અમદાવાદ
રાજયમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ માં ધટાડો લઘુમતીઓ માટે ચિંતાનો વિષય
રાજયમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ માં ધટાડો લઘુમતીઓ માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં બીજેપી 27 વર્ષ થી સત્તાસ્થાને છે ત્યારે ગુજરાતમાં ભાજપનો ગઢ જળવાઈ રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ એડી ચોંટી નું જોર લગાવી રહ્યું છે..મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ગુજરાતમાં મુસ્લિમો નિર્ણાયક મતદાર ગણાય છે અત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ના વાંકાનેર ,ખાડિયા જમાલપુર અને દરિયાપુર શાહપુર સહીત મુસ્લિમ ધારાસભ્યો છે ત્યારે આ વખતે એ આઈ એમ આઈ એમ અને આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ગુજરાતમાં મુસ્લિમો નું પ્રતિનિધિત્વ જળવાશે કે કેમ તેને લઇ ચર્ચાનો વિષય છે.
રાજ્યમાંઅંદાજિત 9 થી 10 ટકા મુસ્લિમ મતદારો છે. સૂત્રોની વાત સાચી માનીએ તો 30થી વધુ વિધાનસભા બેઠકોમાં 15 ટકા થી વધુ મુસ્લિમ મતદારો છે.સંખ્યાબળની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુજરાત વિધાનસભામાં 18 જેટલા મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાવા જોઈએ જોકે દિન પ્રતિદિન ગુજરાતમાં મુસ્લિમ પ્રતિનિધિત્વમાં ધટાડો થયો છે..એક સમયે 12 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે.જયારે અત્યારે ખાડિયા જમાલપુર ,દરિયાપુર શાહપુર અને વાંકાનેર સહીત ત્રણ બેઠકો પર કોંગ્રેસ ના ત્રણ મુસ્લિમ ધારાસભ્ય ચૂંટાયેલા છે..જોકે આ વખતે ગુજરાતની રાજનીતિમાં ઓવેસીની પાર્ટીની એન્ટ્રી બાદ કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો બેઠક જાળવી રાખશે તે એક મોટો સવાલ છે..
2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં મુસ્લિમોની કુલ વસ્તી લગભગ 10 ટકા છે. ભુજ અને ભરૂચ જિલ્લામાં મુસ્લિમોની સંખ્યા 20 ટકાથી વધુ છે. આ સાથે જ અમદાવાદમાં વેજલપુર, દરિયાપુર, જમાલપુર ખાડિયા અને દાણીલીમડા જેવી બેઠકો પર મુસ્લિમો નિર્ણાયક ભૂમિકામાં છે. કુલ 20 બેઠકો એવી છે કે જ્યાં મુસ્લિમ મતદારોની વસ્તી 20 ટકાથી વધુ છે. જેમાંથી ચાર અમદાવાદમાં, ત્રણ-ત્રણ ભુજ અને ભરૂચ જિલ્લામાં છે.
જમાલપુર ખાડિયા ગુજરાતમાં એકમાત્ર એવી બેઠક છે જ્યાં મુસ્લિમ મતદારો 50 ટકાથી વધુ છે. અહીંના કુલ મતદારોમાં મુસ્લિમ મતદારો 61 ટકા છે. આ ઉપરાંત દાણીલીમડામાં 48%, દરિયાપુરમાં 46%, વાગરામાં 44%, ભરૂચમાં 38%, વેજલપુરમાં 35%, ભુજમાં 35%, જંબુસરમાં 31%, બાપુનગરમાં 28% અને 26% મુસ્લિમ મતદારો છે. લિંબાયતમાં. 2017માં, સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી આ દસ બેઠકોમાંથી પાંચ બેઠકો ભાજપ અને પાંચ બેઠકો કોંગ્રેસે જીતી હતી.
ગુજરાતની 10 મુસ્લિમ બહુમતીવાળી સીટો પર કેવું રહ્યું પરિણામ?
સીટો % મુસ્લિમ કોણ જીત્યું 2017 માં કોણ જીત્યું 2012 માં
જમાલપુર ખાડિયા 61% કોંગ્રેસ
દાણીલીમડા 48% કોંગ્રેસ
દરિયાપુર 46% કોંગ્રેસ
વાગરા 44% ભાજપ
ભરૂચ 38% ભાજપ
વેજલપુર 35% ભાજપ
ભુજ 35% ભાજપ
મહત્વપૂર્ણ બાબત તો એ છે કે સોમનાથ થી અયોધ્યા સુધી ની યાત્રા બાદ સમગ્ર દેશમાં હિન્દુત્વ લહેર જોવા મળી હતી જેના પરિણામ સ્વરૂપ લોકો બીજેપી તરફ લોકોનો ક્રેઝ વધ્યો હતો ને પ્રથમ વખત ગુજરાત માં વર્ષ 1995માં ભાજપ પ્રથમ વખત સત્તા પર આવ્યો ને આજ દિન સુધી ગુજરાતમાં બીજેપીએ સત્તા જાળવી રાખી છે જયારે બીજી તરફ ગુજરાતમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ માં ધટાડો થયો છે એક વાત ચોક્કસ છે કે પહેલા કરતા લોકોમાં જાતિવાદ અને કટ્ટરતા માં વધાર્યો થયો છે જેના પરિણામ સ્વરૂપ સારા પ્રામાણિક નિષ્ઠાવાન ઉમેદવારોની ચૂંટણી જીતી શકતા નથી તે એક વાસ્તવિકતા છે