હજારો વિદ્યાર્થિઓના માથે તોળાતુ મોત-ફાયર વિભાગ નિદ્રાધિન
અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં ગુજરાત યુનિવર્સિટી, જીએલએસ યુનિવર્સિટી જેવી ખ્યાતી પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થિઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તેમના માટે માઠા સમાચાર છે, તેઓ જે બિલ્ડીંગમાં અભ્યાસ કરી રહ્યા છે,તેમાં ફાયર સેફ્ટી જ નથી, જેથી જો આગ લાગે તો નિશ્ચિત મોટી ખુવારી સર્જાઇ શકે છે,તેના માટે યુનિવર્સિટી સહિત કોલેજો તો જવાબદાર છે સાથે ફાયર વિભાગના અધિકારીઓની બેદરકારી પણ એટલી જ જવાબદાર છે,
સુરતની તક્ષશિલા ટ્યુશન ક્લાસીસમાં 24મે 2019ના દિવસે આગ લાગવાની લાગવાની ઘટના બની હતી જેમાં મોટી સંખ્યામાં બાળકો દુર્ધટનાનો બન્યા હતા, જેની સાથે જ તત્કાલિન વિજય રુપાણીની સરકાર એક્શનમા આવી ગઇ હતી, અને ખાસ ફાયર પોલીસી પણ બનાવવામાં આવી હતી, અને સમગ્ર રાજ્યમાં તમામ શાળા કોલેજો હોસ્પિટલ્સ કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં ફાયર સેફ્ટીના સાધનોથી લઇ એનઓસી બાબતે ચકાસણી પણ હાથ ધરાઇ હતી, જો કે સ્થિતિ ઠેરની ઠેર છે, અમદાવાદના સમાજ સેવક યુવરાજ સિહ રાઠોડે શહેરના કોલેજોમાં ફાયર સેફ્ટીની સ્થિતિ તપાસવા માટે એક આરટીઆઇ કરી હતી અને દસ જેટલી શૈક્ષણિક સંસ્થાઓની માહિતી માંગી હતી જેમાં બે યુનિવર્સિટી જેમાં ગુજરાત યુનિવર્સીટી અને જીએલએસ યુનિવર્સીટીનો સમાવેશ થાય છે,, ત્યારે ફાયર વિભાગે જે જવાબ આટીઆઇમાં આપ્યો છે તે ખુબજ ચોંકાવનારો છે, જેે આ કોલેજો અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિઓ, સ્ટાફ અને વાલીઓ માટે ચિન્તાજનક છે,,
યુવરાજ સિહની માનીએ તો માહિતી પ્રમાણે
ગુજરાત યુનિવર્સીટી અને તેના તમામ ભવનો
જીએલએસ યુનિવર્સીટી
એચ કે આર્ટ્સ કોલેજ
સીયુ શાહ કેમ્પસ ઇન્કમટેક્ષ
એસ વી આર્ટ્સ કોલેજ કેમ્પસ(લાલ દરવાજા)
નવ ગુજરાત કોમર્સ કોલેજમાં
કોઇ પણ પ્રકારની ફાયર સેફ્ટીના સાધનો પણ નથી,
મહત્વની વાત એ છે કે યુવરાજ સિહે સવાલો પુછ્યા હતા કે શુ આ સંસ્થા દ્વારા ફાયર સેફ્ટીની એનઓસી બાબતે કોઇ અરજી કરેલી છે, અથવા તમે અરજી બાદ કોઇ સ્થળ નિરિક્ષણ કર્યુ છે, જો અરજી ના કરી હોય તો ફાયર વિભાગે કોઇ પગલા લિધા છે કે કેમ,,
મહત્વપુર્ણ બાબતે એ છે કે જ્યારે યુવરાજ સિહે આરટીઆઇ કરી ત્યારે ફાયર વિભાગે નોટિસ આપીને આ છ સંસ્થાઓને ફાયર સેફ્ટી માટે નોટિસ મોકલીને પોતાની જવાબદારી પુર્ણ કરી લીધી છે,
આમ જે રીતે તંત્રની રેઢીયાળ નીતિ છે તેનાથી અવશ્ય પણે લાગે છે કે તંત્ર પોતે તો કઇ કરતું નથી અને કોઇ તેમનું ધ્યાન દોરે તો પણ કોઇ પગલા લેતું નથી એનાથી આવશ્ય લાગે છે કે હાઇકોર્ટ ભલે આદેશો કરે,, પણ તંત્રને ન તો સામાન્ય લોકોની પડી છે,, ન તો વિદ્યાર્થીઓની,, તે તો જાણે પોતાની મસ્તીમાં મસ્ત છે તેમ લાગી રહ્યુ છે,