benefits of cycling: આજના ભોગદોડ ભર્યા જીવનમાં દરેકના આહાર પર ખુબ જ ખરાબ અસર પડી રહી છે. જેનાથી લોકો મોટાપાનો શિકાર બની રહ્યા છે. લોકો શરીરની ચરબી અને વજન ઘટાડવા માટે અનેક ઉપાયો કરે છે, પરંતુ તેનાથી કંઇ ફરક પડતો નથી.
વજન ઘટાડવા માટે લોકો ડાયટિગ અને કસરતનો સહારો લે છે, પરંતુ તેનાથી પણ બહુ ફરક નથી પડતો. તો ચાલો તમને એક એવા ઉપાય વિશે જણાવીએ કે જેનાથી તમે તમારું વજન સરળતાથી ઉતારી શકો છો.
તમને જાણીને આશ્ચર્ય થશે કે વજન અને પેટની ચરબી ઘટાડવા માટે સાયકલ ચલાવવાથી એટલો જ ફાયદો થાય છે જેટલો જિમમાં કલાકો સુધી વર્કઆઉટ કરવાથી થાય છે. સાયકલ ચલાવવાથી મેટાબોલિક રેટ વધે છે, સ્નાયુઓ મજબૂત બને છે અને ચરબી ઘટે છે.
સાયકલિંગની સાથે હેલ્ધી ડાયટ પણ જરૂરી
એક રિસર્ચ મુજબ, વજન ઘટાડવા માટે તમારે કસરત દ્વારા અઠવાડિયામાં ઓછામાં ઓછી 2 હજાર કેલરી બર્ન કરવી જોઈએ અને તમને જાણીને નવાઈ લાગશે કે સ્થિર અને નિયમિત સાયકલ ચલાવવાથી દર કલાકે 300 કેલરી બર્ન થાય છે. આવી સ્થિતિમાં તમે જેટલી વધુ સાયકલ ચલાવશો, તેટલી વધુ કેલરી તમે બર્ન કરશો અને શરીરમાંથી ચરબી ઓછી થશે, પરંતુ આ માટે તમારે સાયકલ ચલાવવાની સાથે તંદુરસ્ત આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે.
આ રીતે રૂટીનમાં સામેલ કરો સાયકલ, થશે જોરદાર ફાયદા
– તમે સામાન લેવા બજારમાં જતી વખતે અથવા ઓફિસ જતી વખતે સાયકલનો ઉપયોગ કરો.
– સાયકલ ચલાવીને તમે હૃદયરોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ, ડિપ્રેશનથી બચી શકો છો.
– સાયકલ ચલાવવી એ એક લો-ઇમ્પેક્ટ કસરત છે, જેને તમામ ઉંમરના લોકો કરી શકે છે.
– સાયકલ ચલાવવાથી માનસિક સ્વાસ્થ્યના રોગો જેવા કે ડિપ્રેશન, તણાવ અને ચિંતા ઘટાડી શકાય છે.
દરરોજ કેટલી સાયકલ ચલાવવી જોઈએ
ઘણા સંશોધનો દર્શાવે છે કે, દરરોજ એક કલાક સાયકલ ચલાવીને તમે 300 કેલરી સુધી બર્ન કરી શકો છો. આરોગ્ય નિષ્ણાતો દરરોજ 30થી 60 મિનિટ સુધી સાઇકલ ચલાવવાની ભલામણ કરે છે.