ગાંધીનગર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ની ઘુંટણ ની સર્જરી કરાઈ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ની ઘુંટણ ની સર્જરી કરાઈ
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થતાં એશિયા કપમાંથી અને ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. જાડેજાએ પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને ભારતને જીત અપાવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, મેચ બાદ સમાચાર આવ્યા હતા કે જાડેજાને ઘૂંટણાં ઈજા થઈ હતી અને તે હવે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. ત્યારે હવે રવિન્દ્ર જાડેજાએ પોતાના ઈંસ્ટા પેજ પર પોતાના ઘૂંટણની સર્જરી અંગે જાણકારી આપી છે.
આજે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા ના માધ્યમ થી ઈંસ્ટાગ્રામ પર પોતાના બે ફોટો શેર કર્યા હતા. આ ફોટોના કેપ્શનમાં રવિન્દ્ર જાડેજાએ લખ્યું છે કે ”સર્જરી સફળ રહી છે. ઘણા લોકો છે જેમના સમર્થન અને સહયોગ માટે આભાર માનવો છે. BCCI, મારા સાથી ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયો, ડૉક્ટર્સ અને ચાહકો બધાનો આભાર. હું જલ્દી જ મારું રિહેબ શરૂ કરીશ અને બને એટલી જલ્દી ક્રિકેટમાં પાછા ફરવાનો પ્રયત્ન કરીશ. તમારી શુભેચ્છાઓ માટે દરેકનો આભાર.”