પરિણામો પણ ખૂબ સારા આવી રહ્યા છે. દિલ્હીમાં મજૂરોના બાળકો, રિક્ષાચાલકોનાં બાળકો, મોચીનાં બાળકો, ઇસ્ત્રી કરનારના બાળકો, ગરીબોના બાળકો ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યાં છે. દિલ્હીમાં ગગન નામનો એક છોકરો છે, તેના પિતા એક કારખાનામાં મજૂર તરીકે કામ કરે છે, તે મહિને ₹8000 કમાય છે. તેને એન્જિનિયરિંગમાં હમણાં જ એડમિશન મળ્યું છે, હવે તે છોકરો એન્જિનિયર બનશે. બીજો છોકરો સુધાંશુ છે, તેના પિતા ડ્રાઇવર છે, તે મહિને ₹10000 કમાય છે, તેને પણ એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું છે. એવા હજારો બાળકો છે જેઓ સરકારી શાળાઓ માંથી ભણીને ડોક્ટર અને એન્જિનિયરિંગમાં એડમિશન લઈ રહ્યા છે. દિલ્હીની અંદર ઘણા લોકો પોતાના બાળકોના નામ પ્રાઇવેટ શાળામાંથી કઢાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. ગરીબોના બાળકો દિલ્હીની સરકારી શાળાઓમાં ભણીને ડોક્ટર કે એન્જિનિયર બની રહ્યા છે, જેમની મહિનાની આવક ₹10000 હતી, આજે તેમના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરીને મહિને બે-ત્રણ લાખ રૂપિયા કમાશે, ઘણા બધા પરિવારોની ગરીબી દૂર થશે. ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું.

દિલ્હીમાં અમે દરેકની સારવાર મફત કરી દીધી છેઃ અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી છે. આજે કોઈને ગંભીર બીમારી થાય તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે રાખવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. અમીર હોય કે ગરીબ, તમામ માટે સારવાર મફત છે, બધી દવાઓ મફત છે, તમામ ટેસ્ટ મફત છે, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત છે. અમે દિલ્હીમાં 2 કરોડ લોકોની તમામ સારવાર મફત કરી છે અને હવે અમે પંજાબમાં પણ કરવા જઈ રહ્યા છીએ. પંજાબમાં 100 મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવ્યા છે અને વધુ ખોલવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ દરેક નાના ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. આ રીતે ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. રોગ ભલે ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિની સારવાર મફતમાં થશે. ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે.

મહિલાઓનાં ખાતામાં દર મહિને ₹1000 સન્માન રાશિ રકમ જમા કરાવીશું : અરવિંદ કેજરીવાલ

18 વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે તેમના એકાઉન્ટમાં દર મહિને ₹1000 સન્માન રાશિ જમા કરાવીશું. જો 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ મહિલા હોય જેમની પાસે બેંક એકાઉન્ટ નથી, તો તેઓ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને રાખે, સરકાર બન્યા પછી, મહિલાઓના ખાતામાં દર મહિને ₹1000 જમા કરતા રહીશું. આ લોકો કહે છે કે મહિલાઓને પૈસા આપવાની શું જરૂર છે? આવી ઘણી બધી દીકરીઓ છે, જેમનો અભ્યાસ પૈસાને અભાવે છુટી જાય છે. આવી દીકરીઓના હાથમાં હજાર રૂપિયા આપવાથી તેમના આવવા જવાનાં ભાડામાં મદદ મળશે અને તેમનો અભ્યાસ પૂર્ણ થશે. ઘણી બધી એવી બહેનો છે કે જેઓ મોંઘવારીને કારણે પોતાના બાળકોને દૂધ અને સારા શાકભાજી ખવડાવી શકતી નથી, સારું શિક્ષણ અપાવી શકતી નથી જો એમનાં હાથમાં હજાર રૂપિયા રાખશે તો તે પોતાના બાળકોની સારી રીતે સંભાળ રાખી શકે છે.

Advertisement

દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું: અરવિંદ કેજરીવાલ

ગઈ વખતે જ્યારે હું ગુજરાત આવ્યો હતો ત્યારે એક છોકરો મને મળવા આવ્યો. તેણે કહ્યું કે હું મારા વિસ્તારના નેતાને મળવા ગયો હતો કે મારી પાસે નોકરી નથી, મને નોકરી આપો, તો તેમણે મને એવો જવાબ આપ્યો હતો કે તું કોઈ કામનો નથી, તને કોઈ કામ આવડતું નથી એટલા માટે તારી પાસે નોકરી નથી. આ લોકોને 27 વર્ષથી એટલો અહંકાર આવી ગયો છે કે તેઓ આપણા બાળકોને ગાળો આપે છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે નોકરીઓ ઊભી કરી. પંજાબમાં ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 20,000 બાળકોને સરકારી નોકરી આપી છે. અમારી નિયત પણ છે અમને કામ કરતા પણ આવડે છે. અમે વચન આપ્યું છે કે જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી અમે ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓની વ્યવસ્થા કરીશું. જો તમે તમારા બાળકોને બેરોજગાર રાખવા માંગતા હોવ, ગાળો સાંભળવા માગતા હોવ તો તમે તેમને વોટ આપજો, 27 વર્ષથી આવું જ ચાલી રહ્યું છે અને જો તમારા બાળકો માટે રોજગાર જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને વોટ આપજો, ઝાડુંનું બટન દબાવજો. જે પેપર ફૂટે છે તે થોડી એમ જ ફૂટે છે, ચોક્કસ કોઈ મોટા નેતા તેમાં સામેલ છે. 2015 પછી અત્યાર સુધી જે પણ પેપર લીક થયા છે તેની તપાસ કરવામાં આવશે અને આમાં સામેલ તમામ મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવશે. 2 વર્ષ પહેલા 25,00,000 લોકોએ તલાટીની પરીક્ષા માટે અરજી કરી હતી પરંતુ તેમણે તે પરીક્ષા રદ કરી હતી. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને અમે ફેબ્રુઆરીમાં તલાટીના પેપર કરાવીશું. મફત વીજળી, શિક્ષણ, આરોગ્ય, મહિલાઓને સન્માન રાશિ અને બેરોજગારી ભથ્થું આપીને, અમે દરેક પરિવારને 27,000 નો લાભ કરાવીશું. હમણાં જ વડાપ્રધાન ગુજરાત આવ્યા હતા અને તેમણે 30,000 કરોડનું પેકેજ આપ્યું.મારી પાસે એટલા પૈસા નથી કે તમને 30,000 કરોડનું પેકેજ આપી શકું, પરંતુ હું ચોક્કસ વચન આપી શકું છું કે જો અમે જીતીશું તો મને તમારા પરિવારને 30,000નો ફાયદો કરાવીશું.

આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકાર જોઈએ છેઃ અરવિંદ કેજરીવાલ

આ લોકો મને કહે છે કે કેજરીવાલ ફ્રી ની રેવડી વહેંચી રહ્યા છે, ફ્રી ની રેવડી વહેંચી રહ્યા છે. કારણ કે તેમને ડર લાગી રહ્યો છે કે જો કેજરીવાલની સરકાર આવી ગઇ અને તે બધું લોકોમાં વહેંચી દેશે તો તેમની લૂંટ બંધ થઈ જશે. કોંગ્રેસ અને ભાજપ એક થઈ ગયા છે. આ લોકોએ ગમે તે કરીને નક્કી કરી લીધું છે કે આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઈએ. ગુજરાતની અંદર જોરદાર આંધી ચાલી રહી છે પરિવર્તનની. સમગ્ર ગુજરાત પરિવર્તનની માંગ કરી રહ્યું છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ વખતે છેતરાતા નહીં, કોંગ્રેસને વોટ આપીને તમારા વોટના ભાગલા ન પાડતા. કોંગ્રેસને વોટ આપીને ભાજપને ના જીતાડી દેતા. કોંગ્રેસને વોટ આપીને તમારો વોટ ના બગાડતા. કોંગ્રેસની 10થી ઓછી સીટો આવી રહી છે અને તે જેટલી પણ સીટો આવશે તે પછીમાં ભાજપમાં જોડાઇ જાશે. આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકારની જરૂર છે. હું અહીં માત્ર એક મોકો માંગવા આવ્યો છું. કોંગ્રેસને 70 વર્ષ આપ્યા, ભાજપને 27 વર્ષ આપ્યા, બસ એક મોકો આપો. જો હું કામ ના કરું તો એનાં પછી હું વોટ માંગવા નહીં આવું. એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, તમે બધા આ પરિવર્તનનો ભાગ બનો. આપણે સૌ સાથે મળીને નવું ગુજરાત બનાવીશું.

મને રાજકારણ કેવી રીતે કરવું તે આવડતું નથી, મને ગુંડાગીરી કેવી રીતે કરવી તે આવડતું નથી, મને ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો તે આવડતું નથી, મારી પાસે શાળા બનાવડાવો, મારી પાસે હોસ્પિટલ બનાવડાવો, હું જનતાની સેવા કેવી રીતે કરવી તે જાણું છું: અરવિંદ કેજરીવાલ

Advertisement

મને રાજકારણ કેવી રીતે કરવું તે આવડતું નથી, મને ગુંડાગીરી કેવી રીતે કરવી તે આવડતું નથી, મને ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો તે આવડતું નથી, મારી પાસે શાળા બનાવડાવો, મારી પાસે હોસ્પિટલ બનાવડાવો, હું જનતાની સેવા કેવી રીતે કરવી તે જાણું છું. આ લોકો મને કહે છે કે કેજરીવાલ ફ્રી ની રેવડી વહેંચી રહ્યા છે, ફ્રી ની રેવડી વહેંચી રહ્યા છે. કારણ કે તેમને ડર છે કે જો કેજરીવાલની સરકાર આવી જશે અને બધુ જનતામાં વહેંચી દેશે તો તેમની લૂંટ બંધ થઈ જશે. કોંગ્રેસ અને ભાજપ એક થઈ ગયા છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઇલુ-ઇલુ ચાલી રહ્યું છે. આ લોકો મળીને આમ આદમી પાર્ટીને અપશબ્દો કહે છે. આ લોકોએ નક્કી કર્યું છે કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીની સરકાર બનવી જોઇએ નહીં.

જો લોકો કોંગ્રેસને વોટ આપે છે, તો કોંગ્રેસવાળા ધારાસભ્ય જાતે જ ભાજપમાં જતા રહે છે: ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ જનતાને સંબોધતા કહ્યું કે, અમે ગુજરાતમાં જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો અમને કહે છે કે, આ દુષ્ટ પાર્ટીઓથી અમને છૂટકારો અપાવો. તો અમે દર વખતે એ જ કહીએ છીએ કે આ લોકોથી છુટકારો મેળવવાનું કામ તમે જાતે કરી શકો છો, તમારે માત્ર ઝાડુવાળું બટન દબાવીનું છે. પહેલા લોકોને ખબર પણ ન હતી કે તેમનો વોટ ક્યાં જઈ રહ્યો છે, કારણ કે જો લોકો કોંગ્રેસને વોટ આપે છે, તો કોંગ્રેસવાળા ધારાસભ્ય જાતે જ ભાજપમાં જતા રહે છે. હાલમાં કોંગ્રેસના 22 ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપના લોકો જનતાના વોટની કિંમત સમજતા નથી. એમ તો આપણે જોયું છે કે 5-5 વર્ષથી આ લોકો પોતાના વારાઓ બાંધી લે છે કે તમે 5 વર્ષ રાજ કરો અને અમે 5 વર્ષ રાજ કરીએ અને આપણે એકબીજા સામે કોઈ એક્શન નહીં લઈએ, પરંતુ ગુજરાતમાં તમે લોકોએ 27 વર્ષ આપ્યા છે. પરંતુ હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે, આ વખતે પરિવર્તનનો મોકો છે, તો પરિવર્તન કરી લો.

