સી.આર.પાટીલ ગુજરાતના સુપર સીએમ બનીને ગુજરાત ચલાવી રહ્યા છે અને એના કારણે તમામ લોકો ત્રાહિમામો પોકારી ચૂક્યા છે: ઈસુદાન ગઢવી
જો સી.આર.પાટીલ મુખ્યમંત્રી બનશે તો એ પછી એ ખેડૂતોને પાયમાલ કરી દેશે, માલધારી સમાજ વિરુદ્ધ ફરીથી કાયદો લાવશે, ત્યારબાદ કારીગરો વિરુદ્ધ કાયદો લાવશે અને તેનાથી કારીગરોને ગમે ત્યારે છુટા કરી લેવાશે: ઈસુદાન ગઢવી
એક હીરા વેપારી તેમના કામદારોને નોકરીમાંથી કાઢવાની ધમકી આપે છે અને સી.આર.પાટીલ એ વેપારીનું સન્માન કરે છે: ઈસુદાન ગઢવી
ભ્રષ્ટ ભાજપ સરકારી નોકરીઓ આપી નથી શકતી, સરકારી પેપર લઈ નથી શકતી, પ્રાઇવેટ નોકરીઓ પણ અપાવી નથી શકતી અને જે લોકો માંડ માંડ નોકરી કરી રહ્યા છે તેમને એમની નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપનારનું ભાજપના પ્રદેશ પ્રમુખ સન્માન કરે છે: ઈસુદાન ગઢવી
સી.આર.પાટીલ ગુજરાત માટે ખૂબ જ ખતરનાક છે: ઈસુદાન ગઢવી
એક હીરા વેપારી પોતાના કામદારોને એમ કહે છે કે “જો અરવિંદ કેજરીવાલનો વિડીયો મુકશો કે તેમને મદદ કરશો તો હું તમને નોકરીમાંથી કાઢી મૂકીશ.”: ઈસુદાન ગઢવી
આપણા દેશમાં લોકતંત્રએ આપણને આઝાદી આપી છે કે કોને મત આપવો, કોની વિચારધારા અપનાવવી અને એ પણ આઝાદી આપી છે કે કોઈ કોઈના પર બળજબરી ન કરી શકે: ઈસુદાન ગઢવી
નોકરીમાંથી કાઢવાની વાત આવી એટલા માટે સી.આર.પાટીલને મજા આવી: ઈસુદાન ગઢવી
સી.આર.પાટીલની ગુજરાત વિરોધી માનસિકતા ફરી એકવાર છતી થઈ છે: ઈસુદાન ગઢવી
સી.આર.પાટીલ ગુજરાતીઓને નોકરી નથી આપી શકતા અને અત્યારે ગુજરાતના સુપર સીએમ બનીને ગુજરાત ચલાવી રહ્યા છે: ઈસુદાન ગઢવી
સી.આર.પાટીલ ગુજરાતના સુપર સીએમ બનીને ગુજરાત ચલાવી રહ્યા છે અને એના કારણે તમામ લોકો ત્રાહિમામો પોકારી ચૂક્યા છે: ઈસુદાન ગઢવી
જો ગુજરાતી લોકો એક ન થયા અને ભ્રષ્ટ ભાજપની ચાલમાં ફસાઈ ગયા તો મને લાગે છે કે ગુજરાતીઓને ભ્રષ્ટ ભાજપના સી.આર.પાટીલ ગુજરાતમાં રહેવા નહીં દે: ઈસુદાન ગઢવી
હું ભાજપના નેતાઓને સવાલ પૂછવા માગું છું કે, શું તમે સી.આર.પાટીલની ગુજરાત વિરુદ્ધ માનસિકતા સાથે છો?: ઈસુદાન ગઢવી
સી.આર.પાટીલે ગુજરાતની સંસ્કૃતિને બદનામ કરવા માટે ગરબા રમવાના પાસ પર પણ ટેક્સ નખાવ્યો છે: ઈસુદાન ગઢવી
કેમ ફક્ત હિન્દુ સમાજના તહેવાર પર જ ટેક્સ નાખવામાં આવ્યો?: ઈસુદાન ગઢવી
ખેલૈયાઓએ સોગંધ ખાધા છે કે “અમે હિન્દુ વિરોધી ભ્રષ્ટ ભાજપને મત નહીં આપીએ.”: ઈસુદાન ગઢવી
એવો સમય આવશે કે કોઈ બીજાના નામે સી.આર.પાટીલ સત્તા પર બેસી જશે, કારણ કે એમને મુખ્યમંત્રી બનવું છે: ઈસુદાન ગઢવી
