ઇન્ડિયા

દેશમાં નકલી નોટોમાં થયો વધારો – મોદી સરકારની કવાયત પાણીમાં !

Published

on

દેશમાં નકલી નોટોમાં થયો વધારો – મોદી સરકારની કવાયત પાણીમાં

દેશમાં રૂ. ૫૦૦ની નકલી નોટો ૧૦૨ ટકા, રૂ. ૨,૦૦૦ની ૫૫ ટકા વધી
નકલી નોટોથી અર્થતંત્રને કુલ રૂ. ૮.૨૫ કરોડનો ફટકો
રૂ. ૧૦, ૨૦, ૨૦૦ની નકલી નોટો વધી, રૂ. ૫૦, ૧૦૦ની નકલી નોટોનું ચલણ ઘટયું : બેન્કોમાંથી ૨.૩૦ લાખ નોટો પકડાઈ

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ તાજેતરમાં જ તેના વાર્ષિક અહેવાલમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે બેન્કિંગ સેક્ટરમાંથી પકડાયેલી નકલી નોટોની વિગતો જાહેર કરી હતી. આરબીઆઈએ જણાવ્યું હતું કે, દેશમાં નવી ડિઝાઈનની રૂ. ૫૦૦ની નકલી નોટોની સંખ્યામાં ૧૦૨ ટકા જ્યારે રૂ. ૨,૦૦૦ની નકલી નોટોની સંખ્યામાં ૫૫ ટકાનો વધારો થયો છે જ્યારે અન્ય મૂલ્યની નકલી નોટો સાથે અર્થતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જોકે, હવે દેશમાં ૯૭ ટકા લોકો નકલી નોટોને ઓળખી શકે છે.

આરબીઆઈના રિપોર્ટ મુજબ બેન્કિંગ સેક્ટરે ૨૦૨૧-૨૨ દરમિયાન નવી ડિઝાઈનની કુલ ૭૯,૬૬૯ નકલી નોટ પકડી છે જ્યારે ગયા નાણાકીય વર્ષમાં તેની સંખ્યા માત્ર ૩૯,૪૫૩ હતી. ૨૦૦૮માં નોટબંધી દરમિયાન બંધ કરાયેલી રૂ. ૫૦૦ની જૂની ડિઝાઈનવાળી પણ ૧૪ નકલી નોટો બેન્કિંગ સેક્ટરમાં પકડાઈ છે. આ નકલી નોટોનું કુલ મૂલ્ય રૂ. ૩,૯૮,૪૧,૫૦૦ છે. સરકારે નવી ડિઝાઈનવાળી રૂ. ૫૦૦ની નોટની સાથે જ દેશમાં રૂ. ૨,૦૦૦ની નવી નોટ પણ ચલણમાં મૂકી હતી. આ વર્ષે રૂ. ૨,૦૦૦ની ૧૩,૬૦૪ નકલી નોટો બેન્કિંગ સેક્ટરમાંથી પકડાઈ છે અને તેનું કુલ મૂલ્ય રૂ. ૨,૭૨,૦૮,૦૦૦ છે.

દેશમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં માત્ર રૂ. ૫૦૦ અને રૂ. ૨,૦૦૦ની જ નકલી નોટો નથી પકડાઈ, પરંતુ રૂ. ૧૦થી લઈને રૂ. ૨૦, રૂ. ૫૦, રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ની નકલી નોટો પણ સામે આવી છે. દેશમાં રૂ. ૫૦૦ની નકલી નોટોનું પ્રમાણ વધ્યું હોવા છતાં રૂ. ૧૦૦ અને રૂ. ૫૦ની નકલી નોટોનું ચલણ ઘટયું છે. ગયા વર્ષે રૂ. ૧૦ની નકલી નોટોનું ચલણ ૧૬.૪ ટકા જ્યારે રૂ. ૨૦ની નકલી નોટોનું ચલણ ૧૬.૫ ટકા વધ્યું હતું.

Advertisement

એ જ રીતે રૂ. ૨૦૦ની નકલી નોટોનું ચલણ પણ ૧૧.૭ ટકા વધ્યું હતું. જોકે, રૂ. ૫૦ની નકલી નોટોનું ચલણ ૨૮.૭ ટકા જ્યારે રૂ. ૧૦૦ની નકલી નોટોનું ચલણ ૧૬.૭ ટકા ઘટયું હતું. આ બધા સાથે કુલ ૨,૩૦,૯૭૧ નકલી નોટો બેન્કિંગ સેક્ટરમાં પકડાઈ છે. તેનાથી અર્થતંત્રને કુલ રૂ. ૮,૨૫,૯૩,૫૬૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આરબીઆઈના રિપોર્ટ મુજબ દેશમાં રૂ. ૨,૦૦૦ની ચલણી નોટોના ચલણમાં ૫૪ ટકાનો વધારો થયો છે. જોકે, આરબીઆઈ અને બેન્કોના પ્રયાસોના લીધે ૯૭ ટકા ભારતીયો હવે નકલી નોટને ઓળખવા સક્ષમ બની ગયા છે. આરબીઆઈના રિપોર્ટમાં પોલીસ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અથવા અન્ય કોઈ તપાસ એજન્સીએ પકડેલી નકલી નોટોનો સમાવેશ કરાયો નથી. આરબીઆઈએ માત્ર તેની અને બેન્કો પાસે આવેલી નકલી નોટોની જ માહિતી આપી છે. આ જોતાં દેશમાં નકલી નોટોનું નેટવર્ક ઘણું મોટું છે અને તેનાથી દેશને કરોડો રૂપિયાનો ફટકો પહોંચ્યો છે.

ઉલ્લેખનિય છે કે જ્યારે 2016માં પીએમ નરેન્દ્રમોદીએ મોનેટાઇઝેશન કર્યુ હતું ત્યારે કહેવાયુ હતું કે આનાથી નકલી નોટોથી છુટકારો મળશે, પણ ઘટનાને છ વરસ જ બાદ સરકારજ વિભાગો વડા પ્રધાન નરેન્દ્રમોદીના આ દાવાના પોલ ખોલી રહ્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version