ભારતને ગ્લોબલ લેવલે પ્રતિષ્ઠા અપાવનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણના જીવન પર તેમની દીકરી ફિલ્મ બનાવી રહ્યી છે. અભિનેત્રી દીપિકા પાદુકોણે કન્ફર્મ કર્યું છે કે તે તેના પિતા અને પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણના જીવનપર આધારિત ફિલ્મમાં કામ કરી રહી છે.પ્રકાશ પાદુકોણ ભારતને વિશ્વના ફલક પર મૂકનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી હતાં. તેણે તાજેતરમાં તેણે કબીર ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ’83’માં કામ કર્યું હતું. તે જાણીતા ક્રિકેટર કપિલદેવની બાયોપિક હતી. પ્રકાશ પાદુકોણ ભારતને વિશ્વના ફલક પર મૂકનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી હતાં.
સાયરસ બરુચાના શોમાં ઈન્ટરવ્યુ દરમિયાન દીપિકાએ આ વાતનેસ્વીકૃતિઆપતાં કહ્યું કે જણાવ્યું કે, હું મારા પિતા પ્રકાશ પાદુકોણની બાયોપિક પ્રોજેક્ટ પર કામ કરી રહી છું.
તાજેતરમાં જ દીપિકાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની ફિલ્મ ગહેરાઇયાં ની તસવીરો શેર કરી દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો તેણે લખ્યું કે “લોકોએ દિલથી ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. એક અભિનેત્રી તરીકે ‘અલિશા’ મારો શ્રેષ્ઠ,અને ઉત્કૃષ્ટ અનુભવ રહ્યો છે. જો દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરવાંમાં આવે તો તેના અપકમિંગ પ્રોજેક્ટમાં ‘પઠાણ’, ‘ફાઇટર’, ‘પ્રોજેક્ટ કે’ અને ‘ધ ઈન્ટર્ન’ની રિમેક છે.