જો સી.આર.પાટીલ મુખ્યમંત્રી બનશે તો એ પછી એ ખેડૂતોને પાયમાલ કરી દેશે, માલધારી સમાજ વિરુદ્ધ ફરીથી કાયદો લાવશે, ત્યારબાદ કારીગરો વિરુદ્ધ કાયદો લાવશે અને તેનાથી કારીગરોને ગમે ત્યારે છુટા કરી લેવાશે: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા અને સંબોધીને કહ્યું કે, ભ્રષ્ટ ભાજપના કારણે મોંઘવારીમાં માંડ માંડ લોકો પોતાનું ઘર ચલાવી રહ્યા છે, ત્યારે એક હીરા વેપારી તેમના કામદારોને નોકરીમાંથી કાઢવાની ધમકી આપે છે અને એનાથી પણ દુઃખની વાત એ છે કે 27 વર્ષથી શાસન કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ વેપારીનું સન્માન કરે છે. આ જોઈને ગુજરાતના વંચિત, શોષીત અને કામદાર વર્ગમાં એક નિરાશા ફેલાઇ છે. આપણા દેશમાં લોકતંત્રએ આપણને આઝાદી આપી છે કે કોને મત આપવો, કોની વિચારધારા અપનાવવી અને એ પણ આઝાદી આપી છે કે કોઈ કોઈના પર બળજબરી ન કરી શકે. અને આ બાજુ એક હીરા વેપારી પોતાના કામદારોને એમ કહે છે કે “જો અરવિંદ કેજરીવાલ નો વિડીયો મુકશો કે તેમને મદદ કરશો તો હું તમને નોકરીમાંથી કાઢી મૂકીશ.” અને આ નોકરીમાંથી કાઢવાની વાત આવી એટલા માટે સી આર પાટીલને મજા આવી. ભ્રષ્ટ ભાજપ સરકારી નોકરીઓ આપી નથી શકતી, સરકારી પેપર લઈ નથી શકતી, પ્રાઇવેટ નોકરીઓ પણ અપાવી નથી શકતી અને જે લોકો માંડ માંડ નોકરી કરી રહ્યા છે તેમને એમની નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે અને આવા લોકોનું ભાજપના પ્રદેશ પ્રમુખ સન્માન કરે છે, આ બાબતથી હું ખૂબ જ દુઃખી છું.
સી.આર.પાટીલની ગુજરાત વિરોધી માનસિકતા ફરી એકવાર છતી થઈ છે. તેઓ ગુજરાતીઓને નોકરી નથી આપી શકતા અને અત્યારે ગુજરાતના સુપર સીએમ બનીને ગુજરાત ચલાવી રહ્યા છે અને એના કારણે તમામ લોકો ત્રાહિમામો પોકારી ચૂક્યા છે. સી.આર.પાટીલે એ હીરા વેપારી નું સન્માન કરીને કહી દીધું કે “ગુજરાતીઓ, હું બિન ગુજરાતી તમારા પર રાજ કરું છું અને એમાં જરા પણ અડચણ ઊભી થઈ તો તમને નોકરીમાંથી કઢાવનારા જે પણ ઉદ્યોગપતિઓ છે એ બધા પણ મારા કબજામાં છે.” આવો સ્પષ્ટ મેસેજ એમણે આપી દીધો છે. મારું સ્પષ્ટ માનવું છે કે જો ગુજરાતી લોકો એક ન થયા અને ગુજરાતના લોકો ભ્રષ્ટ ભાજપની ચાલમાં ફસાઈ ગયા તો મને લાગે છે કે ગુજરાતીઓને ભ્રષ્ટ ભાજપના સી.આર.પાટીલ ગુજરાતમાં રહેવા નહીં દે.
હું ભાજપના નેતાઓને સવાલ પૂછવા માગું છું કે, શું તમે સી.આર.પાટીલની ગુજરાત વિરુદ્ધ માનસિકતા સાથે છો? ગુજરાતની સંસ્કૃતિને બદનામ કરવા માટે ગરબા રમવાની ટિકિટ પર પણ ટેક્સ નખાવ્યો છે. કેટલાય ખેલૈયાઓએ આ વાતનો વિરોધ કર્યો છે અને સોગંધ ખાધા છે કે “અમે હિન્દુ વિરોધી ભ્રષ્ટ ભાજપને મત નહીં આપીએ.” અને એ સવાલ થાય છે કે કેમ ફક્ત હિન્દુ સમાજના તહેવાર ઉપર જ ટેક્સ નાખવામાં આવ્યો? હું દરેક ગુજરાતીને વિનંતી કરું છું કે દરેક ગુજરાતી એક થાય અને આવનારી ચૂંટણીમાં બદલાવ માટે વોટ આપે. નહીં તો એવો સમય આવશે કે કોઈ બીજાના નામે સી.આર.પાટીલ સત્તા પર બેસી જશે, કારણ કે એમને મુખ્યમંત્રી બનવું છે અને મુખ્યમંત્રી બન્યા પછી ખેડૂતોને પાયમાલ કરી દેશે, માલધારી સમાજ વિરુદ્ધ ફરીથી કાયદો લાવશે, ત્યારબાદ કારીગરો વિરુદ્ધ કાયદો લાવશે અને તેનાથી કારીગરોને ગમે ત્યારે છુટા કરી લેવાશે એટલા માટે હું કહું છું કે સી.આર.પાટીલ ગુજરાત માટે ખૂબ જ ખતરનાક છે.