ગુજરાતનું બજેટ 2.5 લાખ કરોડનું છે અને ગુજરાત રાજ્ય પર 3.5 લાખ કરોડનું દેવું છેઃ ભગવંત માન

ગુજરાતનું બજેટ 2.5 લાખ કરોડનું છે અને ગુજરાત રાજ્ય પર 3.5 લાખ કરોડનું દેવું છે. 2.5 લાખ કરોડનું બજેટ હોવા છતાં ન તો તેમણે શાળાઓ બનાવી, ન હોસ્પિટલો બનાવી, ન યુવાનોને રોજગારી આપી, ન રસ્તાઓ બનાવ્યા, તો આ બજેટના પૈસા ગયા ક્યાં? શહીદ આઝમ ભગતસિંહને આઝાદી કેવી રીતે મળશે તેની ચિંતા ન હતી પરંતુ તેમને ચિંતા હતી કે આઝાદી પછી તે દેશ કોના હાથમાં જશે અને આજે તેમની ચિંતા સાચી સાબિત થઈ. આજે અંગ્રેજો પણ ગર્વ સાથે કહે છે કે, “આપણે ભારત દેશને જેટલો આપણે 200 વર્ષમાં નથી લૂંટ્યો તેનાથી વધારે ભારતના નેતાઓએ પોતાના જ દેશને લૂંટ્યો છે.” જ્યારે કોઈ માણસ નાહવા માટેનો સાબુ ખરીદવા જાય છે ત્યારે તેના પર ટેક્સ આપીને આવે છે. ઘરમાં ચા બનાવવા માટે ચાની પત્તી, મીઠું અને દૂધ ખરીદીને લાવે છે, તેના પર પણ ટેક્સ ભરીને આવે છે, એવું નથી કે તે મફતમાં માંગે છે. સામાન્ય માણસ આ ટેક્સ કેમ આપે છે? મીઠા પર ટેક્સ છે, દૂધ પર ટેક્સ છે, દહીં પર ટેક્સ છે, સાબુ પર ટેક્સ છે, નાહવાથી લઇને રાતની વીજળીની સ્વીચ ઓન કરે છે તેના પર ટેક્સ આપે છે, તમે રાત્રે ઇલેક્ટ્રિક બલ્બ બંધ કરીને સુઈ જાઓ છો, પરંતુ પંખો ચાલુ હોય તો પણ સરકાર તમારી પાસેથી ટેક્સ વસુલે છે, એવું ન વિચારતા કે તમે ક્યારેય સરકારને ટેક્સ નથી આપતા. આટલો ટેક્સ આપ્યા પછી પણ સરકારની તીજોરી ખાલી છે.

Advertisement

ગુજરાતના યુવાનોના સપના અનેકવાર તૂટ્યા છે પરંતુ અરવિંદ કેજરીવાલજી ગુજરાતના યુવાનોના સપના સાકાર કરશેઃ ભગવંત માન

પંજાબમાં અમારી સરકાર બનીને 6 મહિના જ થયા છે પરંતુ અત્યાર સુધી અમે 17000 લોકોને સરકારી નોકરી આપી છે. ગઈકાલે હું વધુ 8736 સરકારી કર્મચારીઓને કાયમી કરવાનો ઓર્ડર આપીને આવ્યો છું. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમે 5 કામ કરવાનું વચન આપીશું તો 6 કામ કરીને બતાવીશું. પંજાબમાં 14-15-16 ઓક્ટોબરના રોજ પોલીસ ભરતીનું પેપર છે. પંજાબમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરના પેપર છે પણ ત્યાં પેપર લીક કરવાની કોઈ હિંમત નહીં કરે અને દિલ્હીમાં કોઇ પેપર લીક થતા નથી. બીજી તરફ ગુજરાતમાં એવું કોઈ પેપર નથી જે લીક ના થયું હોય. સરકારી પરીક્ષાઓ માટે યુવાનો ખૂબ મહેનત કરે છે પરંતુ જ્યારે પેપર લીક થાય છે ત્યારે યુવાનોના સપના ચકનાચૂર થઈ જાય છે. ગુજરાતના યુવાનોના સપના અનેકવાર તૂટ્યા છે પરંતુ અરવિંદ કેજરીવાલજી ગુજરાતના યુવાનોના સપના સાકાર કરશે. મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં પોલીસ પણ કોન્ટ્રાક્ટ આધારિત કામ કરે છે. પંજાબમાં તમામ પોલીસકર્મીઓ કાયમી છે.

ગરીબોના બાળકો ભણી ગણીને પોતાની ગરીબી દૂર ના કરી દે એ કારણથી તેમને અત્યાર સુધી અભણ રાખવામાં આવ્યા : ભગવંત માન

હું યુવાનોને કહેવા માંગુ છું કે, “અગર રાજનીતિ મેં આના હૈ, તો કર કેજરીવાલ કે ઉસૂલો કી બાત લેકિન અગર રાજનીતિ મેં લંબા ટીકના હૈ તો કર અસ્પતાલ, સ્કૂલો કી બાત”. અહીંયા અન્ય પક્ષના લોકો તેમના ભાષણમાં શાળા અને હોસ્પિટલની વાત પણ કરતા નથી કારણ કે તેઓ આપણે અભણ જ રાખવા માંગે છે. એ લોકો જાણે છે કે જો કોઈ ગરીબનું બાળક ભણી ગણી લેશે તો તે મોટો અધિકારી બની જશે. અને જો બની ગયો તો ઘરની ગરીબી દૂર કરી દેશે. ગરીબી દૂર થઇ ગઇ તો નેતાઓના મોટા મોટા મહેલો સામે સવારમાં સવારમાં હાથ જોડીને કોઈ ઊભું નહીં રહે. એટલા માટે આ લોકો ગરીબ બાળકોને ભણવા નથી દેતા, બાકી આપણા બાળકોમાં ઘણી ક્ષમતા છે.

દિલ્હી અને પંજાબમાં વીજળી આવે છે, પણ બિલ નથી આવતાઃ ભગવંત માન

Advertisement

દિલ્હી અને પંજાબમાં વીજળી આવે છે પણ બિલ નથી આવતા કારણ કે સરકાર પાસે ટેક્સના ઘણા પૈસા છે. અન્ય પક્ષના લોકો ટેક્સના પૈસાથી પોતાની જમીન ખરીદે છે, પોતાના પહાડો ખરીદે છે, વિદેશની બેંકોમાં તેમના ખાતા પણ છે. જો આ ટેક્સના પૈસાનો ઉપયોગ જનતા પર કરવામાં આવે તો આપણા દેશને નંબર વન બનતા કોઈ રોકી શકશે નહીં. ગુજરાતની જનતાએ આગામી 40-45 દિવસની ગેરંટી લેવી પડશે અને તે પછી આગામી 5 વર્ષની જવાબદારી અમારી છે. ચૂંટણીના દિવસના 8-9 કલાક તમારા પરિવાર અને તમારા બાળકોના ભવિષ્ય વિશે વિચારીને સદુપયોગ કરજો જેથી તમારે આગામી 5 વર્ષ સુધી અહીં-તહીં ધક્કા ખાવા ન પડે.

પંજાબમાં જેવો માહોલ હતો, એવો જ માહોલ ગુજરાતમાં પણ છેઃ ભગવંત માન

જ્યારે અરવિંદ કેજરીવાલજી પંજાબમાં આવતા હતા ત્યારે લોકો તેમને રસ્તા પર જોવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા હતા અને ગુજરાતમાં પણ એવું જ થઈ રહ્યું છે. પંજાબમાં જેવો માહોલ હતો, એવો જ માહોલ ગુજરાતમાં પણ છે. પંજાબની જનતાએ 117માંથી 92 સીટો આમ આદમી પાર્ટીને આપી હતી. અમને 2014માં પહેલીવાર સાંસદ બનાવવામાં આવ્યા હતા અને 8 વર્ષ પછી આજે અમે પંજાબની સૌથી મોટી પાર્ટી છીએ. જેટલી ઝડપથી આમ આદમી પાર્ટીએ તરક્કી કરી છે તેટલી અન્ય કોઈ પાર્ટીએ કરી નથી અને તેનું કારણ છે કે અમે જે કહીએ છીએ તે કરી બતાવીએ છીએ. કોંગ્રેસના એક જૂના મંત્રી થોડા સમય પહેલા ભાજપમાં જોડાઇ ગયા કારણ કે તેમણે ઘણો ભ્રષ્ટાચાર કર્યો હતો. તો વિચારી લીધું કે ભાજપમાં જોડાઈને બચી જશે. જ્યારે અમે તેમની ફાઈલ ખોલી, ત્યારે તે એ વખતે ₹50 લાખ લઈને વિજિલન્સ ઓફિસમાં જતા રહ્યા અને અધિકારીને કહ્યું કે, આ ભ્રષ્ટાચારના કેસમાંથી મારું નામ કાઢી નાખો. પરંતુ અમારા ઇમાનદાર અધિકારી હોવાને કારણે તેંને પકડી લીધો અને જ્યારે તેના ઘરે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેના ઘરની અંદર નોટ ગણવાના મશીનો હતા. આ લોકોએ એટલો બધો પૈસા લૂંટી લીધો છે કે તેઓ ગણી પણ શકતા નથી. જેના કારણે તે લોકો નોટ ગણવાના મશીનો રાખે છે અને આ બધા પૈસા જનતાના છે પણ તે બીજી પાર્ટીઓ ખાઈ જાય છે. પરંતુ હવે પંજાબમાં ભ્રષ્ટાચાર નથી થતો.

રાજકોટના ધોરાજીમાં આયોજિત આમ આદમી પાર્ટીની આ વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી ઉપરાંત આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

આમ આદમી પાર્ટીએ શેના પર ચિંતન કર્યું?

Published

on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સામે કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ જુસ્સા અને જોમ સાથે 182 વિધાનસભા બેઠકો પર થી ચૂંટણી લડ્યા હતા જોકે આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકો પ્રાપ્ત થઇ હતી ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધેલા જનાધાર અને પાર્ટીના હારના કારણોને લઇ ચર્ચા થઇ હતી.આગામી વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીની રણનીતિને લઇ બેઠક માં ચર્ચા થઇ હતીજેને લઇ પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી ,ગોપાલ ઈટાલીયા ,કૈલાશદાન ગઢવી સહીત ના નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું.

Continue Reading

આમ આદમી પાર્ટી

અરવિંદ કેજરીવાલે આપના એમ એલ એ ને શું ટાસ્ક આપ્યો ?

Published

on

અરવિંદ કેજરીવાલેઆપણા એમ એલ એ ને શું ટાસ્ક આપ્યો ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો જીત્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો બીજેપીની ઓફરથી પ્રભાવિત થઈને જતા ના રહે તે માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેમની સાથે બેઠક કરી ને લોભ લાલચમાં નહીં ફસાવવા માટે સૂચના આપી હતી એટલુંજ નહીં વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ કરવા અને પ્રજાલક્ષી પ્રશ્નો અને તેમના કામો કરવા માટે કહ્યું હતું..

આપ ના 5 ચૂંટાયેલા ધારાસભ્યએ કેવી રીતે કામ કરવું? એ બાબતે તાલીમ આપવામાં આવી હતી. 5 ધારાસભ્ય 3 દિવસ સુધી દિલ્હી ખાતે રહ્યા હતા
એ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તમામ ધારાસભ્યએ કેવી રીતે કામ કરવું એની તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત પંજાબ અને દિલ્હીના ચૂંટાયેલા ધારાસભ્યો કેવી રીતે કામ કરે છે એની માહિતી અપાઈ હતી. ગુજરાતમાં કયા કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જવાનું છે ? એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, રોજગાર જેવા મુદ્દાઓને ઉઠાવવા માટે સૂચના આપી હતી
દિલ્હી ખાતે યોજાયેલ ધારાસભ્યોની બેઠક ને લઇ એક ધારાસભ્યે કહ્યું હતું કે રાજયની તમામ 26 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનો પાર્ટીનો પ્લાન છે..એ માટે પાંચેય ધારાસભ્યોને કામે લાગી જવા માટે સૂચના આપી હતી

Continue Reading

આમ આદમી પાર્ટી

આપ ના મુખ્યપ્રધાન ના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામ ખંભાળિયા થી ચૂંટણી લડશે

Published

on

આપ ના મુખ્યપ્રધાન ના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામ ખંભાળિયા થી ચૂંટણી લડશે

આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામખંભાળીયા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે તેની સત્તાવાર જાહેરાત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ થી કરી છે..ત્યારે હવે આ બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર વિક્રમ માડમ ,ભાજપ ના ઉમેદવાર મુળુભાઈ બેરાની વચ્ચે ત્રિકોણિયો જંગ ખેલાશે ત્યારે નોંધનીય છે કે આ બેઠક પર વિક્રમ માડમ ધારાસભ્ય છે ત્યારે જોવાનું છે આ બેઠક પર કયો બળિયો ચૂંટણી જીતવા માં સફળ થશે તે તો 8 ડિસેમ્બરના ઈવીએમ ખુલ્યા બાદ ખબર પડશે

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.