પૂર્વ સૈનિકોના આંદોલનમાં શહીદ થયેલ સૈનિકને શ્રદ્ધાંજલિ પાઠવવા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા મોડી રાત્રે ગાંધીનગર પહોંચ્યા હતા.
ભ્રષ્ટ ભાજપે પોલીસ દ્વારા જવાનો ઉપર લાઠીચાર્જ કરાવડાવ્યો : ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પૂર્વ સૈનિકોની તમામ સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ગાંધીનગરમાં શહીદ કાનજીભાઈની પ્રતિમા બનાવવામાં આવશે: ઈસુદાન ગઢવી
પૂર્વ સૈનિકોની પીડા એ અમારી પીડા છે: ઈસુદાન ગઢવી
ભ્રષ્ટ ભાજપના રાજમાં જવાન પણ દુઃખી છે અને કિસાન પણ દુઃખી છે : ઈસુદાન ગઢવી
જવાનોને પોતાની માંગણીઓ અને પરિવારની માંગણીઓ માટે પણ શહીદ થવું પડે છે : ઈસુદાન ગઢવી
જવાનો લડતા લડતા પોતાની આખી અમૂલ્ય જિંદગી આપે છે અને એના પરિવારને આપણે કશું આપી શકતા નથી : ઈસુદાન ગઢવી
જવાનોને માંગણીઓ માટે પોતાના જીવ ગુમાવવા પડે છે એ ખૂબ દુઃખદ ઘટના છે : ઈસુદાન ગઢવી
ભાજપ સરકાર બળજબરીપૂર્વક કાનજીભાઈ મૃતદેહ હટાવાની કોશિશ કરી રહી છે: ગોપાલ ઇટાલિયા
સરકાર શહીદના પરિવારને દુઃખ પર દુઃખ આપવાનું કામ કરી રહી છે: ગોપાલ ઇટાલિયા
દરેક અન્યાયનો ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે: ગોપાલ ઇટાલિયા
ગઈકાલે પૂર્વ સૈનિકો પોતાની માંગણીઓને લઈને ગાંધીનગરમાં પહોંચ્યા હતા. ત્યારે ભ્રષ્ટ ભાજપ સરકારે તેમના પર બેરહમીપૂર્વક લાઠીચાર્જ કરાવ્યો હતો અને તેમાં એક પૂર્વ સૈનિકનું દુઃખદ અવસાન થયું, આ ઘટના પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ભ્રષ્ટ ભાજપના રાજમાં જવાન પણ દુઃખી છે અને કિસાન પણ દુઃખી છે. વર્ષો પહેલાં જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો,પરંતુ આજે બંને દુઃખી છે.
આજે દુઃખદ સમાચાર એ છે કે ગાંધીનગરમાં પૂર્વ સૈનિકો પોતાની માંગને લઈને સરકારની સામે માંગણી કરી રહ્યા હતા, ત્યારે ભ્રષ્ટ ભાજપે પોલીસ દ્વારા જવાનો ઉપર લાઠીચાર્જ કરાવડાવ્યો હતો અને એક જવાનનું મૃત્યુ થયું. જવાનોને પોતાની માંગણીઓ અને પરિવારની માંગણીઓ માટે પણ શહીદ થવું પડે છે એ કેટલી દુઃખદ ઘટના છે. હું જે જવાન મૃત્યુ પામ્યા છે, શહીદ થયા છે તેમની આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું અને ભ્રષ્ટ ભાજપને, જવાન વિરોધી ભાજપને સદબુદ્ધિ ભગવાન આપે એવી પ્રાર્થના કરું છું. આજે જવાનો લડતા લડતા પોતાની આખી અમૂલ્ય જિંદગી આપે છે અને એના પરિવારને આપણે કશું આપી શકતા નથી અને એની માગણી માટે એમણે પોતે ચાલુ સરકારની સામે પોતાના જીવ ગુમાવવા પડે છે એ ખૂબ દુઃખદ ઘટના છે.
પૂર્વ સૈનિકોના પ્રદર્શન દરમિયાન શહીદ થયેલ કાનજીભાઈને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી તથા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ ત્યાં હાજર સંખ્યાબંધ પૂર્વ સૈનિકો સાથે વાતચીત કરી હતી અને તેમના આંદોલન અને પોલીસ સાથે થયેલા ઘર્ષણ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ પૂર્વ સૈનિકોને સંબોધતા જણાવ્યું કે, 73 વર્ષની ઉંમરે કાનજીભાઈ પોતાના અને આવનારા ભવિષ્યના સૈનિકો માટે આંદોલનમાં ઉતર્યા હતા પણ કમનસીબે એ આજે આપણી વચ્ચે નથી. પણ એમની શહીદી એળે નહીં જાય. આમ તો હું કોઈ રાજનીતિક વાત કરવા માટે નથી આવ્યો પણ હું એ ચોક્કસ ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તમામ પૂર્વ સૈનિકોની સમસ્યાઓનું સમાધાન લાવીશું અને ગાંધીનગરમાં કાનજીભાઈની યાદમાં તેમની એક પ્રતિમા પણ બનાવીશું.
1922 માં મહાત્મા ગાંધીજી કદાચ આપણા બધાની જેમ જ ગામેગામ ફરીને મીટીંગો કરતા હશે, આંદોલનો કરતા હશે. ગાંધીજીએ આ બધું અંગ્રેજોથી આઝાદી મેળવવા માટે કરતા હતા અને આજે આઝાદીના 75 વર્ષ પછી પણ દેશના સૈનિકોએ આ પ્રમાણે પોતાનું આંદોલન કરવું પડે છે અને જીવ ગુમાવવો પડે છે એ ખૂબ જ દુઃખદ વાત છે. પૂર્વ સૈનિકોની જે પણ પીડા છે, તે અમારી પીડા છે અને હું આમ આદમી પાર્ટી તરફથી ખાતરી આપું છું કે, પૂર્વ સૈનિકોના આંદોલનમાં કાયદાકીય રીતે જે પણ મદદ જોઈતી હોય તે આપવા માટે અમે તૈયાર છીએ. જેટલા કહો એટલા આમ આદમી પાર્ટીના વકીલો પૂર્વ સૈનિકોની સેવામાં ઉપલબ્ધ રહેશે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આ દુઃખની બાબત છે કે કાનજીભાઈના મૃતદેહને અહીંયાથી લઈ જવા માટે ખૂબ જ બળજબરી કરવામાં આવી રહી છે. કાનજીભાઈના મૃતદેહને અહીંયાથી ખસેડવા માટે સરકાર ષડયંત્ર રચી રહી છે. મૃતકના પરિજનોને સહકાર આપવાની જગ્યા પર સરકાર દુઃખની ઉપર દુઃખ આપવાનું કામ કરી રહી છે. પૂર્વ સૈનિકોની આ લડાઈમાં સમગ્ર આમ આદમી પાર્ટીનો પરિવાર તેમની સાથે છે. દરેક અન્યાયનો ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે.