BANASKANTHA
ડીસા વિધાનસભામાં ચાલશે પરિવારવાદ કે સન્નિષ્ઠ કાર્યકર્તા !
ડીસા વિધાનસભામાં ચાલશે પરિવારવાદ કે સન્નિષ્ઠ કાર્યકર્તા
વિધાનસભા ચૂંટણીને લઇને હવે તમામ પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયા છે, ત્યારે ટિકીટ વાંચ્છુઓની સંખ્યા
વધી ગઇ છે, કેટલાક પોતાના આકાઓ પાસે ટિકીટ માટે ભલામણ પણ કરતા દેખાઇ રહ્યાછે, કેટલાક નેતાઓનો
જનસપંર્ક વધી ગયો છે,તો કેટલાક દિલ્હીના આંટા ફેરા વધારી દીધા છે, તેવામાં ડીસા વિધાનસભાની વાત કરીએ તો
ભાજપમાં અહી અનેક ટિકીટ વાચ્છુઓના નામ સાંભળવા મળી રહ્યા છે,
ડીસા વિધાનસભા બેઠકનુ ઇતિહાસ
વર્ષ 1962માં કોગ્રેસના વિનોદ ચંદ્ર પટેલે સ્વતંત્ર પક્ષના નવનીત લાલ શેઠને હરાવ્યા
વર્ષ 1967માં કોંગ્રેસના એસ એસ શાહે સ્વતંત્ર પક્ષના એચ વી રાઠોડને હરાવ્યા
વર્ષ 1972માં કોંગ્રેસના ભીખાજી પરમારે સ્વતંત્ર પક્ષના શાંતિલાલ એસ શાહને હરાવ્યા હતા
વર્ષ 1975માં નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનના વિનોદ ચંદ્રપટેલે કોંગ્રેસના લલીત ચંદ્ર શાહને હરાવ્યા
વર્ષ 1980માં જેએનપી(જેપી)ના મોહન દેસાઇએ કોગ્રેસ ઇન્દિરા લીલાધર વાધેલાને હરાવ્યા
વર્ષ 1985માં અપક્ષ ઉમેદવાર લીલાધર વાધેલાએ કોંગ્રેસના મોહન દેસાઇને હરાવ્યા
વર્ષ 1990માં જનતા દળના લીલાધર વાધેલાએ ભાજપના હરેશ જાનીને હરાવ્યા
વર્ષ 1995માં ભાજપના ગોરધન માળીએ કોંગ્રેસના લીલાધર વાધેલાને હરાવ્યા
વર્ષ 1998માં ભાજપ ગોરધન માળીના કોંગ્રેસના ગોવા ભાઇ રબારીને હરાવ્યા
વર્ષ 2002માં કોંગ્રેસના ગોવા ભાઇ રબારીએ ભાજપના ગોરધન માળીને હરાવ્યા
વર્ષ 2007માં ભાજપના લીલાધર વાધેલાએ કોંગ્રેસના ગોવા ભાઇ રબારીને હરાવ્યા઼
વર્ષ 2012માં ભાજપના લીલાધર વાધેલાએ કોંગ્રેસના રાજુ ભાઇ જોષીને હરાવ્યા
વર્ષ 2014માં પેટા ચૂટણીમાં કોંગ્રેસના ગોવા ભાઇ રબારીએ ભાજપના લેબા ભાઇ ઠાકોરને હરાવ્યા
વર્ષ 2017માં ભાજપના શશિકાંત પંડ્યાએ કોંગ્રેસના ગોવા ભાઇ રબારીને હરાવ્યા
ઐતિહાસિક ફેક્ટ
વર્ષ 1962થી 1972 સુધી આ બેઠક ઉપર કોંગ્રેસનુ પ્રભુત્વ રહ્યુ,,અને પછી 30 વર્ષ બાદ ગોધરા કાંડ બાદ હિન્દુત્વની ગુજરાતમાં
લહેર હોવા છતાં 2002માં ગોવા ભાઇ રબારીએ કોંગ્રેસને જીત અપાવી,
વર્ષ 1962માં કોગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા વિનોદ પટેલે કોગ્રેસ છોડી વર્ષ 1975માં નેશનલ કોગ્રેસ ઓર્ગેનાઇઝેશનમાંથી
ચૂટણી લડ્યા અને જીત્યા,,
વર્ષ 1980માં જેએનપી(જેપી) મોહન ભાઇ દેસાઇએ વિજય પ્રાપ્ત કર્યો હતો,
ડીસા બેઠકથી સૌથી વધુ ચૂંટણી લડવા અને વિવિધ પાર્ટી જેમ કે અપક્ષ, કોંગ્રેસ જનતા દળ
અને ભાજપમાંથી લીલાધર ભાઇ ચૂટણી જીતવાનો અનુભવ ધરાવે છે,
વર્ષ 2014માં લીલાધર ભાઇ વાધેલા પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા,,તેઓએ ડીસા બેઠક પરથી
રાજીનામુ આપ્યુ હતું, ત્યારે પેટા ચૂટણીમાં લીલાધર ભાઇ વાધેલાનો આગ્રહ હતો કે તેમના પુત્ર દિલિપ વાધેલાને
ટિકીટ આપવામા આવે જો કે ભાજપ તેમની સામે ના ઝુંક્યુંને ભાજપે સાસંદના પુત્ર પ્રેમ સામે સામાન્ય અને કસાયેલા કાર્યકર એવા
લેબા ભાઇ ઠાકોરને મૈદાનમા ઉતાર્યા,,જો કે રાજકારણના અઠંગ ખેલાડી ગોવા ભાઇ રબારી સામે લેબા ભાઇનો કસ નિકળી ગયો અને ભાજપે
બેઠક ગુમાવી,, જો કે વર્ષ 2017માં ભાજપના શશિકાંત પંડ્યાએ કોંગ્રેસના ગોવા ભાઇ રબારીને ગાંધીનગર પહોચવા ન દીધા,,
વર્ષ 1995માં ગુજરાતની રાજનિતિમાં પરિવર્તન જોવા મળ્યું, ભાજપ પ્રથમ વખત ગુજરાતમાં સત્તામાં આવ્યું અને ડીસાની જનતા પણ
ભાજપ સાથે રહી,,અને ભાજપના ગોરધન માળી ધારાસભ્ય બન્યા,,
ડીસા વિધાનસભામાં ચાલશે પરિવારવાદ કે સન્નિષ્ઠ કાર્યકર્તા
શશિકાંત પંડ્યા,, ધારાસભ્ય
દિલીપ લીલાધર વાધેલા, પુર્વ સાસંદ પુત્ર
પ્રવિણ ગોરધન માળી, પુર્વ ધારાસભ્ય પુત્ર
મગન ભાઇ માળી, પુર્વ ચેરમેન, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન(મિડીયા હાઉસના માલીક)
સંજય ભાઇ દેસાઇ,,પુર્વ ચેરમેન, ગોપાલક વિકાસ નિગમ
રાજુલ બેન દેસાઇ, સભ્ય રાષ્ટ્રિય મહિલા આયોગ
પી એન માળી, પ્રદેશ મંત્રી ભાજપ(ઓબીસી મોરચો)
દિનેશ દવે-પુર્વ પ્રમુખ જિલ્લા પંચાયત બનાસકાંઠા
કનુ ભાઇ વ્યાસ, મહામંત્રી બનાસકાંઠા જિલ્લા ભાજપ
કે ટી માળી, ઉપાધ્યક્ષ કિસાન મોરચો ભાજપ
શાંતુ ભા વાધેલા, પુર્વ નેતા વિપક્ષ જિલ્લા પંચાયત
ડો રીટા પટેલ, જિલ્લા ઉપાધ્યક્ષ ભાજપ
ડો અવની આલ, સયોજીકા રાષ્ટ્રિય સેવિકા સમિતી ઉત્તર ગુજરાત
કૈલાશ ગેહલોત, જિલ્લા ઉપાધ્યક્ષ ભાજપ
અમૃત દવે, પુર્વ મહામંત્રી બનાસકાંઠા ભાજપ
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
ડીસામાં પુનરાવર્તન કે પરિવર્તન
ડીસા વિધાનસભા બેઠક ઉપર 1995માં ભાજપના ઉમેદવાર ગોરધન માળી પરિવર્તનનુ પ્રતિક ગુજરાત વિધાનસભા પહોચ્યા,, ત્યારે 1998માં
પણ તેમને ડીસાની જનતાનો પ્રેમ મળ્યો,, જો કે આખા રાજ્યમાં ગોધરા કાંડ બાદ હિન્દુત્વની લહેર હોવા છતાં કોગ્રેસના ગોવાભાઇ
રબારીએ સિખસ્ત આપતા તેઓ કમળ મુરજાયું અને ગોરધન માળીની કારકીર્દી ઉપર અસ્તાંચલ સર્જાયુ અને કોગ્રેસના લીલાધર વાધેલાનો
ઉદય થયો,, જો કે તેઓ પણ ભાજપનું કમળ હાથમાં લઇને જીત્યા,,હવે બે પુર્વ ધારાસભ્યોના પરિવાર વચ્ચે ડીસા ઉપર વર્ચસ્વ જમાવવા
માટે લડાઇ તેજ બની છે, ડીસા બેઠક ઉપર ચાર વખત પ્રતિનિધિત્વ કરી ચૂકેલા પુર્વ સાસંદના પુત્ર દિલીપ લીલાધર વાધેલા અને બીજી તરફ
ગુજરાતમાં ભાજપનો પરિવર્તનના પ્રતિક બનેલા ગોરધન માળીના વારસદાર પ્રવિણ માળી પણ ગાંધીનગર પહોચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે
ત્યારે જોવાનુ એ છે કે ભાજપ મોવડી મંડળ પરિવારની તાકાત સામે ઝુકશે કે પછી વફાદાર,મહેનતકસ,પ્રમાણિક,કસાયેલા,પરગરજું
અને જીતી શકે તેવા કાર્યકર્તાને તક આપશે,, કે પછી શશિકાંત પંડ્યાને ભાજપના કેન્દ્રિય નેતાઓ સાથે ઘરોબો ફળશે, ચર્ચા હતી કે
ગુજરાત સરકારના નવા પ્રધાન મંડળમાં તેમને ગૃહ રાજ્ય પ્રધાન પદ મળશે તેવી આશા હતી જો કે પણ તેમની એ આશા ઠગારી નિવડી,,
ત્યારે હવે તેમના સમર્થકોને ચિન્તા છે કે જેમ પ્રધાન પદ ન મળ્યુ તેવી રીતે ટિકીટ મળશે કે કેમ,,
ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડાના ગુજરાત પ્રવાસ દરમિયાન થઇ શકે છે ભરતી મેળો !